Takshshila in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - પ્રસ્તાવના

Featured Books
  • Shadows Of Love - 18

    टूटते मंदिर के धुएँ और राख से घिरी घाटी में जब करन और अनाया...

  • तेरे मेरे दरमियान - 42

    दुसरा बदमास कहता है --->" अरे मेरी जान , इतनी खुबसूरती का क्...

  • और एक बार की सनक

       अपनी असफलता के लिए सिर्फ भाग्य को कोसते-कोसते, वह अपने आप...

  • BTS Femily Forever - 11

    Next Ep,,,  Jimin घबरा कर हड़बड़ाते हुए "ह,न,,नहीं नहीं मै त...

  • सुख की कामना

    सुख की कामना लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्दों की कहानी)...

Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - પ્રસ્તાવના

હેલ્લો મિત્રો , મારું નામ છે અનિકેત ટાંક અને હું અત્યારે સુરતમાં રહુ છું. આ મારી પેહલા નવલકથા છે એટલે કદાચ શબ્દો કદાચ આડાઅવળા થઈ શકે છે એના માટે હું અત્યારથી માફી માંગુ છું.

આ કથામાં આવતા પાત્રો મેં થોડાક ઇતિહાસ અને થોડાક વર્તમાન માંથી લીધેલા છે અને તે પાત્રોનો ઉપયોગ કરીને મેં એક કાલ્પનિક કથાનું સર્જન કરવાનો પ્રયત્ન કર્યો છે જેને વર્તમાનમાં રહેલા પાત્રો સાથે કોઈ સબંધ નથી .

હવે થોડીક નવલકથા વિશે વાત કરીએ , આ કથા છે એક જ્ઞાન નગરી ની જેને ઇતિહાસમાંથી ભૂંસવાની કોશિશ કરવામાં આવી હતી પણ જ્ઞાન ક્યારેય મરતું નથી એ હંમેશા એનો ઉત્તરાધિકારી શોધી જ લે છે. આ કથા છે એ વિનાશની જેને ભારત વર્ષનું ભવિષ્ય પણ બદલી નાખ્યું હતું. ભારતની આ વેશ્વિક ધરોહર ઇતિહાસના પાનાંમાં અમર થઈ ગઇ છે . હું વાત કરું છું વિશ્વની પ્રથમ જ્ઞાન નગરી અને જ્યાં પ્રથમ યુનિવર્સિટી ની પણ સ્થાપના થઈ હતી - તક્ષશિલા

તક્ષશિલાનો આસપાસનો વિસ્તાર નવપાષાણ યુગમાં વસેલો છે. તેના કેટલાંક ખંડેર ઇ.સ.પૂ. ૩૩૬૦ સુધીના માલૂમ પડે છે.તેની સૌથી પુરાણી વસાહત હથિયાલ ઇ.સ.પૂ. ૧૦૦૦ની આસપાસ સ્થાપિત કરવામાં આવી હતી.માટીના ઘડાઓના પુરાત્તાત્વિક પુરાવાઓ ઇ.સ.પૂ. ૯૦૦ની આસપાસ તક્ષશિલાના વ્યાપારીક સંબંધ પુષ્પકલાવતી નગર સાથે હોવાનું પૂરવાર કરે છે.

તક્ષશિલાની સ્થાપના પ્રાચીન ગ્રાંટ ટ્રંક રોડ સાથેના રણનૈતિક સ્થાને કરવામાં આવી હતી. તે મૌર્ય સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રને પેશાવર તથા પુષ્પકલાવતી સાથે જોડતા માર્ગ પર સ્થિત હતું જે આગળ મધ્ય એશિયા, બસ્ટ્રીયા અને કપિસા શહેરને જોડતું હતું. આ પ્રકારે તક્ષશિલા જુદા જુદા સમયે જુદા જુદા શાસકોના નિયંત્રણમાં રહ્યું છે.

વૈદિક ગ્રંથ શતપથ બ્રાહ્મણ અનુસાર વૈદિક દાર્શનિક ઉદ્દાલક આરુણીએ ગાંધાર ક્ષેત્રની મુલાકાત લીધી હતી. બૌદ્ધિક જાતક કથાઓ અનુસાર આરુણી અને તેના પુત્ર શ્વેતકેતુએ તક્ષશિલા શહેરમાં શિક્ષા-અભ્યાસ કર્યો હતો. તક્ષશીલાનો પ્રાચીનતમ ઉલ્લેખ પાણિનીના વ્યાકરણ ગ્રંથ અસ્તાધ્યયીમાં જોવા મળે છે.

હિંદુ મહાકાવ્ય મહાભારત વ્યાસ ઋષિના શિષ્ય વૈશંપાય અને જનમેજય વચ્ચેનો વાર્તાલાપ છે. પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે કે, પરિક્ષિત રાજાના વંશજ જનમેજયના નાગયજ્ઞ દરમિયાન મહાભારતની કથા સૌપ્રથમ વાર તક્ષશિલામાં જ વૈશંપાય દ્વારા કરવામાં આવી હતી.

રામાયણમાં તક્ષશિલાનો એક સમૃદ્ધ નગર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે રામના અનુજ ભરત દ્વારા આ નગરની સ્થાપના કરવામાં આવી હતી. ભરતે આ સ્થળની નજીક જ અન્ય એક નગર પુષ્પકલાવતીની સ્થાપના કરી તેના બન્ને પુત્રો તક્ષ અને પુષ્કરને તેના શાસકો તરીકે નિયુક્ત કર્યા હતા.

બૌદ્ધ જાતક કથાઓ અનુસાર તક્ષશિલા ગાંધાર દેશની રાજધાની અને શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર હતું.
જૈન પરંપરા અનુસાર પ્રથમ તીર્થંકર ઋષભ દેવે લાખો વર્ષો પૂર્વે તક્ષશિલાની મુલાકાત લીધી હતી.

અંગ્રેજોના શાસન દરમિયાન ૧૯મી સદીના મધ્યમાં બ્રિટનના આર્ક્યોલોજિસ્ટ લોર્ડ કનીંગહામ (જેને ભારતીય પુરાતત્ત્વ સંસ્થા આર્ક્યોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી ) દ્વારા એની શોધ કરવામાં આવી હતી અને તેનું સંપૂર્ણ ખોદકામ અને સંશોધન સર જોહન માર્શલ દ્વારા કરવામાં આવી હતી. ઇ.સ. ૧૯૮૦માં યુનેસ્કો દ્વારા તક્ષશિલાને વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજજો આપવામાં આવ્યો છે.

પણ આટલા ભવ્ય ઇતિહાસની નગરી પર કાળનો કારમો વાર થવાનો હતો અને એ વાર આ નગરીના પાયા હચમચાવી મૂકવા સક્ષમ હતો. તો શું હતો એ વાર એ જાણવા માટે જોડાયેલા રહો આ નવલકથા - તક્ષશિલા : સિટી ઓફ નૉલેજ સાથે

આ મારી પેહલી નવલકથા છે માટે વાચકોને નમ્ર વિનંતી છે કે આ નવલકથા પસંદ આવે જરૂરથી રેટિંગ અને રીવ્યુ આપે. ખૂબ ખૂબ આભાર

ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ.....