આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-30

(25)
  • 3.7k
  • 2
  • 1.4k

"આસ્તિક" અધ્યાય-30 જરાત્કારુ માંબાબા બંન્ને આસ્તિકની બહાદુરી અને જ્ઞાનભરી સફળ કર્મયાત્રા સાંભળીને ખૂબ આનંદ પામ્યાં. બંન્ને આસ્તિકને આશીર્વાદ આપીને ખૂબ વ્હાલ કરી રહ્યાં. ત્યાંજ આશ્રમની બહાર સંગીત, ઠોલત્રાંસા, મંજીરા અને વીણાનો અવાજ આવ્યો. જરાત્કારુ ભગવને આશ્રર્ય અને આનંદથી આસ્તીકને કહ્યું જો બહાર કોણ મહેમાન છે ? આ મીઠું મધુર અને કર્ણપ્રીય સંગીત ક્યાંથી આવી રહ્યું છે ? આસ્તિકે કહ્યું હાં પિતાજી હું જોઊં છું આસ્તિક આશ્રમમાં પ્રવેશદ્વારે જઇને જુએ છે એ વિભુતીને જોઇને એમનાં પગે પડે છે અને બોલે છે ભગવન મહર્ષિ નારદ પધારો અમારો આશ્રમ પાવન કરો. નારદજીએ કહ્યું ખૂબ ખૂબ આશીર્વાદ વત્સ તું જરાત્કારુ બેલડીનો કુળદીપક, નાગ વંશને બચાવનાર