લવ બાઇટ્સ - પ્રકરણ-63

(123)
  • 6.1k
  • 7
  • 3.4k

લવ બાઇટ્સપ્રકરણ-63 શહેરની મધ્યમાં આવેલો મિથિલા હોલ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવેલો રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી હતી. મિથીલા હોલનાં રાજસ્થાની નક્શી કારીગરીથી સુશોભીત દરવાજાને ફૂલો અને કળીઓથી સજાવવામાં આવેલો. દરવાજાથી અટારી પર શહનાઇ તબલા અને સંગીતનાં વાજિન્દ્રો લઇને એનાં કલાકારો સંગીત પીરસી રહેલાં. દરવાજાની આગળ હાથમાં કળા કારીગરી કરેલાં અત્તરની અત્તરદાનીઓ પકડીને સેવકો અત્તર છાંટી રહેલાં. રેશ્મી અને રંગબેરંગી કપડાં પહેરીને હાથમાં અમૂલ્ય ઘરેણાં અને કાચની બંગડીઓ પહેરીને બધી છોકરીઓ સ્ત્રીઓ એમનાં પતિ સાથે કુટુંબ સાથે આવી રહી હતી મુખ્ય દરવાજે યુવરાજસિહ -વીણાબહેન- મયુરનાં પિતા ભંવરસિહ માતા મીતાદેવી, માણેકસિહજી ભંવરી દેવી રાજમલભાઇસા અને લલિતાદેવી ઉભા હતાં બધાં રજવાડી