પ્રેમ - નફરત - ૧૧

(44)
  • 7.3k
  • 2
  • 5.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧ કિરણ અને હિરેન થોડીવાર સુધી વાત કરતા રહ્યા અને હસતા રહ્યા. બંને એકલા ઘણી વખત આ રીતે સીસીટીવી કેમેરાનો ઓડિયો બંધ કરીને ગૂફ્તગૂ કરતા રહેતા હતા એની લખમલભાઇને ખબર ન હતી. એમની પત્નીઓ જરૂર જાણતી હતી કે બંને શું ખીચડી પકાવી રહ્યા હોય છે. આજે બંને વધારે ખુશ હતા. વાતચીત પૂરી કરીને હિરેન ઊભો થયો અને સિફતથી એમના રૂમના ઓડિયોનો વાયર ફરી જોડી દીધો.હિરેન કહે:'આમ તો આ કેમેરાના ફૂટેજ કોઇ જોવાનું નથી પણ ના કરે નારાયણ અને કોઇ કારણથી આરવ કે પપ્પાને જોવાનો વખત આવે તો એમને આંચકો ના લાગે ને!''હા ભાઇ, આ કેમેરા