એક પૂનમની રાત - પ્રકરણ-58

(126)
  • 8.3k
  • 4
  • 4.8k

એક પૂનમની રાત પ્રકરણ-58 સિધ્ધાર્થ સાથે વાત કરી એમની સૂચનાઓ સાંભળીને દેવાંશ અને અનિકેત બંન્ને બહાર નીકળ્યાં. ત્યાં બંન્ને જણાએ મગન ચા વાળાની કીટલીએ જે જોયું એ જોઇને બંન્ને જણાં ચમક્યાં. ત્યાં કાર્તિક, ભેરોસિંહ ચા પી રહેલા અને એમની સાથે કોઇ બુરખાવાળી છોકરી ઉભી હતી આખા શરીરે અને ચહેરાં પર બુરખો ઓઢેલો હતો. દેવાંશ અને અનિકેત તરત પાછા પોલીસ સ્ટેશનની અંદર સિધ્ધાર્થની કેબીન તરફ દોડયાં. અને સિધ્ધાર્થ અંકલને કહ્યું સર અત્યારે મગન કીટલીવાળાને ત્યાં કાર્તિક ભેરોસિંહ અને કોઇ મુસ્લીમ સ્ત્રી આખો બુરખો પહેરીને ઉભી છે એ લોકો કંઇક વાતો કરી રહ્યાં છે. સિધ્ધાર્થ ખુરશીપરથી ઉભો થઇ ગયો અને બોલ્યો ચાલો ત્યાં