એક પૂનમની રાત - પ્રકરણ-59

(126)
  • 6.8k
  • 4
  • 4.6k

એક પૂનમની રાત પ્રકરણ-59 દેવાંશ અને અનિકેતનાં ગયાં પછી સિધ્ધાર્થ એની જગ્યાએ આવી ફાઇલો જોવા લાગ્યો એમાં સૌ પહેલાં રામુનાં પોસ્ટમોર્ટમની ફાઇલ લીધી એમાં એણે રીપાર્ટ ઝીણવટથી જોયો એમાં સ્પષ્ટ લખેલું હતુ કે આ લાશ બળી પહેલાં એનાં ગળાને દબાવીને ઘોંટાળી ઘોંટાળીને મારી નાંખ્યો છે એણે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો એનાં હાથની આંગળીઓનાં નખમાં હુમલાખોરનાં વાળ અને ચામડી ભરાયેલાં મળ્યાં છે અને એ વાળ તથા ચામડીનાં સેમ્પલ અલગથી સાચવી રાખવામાં આવ્યાં છે. મારી નાંખ્યા પછી લાશનો નિકાલ કરવા એને બાળવાનો પ્રયત્ન થયો. એમાં લાશ પુરેપૂરી બળી ના શકી એનાં હાથ - પેટનો ભાગ અને જાંઘનો ભાગ અર્ધ બળેલા અથવા બળી