અનંત સફરનાં સાથી - 33

(33)
  • 3.6k
  • 3
  • 1.5k

૩૩.ભૂતકાળની ઝલક "હેય, ચુપચાપ કેમ ચાલ્યે જાય છે? કંઈક તો બોલ." આર્યનનાં અવાજે આયશાને ફરી વર્તમાનમાં લાવી દીધી. એ આયશા વિશે વધું જાણવાં માંગતો હતો. જેમ મુંબઈથી અમદાવાદ આવેલી આયશા આવી તો હતી રાહીને મળવાં પણ આર્યનને જોઈને તેને આર્યનમાં રસ પડવા લાગ્યો. એમ આર્યન પણ ક્યાંક ને ક્યાંક આયશા તરફ આકર્ષિત થયો હતો. જેનું એક કારણ તો આયશાની વાતો હતી. એ અત્યારે છે એવી પહેલાં ન હતી. મતલબ તેની સાથે એવું કંઈક થયું હતું. જેણે આયશાને આવી બનવા મજબૂર કરી હતી. આર્યનનો અવાજ સાંભળીને આયશાએ આર્યન તરફ જોયું. ત્યાં જ તેનો ફોન વાયબ્રન્ટ થયો. આયશાએ ફોનની સ્ક્રીન પર 'પપ્પા'