યયાતિ

(14)
  • 5.2k
  • 1.7k

“આપણી કંપની પીઆર્ય એક નવી કંપનીને ટેક ઓવર કરી રહી છે, જે એડવાન્સ રીસર્ચ કરે છે. આ વર્ષમાં આપણી કંપનીએ પાછલાં વર્ષ કરતાં પચાસ ટકા વધુ પ્રોફિટ કર્યો છે અને હું તે માટે દરેક શેર ઉપર પાંચ ટકા ડીવીડન્ડ જાહેર કરું છું.” પૃથ્વીરાજ આર્યની આ જાહેરાત સાથે જ સભામાં તાળીઓનો ગડગડાટ થઇ ગયો. પૃથ્વીરાજ આર્યના પિતાએ શરુ કરેલી પી.આર્ય લીમીટેડની આ વાર્ષિક સાધારણ સભા હતી. પંચાવનની ઉંમરે પહોંચેલા પૃથ્વીરાજ કોઈ યુવાનને શરમાવે એટલા યુવાન હતા. ન તો તેમના વાળ સફેદ થયા હતા ન તો ચામડી પર એકેય કરચલી! તેમની આંખો પણ એટલી જ સક્ષમ હતી. પત્રકારો માટે આ વધુ