Ek Pooonamni Raat - 58 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-58

એક પૂનમની રાત
પ્રકરણ-58
સિધ્ધાર્થ સાથે વાત કરી એમની સૂચનાઓ સાંભળીને દેવાંશ અને અનિકેત બંન્ને બહાર નીકળ્યાં. ત્યાં બંન્ને જણાએ મગન ચા વાળાની કીટલીએ જે જોયું એ જોઇને બંન્ને જણાં ચમક્યાં. ત્યાં કાર્તિક, ભેરોસિંહ ચા પી રહેલા અને એમની સાથે કોઇ બુરખાવાળી છોકરી ઉભી હતી આખા શરીરે અને ચહેરાં પર બુરખો ઓઢેલો હતો.
દેવાંશ અને અનિકેત તરત પાછા પોલીસ સ્ટેશનની અંદર સિધ્ધાર્થની કેબીન તરફ દોડયાં. અને સિધ્ધાર્થ અંકલને કહ્યું સર અત્યારે મગન કીટલીવાળાને ત્યાં કાર્તિક ભેરોસિંહ અને કોઇ મુસ્લીમ સ્ત્રી આખો બુરખો પહેરીને ઉભી છે એ લોકો કંઇક વાતો કરી રહ્યાં છે.
સિધ્ધાર્થ ખુરશીપરથી ઉભો થઇ ગયો અને બોલ્યો ચાલો ત્યાં જઇએ કોણ છે તપાસ કરીએ. ત્રણે જણાં બહાર આવ્યાં. અને જોયું તો ત્યાં કોઇ નહોતું સિધ્ધાર્થે દેવાંશને પૂછ્યું અહીં તો કોઇ નથી. દેવાંશે કહ્યું અરે અમે બંન્ને એ જોયુ હતું ત્રણેય ઉભાં હતાં. દેવાંશ કીટલી તરફ ધસી ગયો ત્યાં મગન નહોતો એનો ચા આપવા વાળો છોકરો હતો. દેવાંશે પૂછ્યું હમણાં અહીં ત્રણ જણાં ચા પીતાં હતાં ક્યાં ગયાં ?
પેલાં ટાબરીયાએ કહ્યું એ લોકો તો જતાં રહ્યાં અને મગનકાકા ચા આપવા અંદર ગયા છે. દેવાંશે પૂછ્યું ક્યાં ગયાં ? કઇ તરફ ? પેલા છોકરાએ કહ્યું અહીં એક રીક્ષા ઉભી હતી એમાં બેસીને જતાં રહ્યા મને ખબર નથી કઇ તરફ ગયાં.
દેવાંશે સિધ્ધાર્થે સામે જોયું સિધ્ધાર્થે કહ્યું કંઇ નહીં હવે કોઇ અર્થ નથી તમે લોકો જાવ હું તપાસ કરીશ પણ આ કાર્તિક અને ભેરોસિંહને બોલાવવા પડશે.
દેવાંશે કહ્યું ભલે અમે જઇએ. સિધ્ધાર્થ અંદર પોલીસ સ્ટેનમાં પાછો ગયો. દેવાંશ અને અનિકેતે નક્કી કર્યું કે એ લોકો આગળ જઇને ઉભા રહે. અને સિધ્ધાર્થે જીપ લીધી અને અનિકેતે બાઇક બંન્ને જણાં સ્ટાર્ટ કરીને નીકળ્યાં અને 3-4 કિમી આગળ જઇને ઉભા રહ્યાં. દેવાંશે જીપમાંથી ઉતરીને અનિકેત પાસે આવ્યો અને કીધું યાર આ બધું શું ચાલી રહ્યું છે એ લોકો પોલીસ સ્ટેશન શા માટે આવેલા ? કંઇ નહીં પણ મારે પૂછવું હતું કે તારાં ઘરે આઇબાબાને વાત કરી હતી ?અંકિતા અંગે શું કીધુ ?
અનિકેતે કહ્યું આઇબાબા માની ગયાં છે એ લોકો તૈયાર છે એને અંકિતાને પૂછવાનું છે એનાં પાપા રાજી હોય તો શાંતિ પછી કોઇ અડચણ નથી. દેવાંશે કહ્યું સવારથી દોડધામમાં મેં વ્યોમાને ફોન પણ નથી કર્યો એ પણ પૂછવાની હતી ઘરે હવે બપોર થઇ ગઇ છે હું ફોન કરી પૂછી લઊં એમ કહી એણે વ્યોમાને ફોન કર્યો.
સામેથી વ્યોમાએ કહ્યું દેવું તું ખરો છે સવારે ફોન પણ ના કર્યો મને થયું તું પોલીસ સ્ટેશન જવાનો હતો બીઝી હતો એટલે મેં પણ ના કર્યો. પણ સાંભળી લે મારી ખુશ ખબરી... મંમી પપ્પાએ હા પાડી છે આઇ એમ સો ગ્લેડ હવે તું કાયદેસર મારો અને હું તારી થઇ જવાની કોન્ગ્રેચ્યુલેશન માય ડાર્લીગ.
દેવાંશે ખુશ થઇ ગયો એનો ચહેરો ખીલી ઉઠ્યો. એણે કહ્યું સેઇમ ટુ યુ સ્વીટુ આઇ એમ સો હેપી વ્યોમાએ કહ્યું એય તું અત્યારે લેવા આવવાનો હતો હું તો ક્યારની રાહ જોઉ છું કાલથી નવરાત્રી ચાલુ થાય છે એનો પ્રોગ્રામ નક્કી નથી કરવાનો તારુ પોલીસ સ્ટેશન કામ પતી ગયું ? ઓલ વેલ ?
દેવાંશે કહ્યું હાં ઓલ વેલ પણ તને રૂબરૂ મળીને બધી વાત કરુ છું એક મીનીટ અનિકેત મારી સાથેજ છે એવું કરીયે છીએ પહેલાં અનિકેતનાં ઘરે જઇએ છીએ પછી અંકિતા આવે તો એને સાથે લઇનેજ તારાં ઘરે અમે બધાં આવીએ છીએ પછી બધુ નક્કી કરીએ ચલ રૂબરૂ મળીએ ફોન મુકુ કહીને ફોન બંધ કર્યો.
અનિકેત આર્શ્ચથી દેવાંશને સાંભળી રહેલો એનાં ચહેરા પર નવાઇનાં ભાવ હતાં કે દેવાંશ શું નક્કી કરી રહ્યો છે.
અનિકેતે કહ્યું મારાં ઘરે ? અંકિતાને લઇને વ્યોમાનાં ઘરે ? શું વાત છે તે મ નોમન શું નક્કી કરી નાંખ્યું ?
દેવાંશે કહ્યું સમજાવું છું અહીંથી તારાં ઘરે જઇએ.
તું તારી બાઇક ત્યાં મૂકી દે.. પછી મારી જીપમાંજ બધે જઇએ પહેલાં અંકિતાને ફોન કરીને પૂછી લે કે આવશે એ ? અને મારાં મનમાં બીજા વિચાર છે એ પછી કહું છું પહેલાં એને ફોન કર. અનિકેતે કહ્યું ઓકે અને એણે અંકિતાને ફોન કર્યો અમે વાતો કરી રહેલો. દેવાંશે કોઇને ફોન લગાવ્યો એ પણ વાતો કરી રહેલો.
બંન્ને જણનાં ફોન પુરા થયાં અને દેવાંશે પૂછ્યું કે શું કીધું અંકિતાએ ? અનિકેતે કહ્યું હાં એ તૈયારજ થાય છે એને લેવા એનાં ઘરે જવું પડશે. પહેલા આપણે મારાં ઘરે જઇએ. દેવાંશે કહ્યું ચલ પછી બીજી વાત કરુ છું અને અનિકેતે બાઇક સ્ટાર્ટ કરી અને દેવાંશ એને ફોલો કરી રહેલો.
થોડાં સમયમાં અનિકેતનું ઘર આવી ગયું દેવાંશે પણ જીપ પાર્ક કરી નીચે ઉતર્યા અને અનિકેતની સાથે એનાં ઘરમાં પ્રવેશ્યો. એની આઇ એકલા હતાં અને દેવાંશે નમસ્કાર કર્યા. એની આઇએ કહ્યું આવઆવ તું દેવું કાય ? દેવાંશે કહ્યું હાં આઇ.. અને અનિકેતે કહ્યું માં એની સાથે. ગુજરાતીમાં વાત કર એ મરાઠી નથી.
એની આઇએ કહ્યું પણ તમારે પ્રોજેક્ટ પર નથી જવાનું હજી અહીં ફરો છો? દેવાંશે કહ્યું અમે અનિકેતની બાઇક મૂકવા આવ્યાં છીએ હવે મારી જીપમાં જઇશું અને આંટી પ્રોજેક્ટ પર બે દિવસ પછી જવાનું છે અમારે બીજા પણ કામ છે.
એની આઇએ કહ્યું દેવું. અનિકેત એની ફ્રેન્ડ અંકિતા સાથે લગ્ન કરવા માંગે છે પણ એનાં આઇબાબને પૂછવું પડશે મળવું પડશે પછી આગળ વાત ચાલશે બધું એકદમજ એણે નક્કી કરી લીધું કંઇ નહીં તમે તમારાં કામે જાવ શાંતિથી વાત કરશું. એનાં બાબા પણ તૈયાર છે એ કહે છે અનિકેતે નક્કી કર્યું છે સારુંજ હશે એમને અનિકેત પર બહુ વિશ્વાસ છે. એની બહેન અંકોલા રહે છે એને પણ જાણ પછી કરી દઇશું.
દેવાંશ અનિકેત સામે હસીને જોઇ રહ્યો. અનિકેતે કહ્યું આઇ તું તો મારાં ફ્રેન્ડ સાથે આવ્યો એવો આવી વાતો કરવા લાગી અમે જઇએ છીએ મોડું થાય તો ચિંતા ના કરીશ. આઇ કહે એમાં શું થઇ ગયું ? તું તો કહે છે દેવાંશ તારો ખાસ મિત્ર છે એટલે મેં વાત કરી કંઇ નહીં જાવ તમે લોકો અને વેળાસર આવી જજો.
હાં આઇ ચિંતા ના કર એમ કહી બંન્ને જણાં ઘરેથી નીકળ્યાં. બંન્ને જીપમાં બેઠાં અને દેવાંશે કહ્યું તારી આઇનો સ્વભાવ બહુ સારો છે સાચુ કહુ મને તમારાં લોકોની ભાષા અને કલ્ચર ખૂબ ગમે છે. આઇ લવ ઇટ મને મરાઠી શીખવાની ખૂબ ઇચ્છા છે.
અનિકેતે હસતાં હસતાં કહ્યું ચલ શીખવાડી દઇશ અને બંન્ને અંકિતાનાં ઘરે જવા નીકળ્યા. રસ્તાંમાં અનિકેતે કહ્યું દેવાંશ મને લાગે છે અંકિતાનાં ફાધર ને એકલાને આપણે મળવું જોઇએ. અંકિતાને પૂછી લઇશું શું કરવું ?
દેવાંશ કહે ભલે પણ તું મને રસ્તો બતાવ એ પ્રમાણે જીપ ચલાવુ અનિકેતે કહ્યું બસ આગળથી રાઇટ લઇલે પછી એનું ઘર આવી જશે મોટો ગેટ છે ત્યાં ઉભી રાખજે હું ફોન કરી એને બહાર બોલાવી લઇશ.
દેવાંશે બતાવ્યા પ્રમાણે જીપ લીધી અને મોટાં ગેટની બહાર સાઇડમાં આગળ જીપ ઉભી રાખી અને બોલ્યો એનાં પાપા સારુ કમાતાં લાગે છે મસ્ત બંગલો પાર્ટી જોરદાર લાગે છે. શું કરે છે ? એનાં પાપા ?
અનિકેતે કહ્યું હાં ખૂબ ધનિક છે પણ ઘરમાં શાંતિ નથી અંકિતાનાં મધરનાં અવસાનનાં બે વર્ષમાં બીજા લગ્ન કર્યા છે. એ લોકો ખૂબ લેવીશલી જીવે છે એનાં પાપા રોડ કોન્ટ્ર્રાક્ટર છે. ઘણું સારું કમાય છે એમની ઓફીસ ચકલી સર્કલ પાસે છે. પણ સ્વભાવનાં સારાં છે. હું હવે અંકિતાને ફોન કરું એ બહાર આવી જાય.
અનિકેતે ફોન કર્યો એવું અંકિતા બોલી તૈયારજ છું આવુ છું અંદર નથી આવવું ? અનિકેતે ના પછી વાત હમણાં વ્યોમાને ત્યાં જવાનું છે. આવીજા રૂબરૂ વાત કરીએ.
અંકિતા થોડીવારમાં ગેટ ખોલીને આવી અને એને અનિકેત જોઇજ રહ્યો. એ આવી અને પાછળ બેસી ગઇ એણે કહ્યું શું વાત છે ? બંન્ને જણા લેવા આવ્યા ? અનિકેતે કહ્યું તને ભગાડી જવા આવ્યા છીએ...
વધુ આવતા અંકે - પ્રકરણ - 59