લોસ્ટ - 25

(31)
  • 3.1k
  • 2
  • 1.7k

પ્રકરણ ૨૫"આધ્વીકાનું બાળક જન્મે ત્યાં સુધી તેને આ બધી પળોજણથી દૂર રાખી શકાશે?" આરાધનાબેનએ નંખાઈ ગયેલા અવાજે પૂછ્યું."હા, એ થઇ શકે." બાબાએ તેમની ઝોળીમાંથી એક તાવીજ કાઢ્યું અને તેના પર અમુક મંત્રોચાર કરીને આધ્વીકાના બાવડે બાંધ્યું.બાબાના ગયા પછી થોડીવારમાં આધ્વીકા ભાનમાં આવી, આધ્વીકા ભાનમાં આવે એ પહેલાંજ બધાએ આધ્વીકાને આ બાબત વિશે કાંઈજ ન જણાવવાનું નક્કી કરી લીધું હતું."તું મને આવી રીતે કેમ જોઈ રહ્યો છે?" આધ્વીકાએ આંખો ખોલતાજ રાહુલને જોયો."તું ઊંઘી હોય ત્યારે કેટલી રૂપાળી લાગે છે." રાહુલએ હસવાનો પ્રયત્ન કર્યો."હું ક્યારે ઊંઘી ગઈ? આ તાવીજ? તાવીજ કેમ બાંધ્યું છે અને ક્યારે બાંધ્યું?" આધ્વીકાએ તાવીજ છોડવાનો પ્રયત્ન કર્યો પણ