Ek Pooonamni Raat - 59 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-59

એક પૂનમની રાત
પ્રકરણ-59
દેવાંશ અને અનિકેતનાં ગયાં પછી સિધ્ધાર્થ એની જગ્યાએ આવી ફાઇલો જોવા લાગ્યો એમાં સૌ પહેલાં રામુનાં પોસ્ટમોર્ટમની ફાઇલ લીધી એમાં એણે રીપાર્ટ ઝીણવટથી જોયો એમાં સ્પષ્ટ લખેલું હતુ કે આ લાશ બળી પહેલાં એનાં ગળાને દબાવીને ઘોંટાળી ઘોંટાળીને મારી નાંખ્યો છે એણે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો એનાં હાથની આંગળીઓનાં નખમાં હુમલાખોરનાં વાળ અને ચામડી ભરાયેલાં મળ્યાં છે અને એ વાળ તથા ચામડીનાં સેમ્પલ અલગથી સાચવી રાખવામાં આવ્યાં છે. મારી નાંખ્યા પછી લાશનો નિકાલ કરવા એને બાળવાનો પ્રયત્ન થયો. એમાં લાશ પુરેપૂરી બળી ના શકી એનાં હાથ - પેટનો ભાગ અને જાંઘનો ભાગ અર્ધ બળેલા અથવા બળી શક્યા નથી. લાશને સંપૂર્ણ બાળવા નિષ્ફળ ગયાં છે.
સિધ્ધાર્થને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં રસ પડ્યો અને એણે ફાઇલમાંથી નંબર જોઇને ફોરેન્સીક લેબમાં ફોન કર્યો અને અધિકારી સાથે વાત કરીને કહ્યું હું સિધ્ધાર્થ વડોદરા જીલ્લા અને શહેર પોલીસ સ્ટેશનથી વાત કરુ છું તમે જે રામુ જે ભાવનસિંહ ચૌહાણનો ઘરઘાટી અલકાપુરી વડોદરા એનાં હાથની આંગળીઓમાંથી મળી આવેલાં વાળ અને ચામડીનાં સ્પેસીમેન્ટની તપાસ કરી છે ? હું તમને શંકાશીલ વ્યક્તિઓનાં સ્પેસિમેન્ટ મોકલી આપું છું તો તમે એને સરખાવીને મને સ્પષ્ટ રીપોર્ટ આપી શકો ?
ઓકે સર.. થેંક્યુ હું આપને એ સ્પેસીમેન્ટ મોકલી આપવાની વ્યવસ્થા કરુ છું એમ કહી સિધ્ધાર્થ ફોન મૂક્યો.
સિધ્ધાર્થે ફાઇલ બાજુમાં મૂકીને કાળુભાને અંદર બોલાવ્યા અને કહ્યું કાળુભા મને ચાર પાંચ જણાનાં વાળનાં સ્પેસીમેન્ટ જરૂરી છે એ મને ગમે તે રીતે મેળવી આપો તો એક કોયડો ઉકેલી શકાય.
કાળુભાએ કહ્યું ઓકે સર કોણ છે એ વ્યક્તિઓ સિધ્ધાર્થે કહ્યું 5-6 જણાં છે એમાં બે જણાનાં તો હું જાતે માંગી લઇશ દેવાંશ અને અનિકેતનાં તમે મને કાર્તિક, ભેરોસિંહ, મિલીંદનો બનેવી અભિષેક, અને લાઇબ્રેરીયન તપન. કાળુભા તપનનું નામ સાંભળીને આર્શ્ચયમાં પડી ગયો. સિધ્ધાર્થે કહ્યું એમાં આર્શ્ચય પામવા જેવું કંઇ નથી હું કહુ છું એમ કરો મનમાં કોઇ વ્હેમ હોય તો નીકળી જવો જોઇએ. આપણે પોલીસવાળા છીએ આપણે કોઇપણ ઉપર વ્હેમ કરી તપાસ કરવી જોઇએ પછી એ બાપ હોય કે પુત્ર કે પ્રેમી-પ્રેમીકા કોણ ક્યારે શું ભાગ ભજવી જાય ખબર ના પડે. પહેલીવારમાં આટલાનાં સેમ્પલ એકઠા કરી મને આપો પછી આગળ વિચારીશું.
એ પછી સિધ્ધાર્થે બીજી ફાઇલ ઉપાડી એમાં વંદનાનાં હાથરૂમાલ પર મળેલાં લોહીનાં છાંટા ડાઘ એ લોહી કોનું હતું ? એનો રીપોર્ટ જોઇને સિધ્ધાર્થની આંખો ફાટીને ફાટી રહી ગઇ. એમાં સ્પષ્ટ રીપોર્ટ હતો કે એ લોહીનાં છાંટામાં બે જણનું લોહી છે એક મિલીંદનું અને બીજુ વંદનાનું અને ત્રીજીં કોઇ બીજાનું છે જેનું સેમ્પલ નથી લેવાયું આ રીપોર્ટ જોઇને સિધ્ધાર્થ ઊંડા વિચારમાં પડી ગયો.
સિધ્ધાર્થે મીલીંદના પોસ્ટમોર્ટમની ફાઇલ કાઢી એમાં રહેલા રીપોર્ટ ખૂબ ચોક્સાઇથી વાંચી રહેલો અને એક એક એનાલીસીસ એનો રીવ્યું વાંચી રહેલો ત્યાં કાળુભાએ ટકોરો મારી અંદર પ્રવેશ્યો અને કહ્યું સર મેં કાર્તિક-ભેરોસિંહને અહીં બોલાવી લીધાં છે. દેવાંશ અને અનિકેતને કાલે બોલાવી લઇશ અને અભિષેકનો વાળનું સેમ્પલ લેવાં રૂબરૂ જઇ આવું કે અહીં બોલાવી લઊં ?
કાળુભાને સાંભળીને સિધ્ધાર્થ વિચારમાં પડી ગયો એણે કહ્યું હાં મને યાદ આવ્યું મીલીંદનાં પાપા 6 વાગે મને મળવા અહીં આવી રહ્યાં છે તું એજ સમયે એમનાં ઘરે જઇ અભિષેકનાં વાળનું સેમ્પલ લઇ આવજે એનાં પાપાનો આવવાનો સમય થઇ ગયો છે તેઓ ગમે ત્યારે અહીં આવી ચઢશે.
કાળુભાએ કહ્યું ભલે સર ભેરોસિંહ અને કાર્તિકનાં વાળનાં સેમ્પલ લઇ લઊં છું સિધ્ધાર્થે કંઇક વિચારીને કહ્યું કાળુભા એક કામ કરો તમે સીટી હોસ્પીટલ ફોન કરીને કહી દો કે બે વ્યક્તિનાં લોહીનાં સેમ્પલ લેવાનાં છે તેઓ આવી જાય તમે કાર્તિક-અભિષેકનાં લોહીનાં સેમ્પલ પણ સાથે સાથે લઇ લો. કાળુભા નવાઇથી સર સામે જોઇ રહ્યાં. સિધ્ધાર્થે કહ્યું. આમ નવાઇ પામવા જેવું કંઇ નથી આબંન્ને જણાનાં લોહીનાં સેમ્પલ ગમે ત્યારે કામ લાગશે કારણકે ક્યાંય જઇને કંઈ કરીને પણ આવ્યાં પછી એ લોકો કંઇ પણ કરી શકે. કાળુભા લગ્નનો ઉલ્લેખ કંઇ સમજયા નહીં એમણે કહ્યું ઓકે સર તમારી સૂચના પ્રમાણે હોસ્પીટલ ફોન કરીને જણાવી દઊં છું.
સિધ્ધાર્થે ચોથી ફાઇલ કાઢી ગોત્રી રોડથી આવતા દેવાંશની જીપમાંથી ઉતરેલો માણસ એનું મૃત્યુંનું કારણ જાણવાનું હતું એણે એનો રીપોર્ટ જોયો અને એમાં લખેલુ કે કોઇ માનસિક આધાતે હૃદયરોગનો હુમલો આવ્યો હોય એવું લાગે છે પણ હૃદય ખૂબ તંદુરસ્ત હતું છતાં આગળ કોઇ રીપોર્ટ નહોતો.
બધી ફાઇલો જોઇને સિધ્ધાર્થ વિચાર કરી રહ્યો અને આગળ કામની અને તપાસની ગોઠવણી કેવી રીતે ગોઠવવી એ બધી લીંક જોડી રહ્યો અને વિચાર્યુ કે આમાં અઘોરીજીની મદદ કેવી રીતે લેવી ?
ત્યાં બાબુ પટાવાળો સિધ્ધાર્થની કેબીનમાં આવ્યો અને બોલ્યો સર તમને કોઇ મળવા આવ્યું છે મોકલું ? સિધ્ધાર્થે કહ્યું કોણ છે ? તો બાબુએ હાથમાં રહેલુ વીઝીટીંગ કાર્ડ સિધ્ધાર્થને આપ્યું સિધ્ધાર્થે કાર્ડ હાથમાં લઇ જોઇને કહ્યું મોકલ એમને અંદર અમે હાં બે ચાનો ઓર્ડર આપજે.
બાબુ ઓકે સર કહીને નીકળી ગયો. અને મીલીંદનાં પાપા ભવાનસિંહ ચૌહાણ સિધ્ધાર્થની કેબીનમાં આવ્યાં સિધ્ધાર્થે અંદર આવવા કહ્યું અને સામે બેસવા ખરુશી બતાવી. ભવાનસિંહ એકદમ શાંતચિતે અંદર આવીને ખુરશી પર બેઠાં. અને સિધ્ધાર્થની સામે જોવા લાગ્યાં.
સિધ્ધાર્થે કહ્યું બોલો સર તમારી શું સેવા કરી શકું ? ભવાનસિંહે કહ્યું સર ઘણાં સમયથી મારાં દીકરાનો સ્યુસાઇટનો કેસ તમારી પાસે છે એનું નિવારણ લાવી આપો અને એનાં મૃત્યુ પછી પણ ઘણી મુશ્કેલીમાં છીએ.
સિધ્ધાર્થે કહ્યું તમારાં દીકરાનાં મર્ડરની તપાસ ચાલુજ છે. અને ગમે ત્યારે એનો ઉકેલ આવી જશે રહસ્ય ઉકેલી જશે તમે નિશ્ચિંત રહો.
ભવાનસિંહ કહ્યું મર્ડર ? મારાં દીકરાનું મર્ડર કોણ કરે ? આતો સ્યુસાઇડનો કે એક્સીડેન્ટલ ડેથનો કેસ નથી ? અને મર્ડરનો કેસ હોય તો કોણ છે ખૂની ? એને પકડીને સખ્તથી સખ્ત સજા આપો.. એમ કહીને ચૂપ થઇ ગયાં.
સિધ્ધાર્થે કહ્યું સર તમારો દીકરો નેચરલ ડેથ કે આત્મહત્યાથી નથી મર્યો એનું મર્ડરજ થયું છે અને અમે એ દિશામાં તપાસ આગળ વધારી રહ્યાં છીએ.
ભવાનસિંહનાં ચહેરાનાં હાવભાવ બદલાયા એમનાં ચહેરા પર ચિંતાની લકીર આવી પણ સિધ્ધાર્થ એકી નજરે ભવાનસિહ તરફ જોઇ રહેલો.
ભાવનસિંહ કહ્યું સર અમારે ત્યાંથી આ કેમેરા લાવ્યા છો એ એનુ કામ પતી ગયું હોય તો અમને પરત આપશો હું એ લેવા પણ આવ્યો છું અને મારાં દીકરાનાં અપમૃત્યુની તપાસ કેટલે પહોંચી એ પણ જાણવા માંગુ છું.
સિધ્ધાર્થે કહ્યું બધીજ તપાસ તેજગતિથી ચાલી રહી છે અને ક્યાંય ખોટાં સમાધાન નથી કરવાનાં એ કેસની તપાસને લાંબો સમય રહેવા દેવાનાં દ્વારા અમને ઘણી બધી વસ્તુઓની માહિતીઓની જાણકારી મળી ચૂકી છે હવે અમે એનાં ઉપર પગલા લેવા શરૂ કરીશું કાલથી નવરાત્રી ચાલુ થાય છે એટલે એનાં બદોબસ્તમાં પણ અમારી નજર છે. તમારાં અલકાપુરી વિસ્તારમાં ગરબા ખૂબ સારાં થાય છે વાત સાચી છે ને ?
ભવાનસિંહે કહ્યું સાચી વાત છે સર હું હજી અહી ત્રણ દિવસ છું ત્યાં સુધીમાં કંઇક પુરાવા કે કડી મળે તો મને જણાવશો ખાસ તો મારાં દીકરાનાં કાતિલની મને તલાશ છે કોણે મારી સાથે આવો અન્યાય કર્યો છે એ જાણવું છે સર તમે ચોક્કસ ગંભીરતાથી આ કેસ હાથ પર લેજો પ્લીઝ હું એની રાહ જોઇ રહ્યો છું.
સિધ્ધાર્થે કહ્યું આપ નિશ્ચિંત રહો અમે તમને કોઇ ફરિયાદનો મોકો નહીં આપીએ બાય ધ વે તમે મુંબઇ એકલા રહો છો ?.....
વધુ આવતા અંકે - પ્રકરણ - 60