રાજકારણની રાણી - ૬૪

(52)
  • 3.9k
  • 1
  • 2.2k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૪જનાર્દનનું મન કલ્પના કર્યા વગર રહી શકતું ન હતું. સુજાતાબેન પાસે અત્યારની સ્થિતિમાં ઘણા વિકલ્પ દેખાતા હતા. ક્યાં તો પક્ષ સામે બળવો કરીને બીજા પક્ષને સમર્થન જાહેર કરવું પડે અથવા રાજીનામું આપવું પડે. જો સત્તા જોઇતી હોય તો દબાણ કરીને કોઇ મોટું ખાતું મેળવવું પડે. સુજાતાબેનનો સ્વભાવ એવો છે કે તે પક્ષ સામે બળવો કરશે નહીં. હા, રાજીનામું આપતા ખચકાશે નહીં. પરંતુ પછી પ્રજાએ આપેલા મતનો દ્રોહ કર્યો કહેવાય. વિપરિત સંજોગોમાં પણ પ્રજાના હિત ખાતર એમણે રાજીનામું આપવું ના જોઇએ. તે શંકરલાલજી પર દબાણ લાવે અને સુજાતાબેનને સારું ખાતું અપાવવા રાજેન્દ્રનાથને ભલામણ કરે એવી