ડ્રીમ ગર્લ - 27

(15)
  • 3.1k
  • 1
  • 1.5k

ડ્રીમ ગર્લ 27 નિશિધે થોડા સમયમાં બધી જ વ્યવસ્થા કરી દીધી. એક ફૂલ સાઈઝનું કોફીન હોસ્પિટલમાં આવી ગયું હતું. એક ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે અભિજિતની બોડીને કોફીનમાં પાથરેલા પુષ્પો પર મુકવામાં આવી. ઉપર પણ ફૂલ મુકવામાં આવ્યા. અભિજિતના નાક, કાનમાં રૂ ભરાવવામાં આવ્યું હતું. અભિજિતનું મ્હો અને આંખો બંધ હતા. કોઈ તપસ્વીના મ્હોની જેમ એનું મ્હો ચમકતું હતું. કોફીન બંધ કરવામાં આવ્યું અને કોફીન એક મોટી મેટાડોરમાં મુકવામાં આવ્યું. ડો.આયંગર કેટલાક કાગળો લઈ બહાર આવ્યા. " મી.રોહન, આ ડોક્ટરી સર્ટીફીકેટ અને પોલીસનું નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ છે.