પ્રત્યક્ષ-પરોક્ષ - ૫

(41)
  • 5.5k
  • 5
  • 2k

પ્રત્યક્ષ-પરોક્ષ - ૫ડો. હિના દરજીરુહી ઘરે આવ્યા પછી નોર્મલ થવાની કોશિશ કરતી હતી. કેયૂર ઓફિસના કામમાં મન પરોવવાની કોશિશ કરતો હતો. બન્નેના માતાપિતા બને એટલું સંતાનોને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. પૂંજાભાઈ દિવસનો મોટાભાગનો સમય પોતાના રૂમમાં વિતાવતા હતા. જૂના આલ્બમ કાઢી વારંવાર ફોટા જોતાં રહેતા હતા. આખો દિવસ કોઈ વિચારમાં ખોવાયેલા રહેતા. શ્રીધરે ઓફિસ જવાનું શરૂ કર્યુ હતું. શ્રીધર અને ગુંજન વચ્ચે થયેલી વાત પ્રમાણે એ બન્નેને ઓફિસનાં કોઈ કર્મચારી પર શક હતો. શ્રીધરે ઓફિસમાં કામ કરવાનાં બદલે બધાની હિલચાલ અને આદતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ગુંજને રુહી સાથે પહેલાની જેમ વાતો અને મજાક-મસ્તી શરૂ કરી હતી. પરંતુ