મોજીસ્તાન - 53

  • 2.8k
  • 1.3k

ભૂત સાથેની વાત પરથી બાબો સમજી ગયો હતો કે ફોન કરનાર ગામનો જ કોઈ માણસ હોવો જોઈએ. ભાભાની ઉલટતપાસને અંતે હબા પર એને શક ગયો હતો. કદાચ હબાએ જ ભૂત બનીને ભાભાને હેરાન કર્યા હોય.બાબાએ રાત્રે સૂતા સુતા જ હબાની હવા કાઢી નાખવાનો કારસો વિચારી લીધો. બીજે દિવસે સોપારીનો ડૂચો ગલોફામાં ભરીને એ હબાની દુકાને ગયો.હબો એક બે ઘરાકને જોઈતી ચીજો આપવામાં વ્યસ્ત હતો.એટલે બાબો થોડીવાર નગીનદાસના ઓટલે બેઠો.બાબાને જોઈને હબાના મનમાં ભય પ્રસર્યો. જ્યારે જ્યારે એણે બાબા સાથે પંગો લીધો હતો ત્યારે ત્યારે એને માર જ ખાવો પડેલો.આજ એ સવાર સવારમાં નગીનદાસના ઓટલે આવીને બેઠો એટલે એને નવાઈ તો