આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-33

(90)
  • 5.6k
  • 2
  • 3.8k

આઇ હેટ યુપ્રકરણ-33 નંદીનીએ સવારે માં નાં અગ્નિસંસ્કાર કર્યા. આડોશી પાડોશી સાથે ઘરે આવી. ઘરમાં બધાં આવીને લોકલાજે બેઠાં પછી સમય થયે બધાં એક પછી એક સાંત્વન આપીને જતાં રહ્યાં. નંદીની ઘરમાં બધે જોઇ રહી હતી આખું ઘર ખાલી થઇ ગયું હતું એક માં હતી એ પણ જતી રહી. એણે ઘરનો દરવાજો બંધ કર્યો અને બેડપર બેસી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મનોમન બોલી હે ઇશ્વર મેં એવાં ક્યા પાપ કર્યા છે કે મને આવી સજા મળી ? એક પછી એક બધાં મને છોડી ગયાં હું કોઇની ના થઇ શકી ના કોઇ મારુ થયું. પેલાને હું છોડીને આવી જે મારે