અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૪

  • 3.9k
  • 1
  • 1.4k

ભાગ ૧૪આગળના ભાગમાં આપણે જાણ્યું કે,પૂજા જોબ પરથી ઘરે આવી, ઘરમાં એકલી રડી રહેલ મમ્મી પાસેથી મમ્મીનાં રડવાનું સાચું કારણ જાણી, તેના પપ્પા પ્રત્યે ક્રોધિત થઈ પુરેપુરી આવેશમાં આવી ગઈ છે.પરંતુ,હવે આગળ પૂજા કોઈ આડુંઅવળું પગલું ભરે, એ પહેલાજ પૂજાને મમ્મીનો વિચાર આવે છે કે,જો અત્યારે મમ્મીને મારો ગુસ્સો, કે હું જે કરવા જઈ રહી છું, એનો જરા સરખો પણ, શક કે ખ્યાલ આવશે, તો મારી મમ્મી, એ જરાય સહન નહિ કરી શકે, અને ઉપરથી એના દુઃખમાં વધારો થશે.પપ્પાને તો એ ભલે સાથે હતા, છતાં બધું ભૂલીને, કે સમય સાથે સમાધાન કરી, માત્ર અમારી જીંદગી ના બગડે માટે, એ સુખે-દુઃખે જીવે જતી