મહાન તત્વચિંતક : પ્લેટો ધ ગ્રેટ

  • 5.9k
  • 1.8k

સદીઓ પૂર્વે એથેન્સ એટલે કે આજના ગ્રીસમાં ડાયોનિસીયસ નામનો રાજા શાસન ચલાવતો હતો અને આ ડાયોનિસીયસનો દરબાર પણ ખુબ જ જાહોજલાલી વાળો અને વૈભવશાળી હતો. તેના દરબારમાં શરાબની મહેફીલો થતી અને વૈમનસ્યનું વધારે પડતું વાતાવરણ હતું ને નિંદાના નગારા વાગતા હતા. સૌંદર્યનું શાસન હતું ને રમણીઓની રૂમઝુમ પણ હતી. આવા રાજ-દરબારમાં એક દિવસ એક માનવી જઇ ચડયો અને થોડા જ દિવસોમાં ત્યાંના વાતાવરણથી અકળાઇને ઉઠયો. તેણે ત્યાંનાં રાજા પાસે જવાની વિદાય માંગી. સ્વેચ્છાચારી ડાયોનિસીયસમાં બાકી બીજા પણ ઘણા દોષો હતા. એણે વિદાય આપતા કહ્યું કે તમે ગ્રીસ જઇને ત્યાંની અકાદમીમાં મારા દોષોની ચર્ચા