સજન સે જૂઠ મત બોલો - 15

(42)
  • 3.6k
  • 1
  • 1.3k

પ્રકરણ-પંદરમું/૧૫ સમીરના ગુઢાર્થ જેવા સંવાદોને વાગોળે એ પહેલાં સાહિલનો અનપેક્ષિત અને આકસ્મિક આવેલો નહેલે પે દહેલા જેવો મેસેજ વાંચીને સપનાની મતિ મનોમંથનના માર્ગે ચડી ગઈ. એક...બે.. ત્રણ.. કંઇક કેટલીયે વાર સાહિલનો મેસેજ સપના વાંચતી રહી. બે વાત સપનાના શાંત દિમાગને દસ્તક દેતી રહી, એક તો અચાનક આવેલો સાહિલનો મેસેજ અને ખાસ તો મેસેજના મર્મની ગહેરાઈ. આટલી વાત પરથી સપનાના શાતિર દિમાગે એટલો અંદાજ લાગવ્યો કે, સાહિલ માત્ર ઈન્ટેલીજન્ટ નથી પણ કાફી ઈન્ટેલીજન્ટ છે. એક લીટીના સંદેશમાં તેણે ઘણું બધું કહી પણ દીધું અને પૂછી પણ લીધું. બે મિનીટ આંખો બંધ કરીને સપનાએ એવું વિચાર્યું કે, જો હવે હું તેના મેસેજનો એક ઘા ને