પ્રત્યક્ષ-પરોક્ષ - ૧

(45)
  • 6.3k
  • 6
  • 2.5k

માનવ ભગવાનનું સુંદર સર્જન. કહે છે માનવ તરીકે જન્મ લેવા માટે ૮૪ લાખ યોનિમાંથી પસાર થવું પડે છે. ભગવાનનાં બનાવેલા સંસારમાં દરેક જીવને ૮૪ લાખ યોનિમાં જન્મ લેવો પડે છે. તમામ યોનિમાં મનુષ્ય યોનિ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. દરેક માનવનો ચહેરો એકબીજાથી જુદો, કોઈનાં નાકનો ઘાટ બીજાનાં નાકનાં જેવો નહીં. આંખ, ગાલ, કાન, હોઠ કોઈની સાથે મળતું ના આવે. અવાજનું તો કહેવું શું, કોઈનો અવાજ પણ બીજા જેવો સાંભળવા ના મળે એવી અજાયબ ભરેલી વાચા આપી છે. દરેકની વિચારવાની શક્તિ અને કામ કરવાની ધગસ જુદી છે. કોઈનો સ્વભાવ સારો તો કોઈની કામ કરવાની આવડત સારી. દરેક માણસ બીજાથી અલગ તરી