I Hate You - Can never tell - 33 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-33

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-33

આઇ હેટ યુ
પ્રકરણ-33
નંદીનીએ સવારે માં નાં અગ્નિસંસ્કાર કર્યા. આડોશી પાડોશી સાથે ઘરે આવી. ઘરમાં બધાં આવીને લોકલાજે બેઠાં પછી સમય થયે બધાં એક પછી એક સાંત્વન આપીને જતાં રહ્યાં. નંદીની ઘરમાં બધે જોઇ રહી હતી આખું ઘર ખાલી થઇ ગયું હતું એક માં હતી એ પણ જતી રહી.
એણે ઘરનો દરવાજો બંધ કર્યો અને બેડપર બેસી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મનોમન બોલી હે ઇશ્વર મેં એવાં ક્યા પાપ કર્યા છે કે મને આવી સજા મળી ? એક પછી એક બધાં મને છોડી ગયાં હું કોઇની ના થઇ શકી ના કોઇ મારુ થયું. પેલાને હું છોડીને આવી જે મારે લાયક નહોતો હું હવે શું કરીશ ? અને રાજ યાદ આવી ગયો.
એ સ્વગત બોલી. રાજ તું મને છોડીને ગયો પછી બધાં મને છોડી ગયાં. હું બીજાને ખીલે બંધાઇ પણ ત્યાંય કોઇ મારુ નહોતું હું સ્વીકારી ના શકી એ પણ બીજાનાં પ્રેમમાં હતો. હું તો એમ પણ એકલીજ હતી. જેમ તેમ દિવસો કાઢીને સમય પસાર કરતી હતી.
નંદીની બે ત્રણ કલાક એમજ બેડ પર પડી રહી. પછી એ ઉભી થઇ અને ઘર લોક કરીને શાસ્ત્રીજીનાં ઘરે ગઇ અને માં પાછળ ક્રિયાવિધી કરવા માટે વાત કરી. અને બોલી શાસ્ત્રીજી મારે બધી વિધી નર્મદા કાંઠે પતાવવી છે ઘરે કંઇજ કરવું નથી તમે માર્ગદર્શન આપો.
શાસ્ત્રીજીએ કહ્યું દીકરા હું જાણુ છું અને સમજુ છું તારા માથે આભ તૂટી પડ્યું છે. પણ બધી વિધી નદી કિનારે કરવી હોય તો ચાણોદમાં મારો ભત્રીજો છે તું ત્યાં જા એ બધીજ વિધી કરાવી વરસી પણ વળાવી લેશે. હું એની સાથે વાત કરી લઊં છું. અને તને એનો ફોન નંબર અને એડ્રેસ આપું છું તું ત્યાં જઇને કરાવી લે.
નંદીનીએ આભાર માની બધી વિગત લીધી અને પછી એની કંપનીમાં ફોન કરીને માં નાં અવસાનનાં સમાચાર આપી કહ્યું મારે રજા જોઇશે મારે બધી વિધી કરાવવાની છે. બધુ પત્યે હું હાજર થઇ જઇશ. એમ વાત કરી રજા લઇ લીધી.
નંદનીનાં પરફોરમન્સ ખૂબ સરસ હતું એ કોઇ રજા જ કદી નહોતી લેતી. બલ્કે વધુ કામ કરીને આપતી હતી એની રજા વગર પગાર કપાયે મંજૂર થઇ ગઇ.
એની સાથે એની ક્લીગ બેસતી એ જયશ્રીએ કહ્યું નંદીની સમાચાર જાણીને ખૂબ દુઃખ થયું છે. તારી સાથે હું આવુ ? કોઇ સાથે હશે તને સારુ લાગશે હું પણ બોસને વાત કરીને સાથે આવું છું.
નંદીનીએ કહ્યું થેંક્યુ પણ તું શા માટે રજા લે છે ? હું બધુ નિપટાવી લઇશ ચિંતા ના કરીશ. એણે જયશ્રીને પણ ના પાડી દીધી. બીજે દિવસે સવારે નંદીની ATM માંથી પૈસા ઉપાડી જરૂરી સામાન લઇને પ્રાઇવેટ ટેક્ષી કરીને ચાણોદ જવા નીકળી ગઇ.
ટેક્ષીમાં બેઠી અને બહાર જોયાં કરતી હતી એને ઘણી વસ્તી ઘણાં લોકો દેખાતાં હતાં પણ એમાં કોઇ પોતાનું નહોતું બધાં અજાણ્યાં ચહેરાં હતાં. એને એકલતાનો એહસાસ થઇ રહેલો. આખી પૃથ્વી પર જાણે એ એકલી હોય એવુંજ લાગી રહેલું. એની આંખમાંથી આંસુ ટપકી રહેલાં. મમ્મી અને પાપાને યાદ કરી રહેલી.
ત્યાંજ એનાં મોબાઇલ પર ફોન આવ્યો એણે નામ જોઇ તરતજ ઉપાડ્યો. ફોન ડો.જયસ્વાલનો હતો એમણે કહ્યું દીકરી મને રાત્રેજ સમાચાર મળી ગયેલાં મને એમ્બ્યુલસ નાં ડોક્ટરે મેસેજ આપેલાં. તારી સાથે બહુ ખોટું થયું છે. ઇશ્વર તને હિંમત આપે. દીકરા તારે કંઇ પણ જરૂર પડે મારી પાસે આવજે કોઇ જાતની ચિંતા ના કરીશ.
નંદીની કંઇ બોલી ના શકી એણે એટલુંજ કહ્યું થેંક્યુ અંકલ. એવું કંઇ હશે તો ચોક્કસ કહીશ અને ફોન મૂક્યો. હજી ફોન મૂકે છે ત્યાં બીજી રીંગ આવી એણે જોયુ વરુણનો ફોન છે એણે કાપી નાંખ્યો.
ત્યાં ફરીથી રીંગ આવી એણે ઉપાડ્યો. સામેથી વરુણે કહ્યું તારાથી સમાચાર નથી અપાતા ? આટલું બધુ થઇ ગયું તું મને કંઇ કહેતી નથી ? શું સમજે છે ? નંદીનીએ શાંત ચિતે કહ્યું હવે આપણે કોઇ જાતનો સંબંધ નથી શા માટે કહું ? તેં મારુ ગળુ દાબ્યું ત્યારે ભાન નહોતું ? કદાચ માં કરતાં ક્લાક પહેલાં હું મરી ગઇ હોત. મને અફસોસ છે ખૂબ કે માં નાં ઘરેથી તારાં ઘરે કેમ આવી ? માં મારી સાથે વાત નથી કરી શકી. એમ કહી ફોન મૂકી દીધો. અને માં ના છેલ્લા શબ્દો યાદ આવી ગયાં નંદુ હવે મારી પાસે સમય નથી તારાં પાપા ગયાં પછી હું પણ... તારો ખ્યાલ રાખજો.. નંદીની ફરીથી રડી પડી. માં હું મારો શું ખ્યાલ રાખુ ? ખ્યાલ રાખવાજ ઘરે આવી હતી પણ... એનાં રુદનમાં બીજા શબ્દો ધોવાઇ ગયાં.
આમને આમ વડોદરા આવી ગયું ત્યાંથી ટેક્ષીવાળાં ચાણોદ તરફ કાર લીધી. નંદીનીએ કહ્યું હજી કેટલીવાર લાગશે ? પેલાએ કહ્યું બસ કલાકમાં પહોચી જઇશું મેડમ. તમારે વિધી કરાવાની છે જાણીને ચા પીવા પણ ઉભો નથી રહ્યો.
નંદીની ચાણોદ આવવાની રાહ જોતી હતી ત્યાં ફરીથી રીંગ આવી એણે જોયું અનનોન નંબર છે છતાં ઉપાડ્યો તો સામેથી વરુણનાં પાપાનો ફોન હતો. એમણે કહ્યું દીકરી નંદીની તેં આવા સમાચાર પણ ના આપ્યાં ? જાણીને ખૂબ દુઃખ થયું છે. તારે અને વરુણને શું થયું છે ? કે તેં વરુણને પણ ના બોલાવ્યો ? ઘરસંસારમાં ચાલ્યા કરે વાસણ ખખડે પણ આમ આવો જુદારો ના કરાય દીકરા.
એવું લાગે તો અમે લોકો પણ ચાણોદ આવી જઇએ પછી તારે તારાં પપ્પાનાં ઘરે રહેવું હોય તોય વાંધો નથી વરુણ ત્યાં આવી જશે તારો ખ્યાલ રાખશે.
નંદીનીએ કહ્યું વડીલ.. તમારી સલાહ સાંભળી પણ એ પહેલાં વરુણને પૂછજો એણે મારી સાથે શું કર્યું છે ? પછી મારી સાથે વાત કરજો. અને આવા સમયે આવી બધી વાત કરવી યોગ્ય નથી હમણાં તો મારે બધી વિધી કરાવાની છે અને મારે કોઇની જરૂર નથી. માફ કરો. એમ કહીને ફોન કાપી નાંખ્યો.
આમ એ છેવટે ચાણોદ પહોચી ગઇ અને શાસ્ત્રીજીનાં ભત્રીજાને મળીને નદીકિનારે વિધી કરવા માટેની તૈયારી કરી.
શાસ્ત્રીજીનાં ભત્રીજાએ અગાઉથી બધી તૈયારી કરીજ રાખી હતી એ ત્રિવેણી સંગમ પાસે લઇ આવ્યો અને વિધી પૂર્વક શાસ્ત્રોક્ત રીતે સદગતનાં આત્માની શાંતિમાટે ક્રિયાકર્મ ચાલુ કર્યા. બ્રાહ્મણનાં બતાવ્યા પ્રમાણે નંદિની બધી વિધી કરી રહી હતી આમ 2-3 કલાક વિધી ચાલી અને પુર્ણાહુતીમાં ત્રિવેણી સંગમમાં અસ્થિ પધરાવી દીધાં.
બધી વિધી પતાવીને નદીમાં સ્નાન કરી બાજુમાં બાંધેલા મંડપમાં કપડાં બદલી બ્રાહ્મણને નક્કી કરેલી દક્ષિણા આપીને નંદીની એજ ટેક્ષીમાં પાછા ફરવા માટે નીકળી ગઇ વડોદરા આવ્યું એટલે કહ્યું ડ્રાઇવર તમે અહીં જમીલો મારે તો ઉપવાસ છે એમ કહીને ડ્રાઇવરને પૈસા આપ્યા.
ડ્રાઇવર જમીને આવ્યો ત્યાં સુધી નંદીની બધાં ભૂતકાળનાં વિચારોમાં સરી ગઇ હતી. ડ્રાઇવરે આવીને પાછી કાર સ્ટાર્ટ કરી.
નંદીની અત્યાર સુધીની એની જીવન સફર વિચારી રહી કે ક્યાંથી ક્યાં બધુ થઇ ગયું ક્યાં રાજ સાથે કોલેજમાં હતી રીઝલ્ટ આવ્યું રાજને ખૂબ પ્રેમ કર્યો એનો કેટલો બધો પ્રેમ-પામી - પાપાની વિદાય-રાજનું અમેરીકા જવું . લગ્ન થવા માં ને ઘરે રહેવા આવવું. વરુણ સાથે નો ઝગડો... માં નું મૃત્યુ અને એની વિધી કરીને ઘરે જઊં છું ઘરે હવે કોણ ? હું એકલીજ... એની આંખમાં ફરીથી આંસુ ઘસી આવ્યાં.
એ પછી એને ક્યારે નીંદર આવી ગઇ ખબરજ ના પડી. છેક અમદાવાદ ઘરે આવી અને ડ્રાઇવર કહ્યું મેડમ તમારુ ઘર આવી ગયું. નંદીની ઝબકારા સાથે જાગી અને એક નિસાસો નાંખ્યો એણે ભાડાંના પૈસા ચૂકવ્યાં અને ઘરમાં આવી.
એ ઘરમાં આવી સાંજ પડી ગઇ હતી એ વરુણનાં ઘરેથી આવેલી એ કપડાં ભરેલી બેગ-લેપટોપ બેગ બધુ એમજ પડેલું. એને ખૂબજ થાક હતો. એને સૂઇ રહેવું હતું. ત્યાં મોબાઇલમાં રીંગ આવી.... એણે જોયુ એને ફોન કટ કર્યો... ત્યાં....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-34
Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Kinnari

Kinnari 9 months ago

NICE GST

NICE GST 10 months ago