કળિયુગની સ્ત્રી - ભાગ 6

(23)
  • 4.4k
  • 2
  • 2.3k

કળિયુગની સ્ત્રી ભાગ-6 બદલો નીના ગુપ્તાએ કેબીનમાંથી બેલ માર્યો. બેલનો અવાજ સાંભળી કોન્સ્ટેબલ મીથીલેસ શર્મા હાથમાં લીધેલું તમાકુ કચરાપેટીમાં નાંખી અને કેબીનમાં દાખલ થયો હતો. નીના ગુપ્તાએ આંખના ઇશારેથી એને ખુરશી પર બેસવા કહ્યું હતું. "મારે ડ્રગ માફીયા J.K. જોડે મીટીંગ કરવી છે. તું J.K.ના કોઇ માણસને ઓળખે છે જેને તું આ મીટીંગ ગોઠવવા માટે કહી શકે અને હા, આ મીટીંગ કરવાનો હેતુ કોઇ પૂછપરછ કરવાનો નથી એ સંદેશો પણ J.K. સુધી પહોંચાડી શકે." નીના ગુપ્તાએ મીથીલેસ શર્માને પૂછ્યું હતું. થોડીવાર માટે મીથીલેસ શર્મા નીના ગુપ્તા સામે જોઇ રહ્યો હતો. નીના ગુપ્તા જેવી ઇમાનદાર પોલીસ અધિકારી J.K. જેવા ડ્રગ