OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Prem - Nafrat by Mital Thakkar | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પ્રેમ - નફરત - Novels
પ્રેમ - નફરત by Mital Thakkar in Gujarati
Novels

પ્રેમ - નફરત - Novels

by Mital Thakkar Matrubharti Verified in Gujarati Love Stories

(1.9k)
  • 113.4k

  • 189.1k

  • 86

ઘડિયાળમાં દસ વાગ્યાના ટકોરા પડ્યા અને આરવ હાથમાં પોતાની ખુલ્લી જીપની ચાવીને ઘૂમાવતો બહાર નીકળ્યો. આરવનો આ રોજનો નિયમિત ક્રમ હતો. એમબીએ થયેલા આરવને કોઇ કંપનીમાં નોકરીએ જવાની કે પોતાનો ધંધો શરૂ કરવાની જરૂર ન હતી. પિતા લખમલભાઇની મોબાઇલની ...Read Moreકંપની હતી. તેમની સાથે આરવથી મોટા બે પુત્રો જેમતેમ સ્નાતક સુધી ભણીને જોડાઇ ગયા હતા. આરવને ભણવું હતું. તેણે વિદેશ જઇને માર્કેટિંગમાં એમબીએ કર્યું હતું. પિતાએ એને એમબીએ કરવાને બદલે કંપનીમાં જોડાઇ જવા આગ્રહ કર્યો હતો. તે માન્યો ન હતો. તેણે વિશ્વાસ અપાવ્યો હતો અને વચન આપ્યું હતું કે એમબીએ કરીને તે પાછો ભારત આવશે અને આવશે ત્યારે તેની સાથે કોઇ ગોરી કે ભારતીય છોકરી નહીં હોય!

Read Full Story
Download on Mobile

પ્રેમ - નફરત - Novels

પ્રેમ - નફરત - ૧
મિત્રો, મારી આ અગાઉની રાકેશ ઠક્કરની સાથે લખેલી સહિયારી નવલકથા 'રાજકારણની રાણી' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! 'રાજકારણની રાણી' ના બીજા ભાગની શક્યતાઓ રાખવામાં આવી છે. આપની લાગણી એના ...Read Moreભાગ માટેની હોવાથી શક્ય બનશે તો આગામી સમયમાં એ લાવવાનો પણ પ્રયત્ન કરીશું. ફરી એક વખત એક યુવતીને કેન્દ્રમાં રાખીને નવી નવલકથા 'પ્રેમ-નફરત' મારા પતિ રાકેશ ઠક્કર સાથે સહિયારી લખી છે. એક યુવતીના પ્રેમ-સંઘર્ષ અને નફરત-બદલાની ભાવનાનું નિરૂપણ કરતી આ નવલકથા શરૂઆતથી જ આપને જકડી રાખશે. એમાં પ્રેમ અને નફરતના બંને પરિમાણ સતત દેખાશે. પ્રેમકથા સાથે રહસ્ય અને રોમાંચ અનુભવાશે.
  • Read Free
પ્રેમ - નફરત - ૨
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨ આરવ અજાણી યુવતીને લીફ્ટ આપવી કે નહીં એની અવઢવમાં હતો. વિદેશના કડવા અનુભવને વીસરીને તેણે સ્ત્રી દાક્ષિણ્ય બતાવવાનું નક્કી કર્યું. ...Read Moreવિચાર કરતો જોઇ એ મૂંઝવણમાં મૂકાઇ હતી. તેણે હવે ઇશારાથી પૂછ્યું કે હું અંદર બેસી જઉં કે નહીં. આરવ વિચારોને પડતા મૂકી એકદમ ઉત્સાહમાં આવીને બોલ્યો:'બેસ ને..." આરવને થયું કે એ વિચારમાં હતો એ દરમ્યાન તેણે પોતાના માટે બીજું કંઇ ધારી લીધું નહીં હોય ને? તે બેઠી એટલે જીપને ચાલાવતાં બોલ્યો:"હું તને ઓળખતો નથી એટલે લીફ્ટ આપવી કે નહીં એ વિચારતો હતો. પછી થયું કે તમારી આંખો નિર્દોષ લાગે છે! બાય ધ વે,
  • Read Free
પ્રેમ - નફરત - ૩
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩ આરવને હવે એ છોકરીને લિફ્ટ આપીને પસ્તાવો થવા સાથે ચિંતા થઇ રહી હતી. તે છોકરીથી ડરી ગયો ન હતો. તેનો ઇરાદો ખરાબ હશે તો ...Read Moreથશે એવો ડર ઊભો થયો હતો. પોતે છોકરીને ઉતારીને નજર રાખી એ સારું થયું. તે 'સુપર ફાસ્ટ મોબાઇલ' ની સાથે સંકળાયેલી હોવાનો ખ્યાલ આવી શક્યો. કિશોરકુમારના ગીતની ધૂનમાં નીકળી ગયો હોત તો આવું કંઇ વિચાર્યું ના હોત. આરવે પછી એમ વિચારીને મન મનાવ્યું કે પોતે બીજી ખાસ કોઇ માહીતી આપી નથી. તે ફરી ગીતનો અવાજ વધારીને જીપને હંકારવા લાગ્યો હતો. 'એક અજનબી હસીના સે યૂં મુલાકાત હો ગઇ' ગીત
  • Read Free
પ્રેમ - નફરત - ૪
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪ આરવને થયું કે પચીસથી વધારે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેતાં તેની રાત પડી જશે. અરજી કરનારા તમામ ચાલીસ ઉમેદવારો આવ્યા હોત તો ...Read Moreજ ઇન્ટરવ્યુ લઇ શક્યો હોત. તેણે નક્કી કર્યું કે જે ઉમેદવારની લાયકાત આઇ.ટી. ની જગ્યા માટે હોય એની જ સાથે વિગતવાર વાતચીત કરવાની. બિનજરૂરી સમયનો બગાડ કરવાનો નહીં. આરવે બપોર સુધીમાં ઇન્ટરવ્યુ પૂરા કરવાનું લક્ષ્યાંક નક્કી કરીને પહેલા ઉમેદવારને બોલાવવા પિયુનને જણાવ્યું. આરવે પોતાના મોનિટર પર ઇન્ટરવ્યુ માટે બેઠેલા ઉમેદવારોના રૂમના સીસીટીવી કેમેરોને ઝૂમ કરીને નજર નાખી. આવેલા ઉમેદવારોની યાદીમાં પાંચેક છોકરાના નામ હતા. છોકરીઓ વધારે હતી. પહેલી ઉમેદવાર નિત્યા આવી. આરવે તેના
  • Read Free
પ્રેમ - નફરત - ૫
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫ આરવને એ યુવતીની આંખો જાદૂઇ લાગી. એના કાજળભર્યા નયનના કામણથી તે અંજાવા લાગ્યો હતો. તેણે જાતને સંભાળી. તે સતર્ક થઇને ...Read Moreઅરજીનો અભ્યાસ કરવા લાગ્યો. એક બુરખાધારી મહિલાએ આઇ.ટી. ની જગ્યા માટે અરજી કરી હતી અને એનું નામ રચના કુસુમબેન રેવાણી લખ્યું હતું. આરવે કંઇક વિચાર્યું અને એ બુરખાધારી મહિલાને પૂછ્યું:"આ જગ્યા માટે તમે પોતાને કયા કારણથી લાયક ગણો છો?' એ મહિલાએ આરવની આંખોમાં આંખો પરોવી કહ્યું:'હું મોબાઇલ વિશે ઘણી જાણકારી ધરાવું છું. મોબાઇલની નવી ટેકનોલોજીથી પરિચિત છું. મારા યોગદાનથી કંપનીને લાભ અને પ્રગતિ થઇ શકે છે...' આરવે આગળ પૂછ્યું:'તમારી પાસે કોઇ અનુભવ નથી.
  • Read Free
પ્રેમ - નફરત - ૬
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬ આરવ રચનાના સવાલ પછી ઊભો થઇ ગયો હતો. પોતે એની આંખોને યાદ કરીને જ કિશોરકુમારનું ફિલ્મ 'ઘર' નું 'આપ કી ...Read Moreમેં કુછ મહકે હુએ સે રાજ હૈ...' ગીત વગાડવા જઇ રહ્યો હતો. એની રચનાને કેવી રીતે ખબર પડી એ વાતનું આશ્ચર્ય અનુભવી રહ્યો હતો. પોતાને કિશોરકુમારના ગીતો પસંદ છે એ વાતની રચનાને કેવી રીતે ખબર પડી હશે? પોતે ઇન્ટરવ્યુ દરમ્યાન એકપણ વખત કોઇ ગીત ગણગણ્યું ન હતું. અને એ બધું જ જાણતી હોય એમ માત્ર સવાલ કરવાને બદલે ગીત વિશે પૂછી રહી હતી. આરવને સાચું ના લાગતું હોય એમ 'હેં?' કહીને આશ્ચર્ય પામતો જોઇ
  • Read Free
પ્રેમ - નફરત - ૭
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭ આરવને એક તરફ રચનાની નિખાલસતા ગમી હતી અને બીજી તરફ એનું બે વખતનું રહસ્યમય લાગે એવું વર્તન શંકા જન્માવતું હતું. આમ તો એણે ...Read Moreખુલાસા કરી જ દીધા હતા. છતાં એના વિશે અંતિમ અભિપ્રાય બાંધવાની ઉતાવળ કરવા જેવી ન હતી. રચનાના વિચારોની સાથે મોબાઇલ અંગેના તેના જ્ઞાનથી એ પ્રભાવિત થયો હતો. તે માત્ર આઇ.ટી. ની જગ્યા માટે જ નહીં બીજી બાબતોમાં પણ ઉપયોગી સાબિત થાય એવી હતી. તે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની માટે ખરેખર 'ઓલ ઇન વન' કર્મચારી બની શકે એવી હતી. પરંતુ તેના વિશે પૂરતી તપાસ કર્યા પછી જ નોકરીએ રાખી
  • Read Free
પ્રેમ - નફરત - ૮
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮ આરવને થયું કે તેની શંકા સાચી પડી રહી છે. રચના આવી ત્યારે 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની પાસે જ ગઇ હતી અને જતાં પણ તેણે ત્યાં મુલાકાત લીધી છે. એની ...Read Moreપરથી અભિપ્રાય બાંધી રહ્યો હતો પણ એના દિલમાં શું ચાલતું હશે એ જાણવું મુશ્કેલ છે. આરવ નકુલને કહીને ફોન કાપવા જતો હતો ત્યારે એણે નકુલનું 'હલો...હલો...' સાંભળ્યું અને અટકી ગયો:'હા બોલ નકુલ...''હું પાછો નહીં આવું...સર, હવે હું પૂરી તપાસ કરીને જ આવીશ. અધૂરી તપાસથી તમને ખોટી માહિતી મળે અને એ કારણે મારાથી એને અન્યાય થયો ગણાય.' નકુલ પોતાના કામમાં ચોક્કસ રહેતો હતો.આરવને એ
  • Read Free
પ્રેમ - નફરત - ૯
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯આરવને થયું કે તેની શંકા ખોટી પડી છે. રચનાને 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની સાથે કોઇ લેવાદેવા નથી. તેના નામની વિચારણા થઇ શકે એમ છે. બલ્કે એના નામ પર ...Read Moreમારી શકાય એમ છે. પછી ખ્યાલ આવ્યો કે આઇ.ટી. ની જગ્યાની પસંદગી પિતા લખમલભાઇ જ કરવાના હતા. એને તો ફક્ત ઇન્ટરવ્યુ લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ મારી ફરજ બને છે કે એમને યોગ્ય ઉમેદવારોની યાદી સોંપું. હા, રચના માટે મારી અંગત ભલામણ કરી શકું છું! એમને એમ તો નહીં થાય ને કે આ છોકરીએ કોઇ જાદૂ તો કર્યો નહીં હોય
  • Read Free
પ્રેમ - નફરત - ૧૦
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦આરવને કૃતિકા યોગ્ય લાગી હતી. પણ રચના તેના મનમાં વસી ગઇ હતી. રચનાને પસંદ કરવા પાછળ તેની જગ્યા માટેની લયકાત ઉપરાંત દિલમાં તેના માટે સ્થાન બની રહ્યું હતું. ...Read Moreઆરવ પહેલાં એમની પિતાની વાતને સમર્થન આપતાં બોલ્યો:'હા, એનો અભ્યાસ સારો છે....' પછી એના દિલની વાત હોઠ પર આવી ગઇ:'...પણ મારા ખ્યાલથી રચના આઇ.ટી. ની જગ્યા માટે વધુ લાયકાત ધરાવે છે...''અચ્છા! તું કઇ લાયકાતની વાત કરે છે?' લખમલભાઇએ એને સહજ પૂછ્યું.'રચનાએ ઇન્ટરવ્યુમાં જવાબ સારા આપ્યા હતા. છોકરી હોંશિયાર લાગી. તેનામાં કામ કરવાની ધગશ વધુ લાગી હતી. આપણી કંપનીને તે અનેક રીતે ઉપયોગી થઇ શકે છે. આઇ.ટી.ની જગ્યાના
  • Read Free
પ્રેમ - નફરત - ૧૧
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧ કિરણ અને હિરેન થોડીવાર સુધી વાત કરતા રહ્યા અને હસતા રહ્યા. બંને એકલા ઘણી વખત આ રીતે સીસીટીવી કેમેરાનો ઓડિયો બંધ કરીને ગૂફ્તગૂ કરતા રહેતા હતા ...Read Moreલખમલભાઇને ખબર ન હતી. એમની પત્નીઓ જરૂર જાણતી હતી કે બંને શું ખીચડી પકાવી રહ્યા હોય છે. આજે બંને વધારે ખુશ હતા. વાતચીત પૂરી કરીને હિરેન ઊભો થયો અને સિફતથી એમના રૂમના ઓડિયોનો વાયર ફરી જોડી દીધો.હિરેન કહે:'આમ તો આ કેમેરાના ફૂટેજ કોઇ જોવાનું નથી પણ ના કરે નારાયણ અને કોઇ કારણથી આરવ કે પપ્પાને જોવાનો વખત આવે તો એમને આંચકો ના લાગે ને!''હા ભાઇ, આ કેમેરા
  • Read Free
પ્રેમ - નફરત - ૧૨
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨આરવનું મન આજે કામમાં લાગતું ન હતું. ચાતક પક્ષી વરસાદની રાહ જુએ એમ એ સાંજ પડવાની રાહ જોઇ રહ્યો હતો. તેનો મનમયુર પ્રેમમાં ગહેકી રહ્યો હતો. હજુ તો ...Read Moreસાથે એક મુલાકાત જ થઇ છે અને તે પણ વ્યાવસાયિક છતાં જાણે એવું કેમ લાગી રહ્યું છે કે એ કોઇ છોકરો કોઇ છોકરીને પહેલી વખત મળ્યો હોય એવી લાગણી છે? તેને થયું કે યુવા દિલમાં પહેલી વખત કોઇ છોકરીએ આવી લાગણી જગાવી છે.તે વધુ રાહ જોઇ ના શક્યો. સાંજના પાંચ વાગે ફોન લગાવી જ દીધો:'હલો રચના...?''હા, સર, તમારો નંબર સેવ કરી લીધો છે!' રચના જાણે ટહુકી.'તમારા
  • Read Free
પ્રેમ - નફરત - ૧૩
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩ રચનાએ માન્યું કે તેણે મા બીમાર હોવાથી જલદી હાજર થઇ શકાય એમ ન હોવાનું કારણ આપ્યું હતું એ કારણે આરવ ખબર જોવા આવવા કહી રહ્યો છે. ...Read Moreઅચાનક આરવ ઘરે આવવાની વાત કરશે એવી કલ્પના તેણે કરી ન હતી. કંપનીમાં હજુ પોતે કામે લાગી નથી ત્યાં જ આટલી લાગણી બતાવી રહ્યો છે. તેને સમજાતું ન હતું કે આરવને ના કેવી રીતે પાડવી. મા ઘરે ન હોવાથી તેની સામે મારી વાત ખોટી સાબિત થઇ જશે તો?'હલો...હલો રચના?' આરવનો અવાજ સામા છેડેથી સતત આવી રહ્યો હતો.'...હા...હા સર, અવાજ સંભળાય છે. હું કહેતી હતી કે માને ઘણું
  • Read Free
પ્રેમ - નફરત - ૧૪
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ 'હા બેટા, તું જલદી આવી જા...' સુલોચનાબેન ખુશીથી બોલી રહ્યા હતા. ઘરમાં ત્રીજી વહુ લાવવાનો થનગનાટ એમના શબ્દોમાં હતો.'મા, હું એક કામથી બહાર નીકળ્યો છું. મને ...Read Moreકલાક થઇ જશે. મારી સાથે વાત કર્યા પછી એમને બોલાવવાના હતા ને?' આરવને લાગ્યું કે છોકરીની વાત આવે ત્યારે મા ઉતાવળ કરે છે. અગાઉ આ રીતે તેને બે-ત્રણ વખત તેડાવી લીધો હતો. ઘરે પહોંચ્યા પછી જ્યારે એણે છોકરીને જોઇ ત્યારે તે વધારે પડતી રૂપાળી લાગી હતી. એ છોકરીઓને મળ્યા પછી તેણે માને કહ્યું હતું પણ ખરું કે આપણે ઘરમાં પરીને જોઇતી નથી. મારી પસંદ અલગ છે.'બેટા, આ
  • Read Free
પ્રેમ - નફરત - ૧૫
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫રચના સંજનાને ફોનમાં સૂચના આપતી વખતે મનોમન મુસ્કુરાઇ રહી હતી. સંજનાએ જવાબમાં કહ્યું:'ચોક્કસ! પણ એ સાઉન્ડ સીસ્ટમની પૂરતી માહિતી આપજે. મેં મેનેજરને કહી જ રાખ્યું છે કે નવા ...Read Moreએક સુધારો આપીશ. મને ખબર ન હતી કે તું આટલી જલદી-સુપર ફાસ્ટ માહિતી આપીશ!''મને પણ ક્યાં ખબર હતી કે હું નોકરી શરૂ કરું એ પહેલાં કામ કરતી થઇ જઇશ. તું વાત જ જવા દેને!' રચના ટ્રાફિકમાં મોટા અવાજે બોલી.'કેમ શું થયું?' સંજનાએ નવાઇથી પૂછ્યું. 'અરે! આરવે તો મને આજે જ મળવા બોલાવી લીધી. જેમતેમ એને મળવાનું ગોઠવ્યું...મુલાકાત શાંતિથી પતી પણ ગઇ...' રચના બચી ગઇ હોય એમ
  • Read Free
પ્રેમ - નફરત - ૧૬
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬આરવ અને શૈલીને ખુશ થતા આવતા જોઇ બંનેની માતાઓના મનમાં આનંદ થયો. બંને સારા જવાબની અપેક્ષાથી એમની તરફ તાકી રહ્યા હતા. આરવ એમ વિચારીને ખુશ હતો કે શૈલીએ ...Read Moreબચાવી લીધો છે. તે મનમાં શબ્દો ગોઠવીને બોલવા જ જતો હતો ત્યારે શૈલી બોલી:'મમ્મી, અમે વાતચીત કરી લીધી છે. મારો હમણાં લગ્ન કરવાનો કોઇ ઇરાદો નથી. પરંતુ આરવ સાથેની મુલાકાતથી મને થાય છે કે લગ્ન કરી લેવા જોઇએ. આવો છોકરો જલદી મળશે નહીં...'શૈલીની વાત સાંભળી આરવની આંખોમાં તેની સામે ગુસ્સો ડોકાયો. તેને અવગણીને શૈલી આંખો નચાવતાં બોલી:'કેવું આરવ?'આરવને થયું કે તે આ જ ક્ષણે શૈલીને જૂઠી
  • Read Free
પ્રેમ - નફરત - ૧૭
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭આરવને થયું કે બેમાંથી એક ભાઇ તો આમાં સામેલ નહીં હોય ને? તે પ્રાર્થના કરતો હતો કે કિરણભાઇ ના હોય તો સારું છે. તેણે મનોમન કોઇ અજાણ્યું નામ ...Read Moreએમ વિચારતાં રચનાની સામે જોઇ કહ્યું:'તારી પાસે નામ છે? તું હજુ નવી છે છતાં તને અમારી કંપનીના માણસોની- વ્યક્તિઓની દાનત વિશે વધારે ખબર છે? હું માની શકતો નથી...' રચના હસી.'તું મજાક કરે છે ને?' આરવને વિશ્વાસ ન હતો.'ના...' રચના ગંભીર થતાં બોલી:'એ નામ છે રચના...' 'શું?' આરવને થયું કે પોતે નામ સાંભળવામાં ભૂલ કરી નથી પરંતુ રચના પોતે હોય એ માની શકાય એમ નથી. રચનાએ પોતે
  • Read Free
પ્રેમ - નફરત - ૧૮
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૮'હું સંમત નથી...' ક્યારનાય ચૂપ બેઠેલા લખમલભાઇ બોલ્યા. આરવને થયું કે તેના દિલના શબ્દો પિતાના હોઠ પરથી સર્યા છે. મનોમન તેના દિલમાં ખુશીની લહેર ...Read Moreગઇ. મોટા ભાઇઓ સામે તે રચનાની તરફેણ કરે એ યોગ્ય ન હતું. એમ કરવાથી પોતે પણ આ કામમાં એમની નજરમાં ગુનેગાર ગણાય એમ હતો. રચનાએ ખોટું કામ કર્યું હતું એમ માનતો હતો પણ દિલના એક ખૂણામાં તેના પ્રત્યે પ્રેમ ઉછરી રહ્યો હોવાથી એ તેનું બૂરું ઇચ્છતો ન હતો. હિરેન અને કિરણ આશ્ચર્યચકિત થઇને પિતાની સામે જોઇ રહ્યા. એમને લખમલભાઇ સંમત નહીં થાય એવી કલ્પના ન હતી. તેમને રચનાને સજા અપાવવા
  • Read Free
પ્રેમ - નફરત - ૧૯
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના શેરોના ભાવ ઘટી ગયા એ વાત મોટા આંચકા સમાન હતી. કિરણને રચના પર ગુસ્સો આવી રહ્યો હતો એ તેના શબ્દોમાં વ્યક્ત થતો હતો. ...Read Moreપણ જાણે આરવની ભૂલને મોટી બતાવવાનો મોકો મળી ગયો હોય એમ બોલ્યો:'પપ્પા, આપણી વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ છોકરીને કંપનીમાં લેતાં પહેલાં બહુ વિચાર કરવાની જરૂર હતી. એની મૂર્ખામી આપણાને ધંધામાં મૂરખ સાબિત કરી રહી છે. શેરબજારમાં આપણી મોબાઇલ કંપનીનું નામ હતું. ભાવ હંમેશા વધતા જ રહ્યા છે. આ બધું કંપનીની અણાઅવડત સિધ્ધ કરી રહ્યું છે...'હિરેન અને કિરણ જાણે આરવને બોલવાની તક આપવા
  • Read Free
પ્રેમ - નફરત - ૨૦
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦ લખમલભાઇએ જાતે આવીને આરવને રચના સાથેના પ્રેમનો પ્રશ્ન એકાંતમાં પૂછ્યો હતો. તેમના ચહેરા પર ગુસ્સાના કોઇ ભાવ ન હતા. તેમનો ચહેરો શાંત હતો. તેમને રચના પ્રત્યેની લાગણીનો ...Read Moreરીતે ખ્યાલ આવી ગયો હશે? એમ વિચારતો આરવ શું જવાબ આપવો એનો નિર્ણય કરી શકતો ન હતો. પહેલા તો એણે પોતાના દિલને પ્રશ્ન પૂછવાનો હતો કે એ ખરેખર રચનાને પ્રેમ કરવા લાગ્યો હતો કે એના પ્રત્યે હજુ ખેંચાણ થઇ રહ્યું હતું? આરવે સ્પષ્ટ જ કહી દીધું:'પપ્પા, પ્રેમની તો મને ખબર નથી પણ એ છોકરી મને વ્યવસ્થિત લાગી છે. એના પર વિશ્વાસ કરી શકાય એમ છે...' લખમલભાઇ હસી
  • Read Free
પ્રેમ - નફરત - ૨૧
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧ આરવને થયું કે શૈલી ગળે પડી રહી છે. તેણે હાલ લગ્ન કરવા નથી એવી સ્પષ્ટતા કરી ...Read Moreછતાં પાછળ પડી ગઇ છે. એ એના સ્થાને કદાચ બરાબર હશે. મારી સાથે વાત કરીને મને દિલ દઇ બેઠી હશે. એને ખબર નથી કે હું મારું દિલ રચનાને આપી ચૂક્યો છું. અને હજુ રચનાને પણ આ વાતની જાણ નથી. અત્યારે રચનાનો પ્રેમમાં પીછો કરવાની વાત બાજુ પર રાખીને શૈલીથી પીછો કેવી રીતે છોડાવવો એ વિચારવું પડશે. શૈલી આજે મળીને જ રહેશે એમ લાગે છે. મમ્મીને જ કોઇ મીઠી ઘુટ્ટી પીવડાવવી પડશે! આજે સાંજે મમ્મીને જ કહી દેવું પડશે
  • Read Free
પ્રેમ - નફરત - ૨૨
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨આરવને એ વાત ખટકી રહી હતી કે બીજી વખત તેણે મોબાઇલ લોન્ચ કરવા કરેલી મહેનત ફોગટ જવાની હતી. જો ફોનની કિંમત વધારે રાખવામાં આવશે તો મધ્યમ વર્ગના લોકો એને ખરીદતાં વિચાર કરશે. અત્યારે ...Read Moreલોકો માટે આ શ્રેષ્ઠ ફોન બની શકે એમ છે. આરવ એ જાણતો હતો કે ફોન ન વેચાય તો ખાસ કોઇ નફો થાય એમ ન હતો. પણ બીજી તરફ 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીના મોબાઇલથી સસ્તો અને સારો મોબાઇલ લોન્ચ કરીને લોકોમાં છવાઇ જવાની તક હતી.આરવ પોતાનો બચાવ કરતાં બોલ્યો:'પપ્પા, આ ફોન માટે અમે ઘણી મહેનત કરી છે. 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી ઘણી માહિતી
  • Read Free
પ્રેમ - નફરત - ૨૩
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩આરવ એક તરફ શૈલીથી કેવી રીતે છૂટકારો મેળવવો એ વિશે વિચારતો હતો ત્યારે રચના એનો તાત્કાલિક સંપર્ક કરવા માગતી હતી. બધાંની વચ્ચે રચનાનો ફોન એ લેવા માગતો ન હતો. તેણે 'એક્સક્યુઝ મી' કહીને ...Read Moreદૂર જઇ રચનાનો ફોન ઉપાડી 'હેલો' કહ્યું.'સર, એક સારા સમાચાર છે...' રચના બોલીને સહેજ અટકી એટલીવારમાં આરવના મનમાં રાહત થઇ ગઇ કે કોઇ ચિંતાની વાત નથી. તે ઉત્સાહથી બોલી ઊઠ્યો:'શું સમાચાર છે...' આરવની ઉત્સુક્તા જોઇને રચના ખુશીથી બોલી:'મારા લગ્ન નક્કી થઇ ગયા છે.' 'શું?' આરવને લાગ્યું કે એના પર વીજળી પડી છે. હાથમાંથી ફોન સરકતા રહી ગયો. સુલોચનાબેન અને શૈલીને
  • Read Free
પ્રેમ - નફરત - ૨૪
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪આરવ આશ્ચર્યથી શૈલી સામે જ જોઇ રહ્યો હતો. તે આંખો નચાવતાં બોલી:'આમ એકટક જોયા ના કરો..ક્યાંક પ્રેમ થઇ જશે!''હં...' આરવને શું બોલવું એ જ સમજાયું નહીં.'આરવ, અસલમાં હું બીજા છોકરાને પ્રેમ કરું છું. ...Read Moreસાથે લગ્ન કરવાનો સવાલ જ નથી. મારા પરિવાર માટે એક ભ્રમ ઊભો કરી રહી હતી. આપણી પહેલી મુલાકાત થવાની હતી ત્યારે મારી મમ્મીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ છોકરાને ના પાડવાની મૂર્ખામી કરતી નહીં. સુંદર અને સુશીલ છે. અમારી તો અત્યારથી જ હા છે. તારા પપ્પાને પણ છોકરો બહુ ગમ્યો છે. મારો પરિવાર ખૂબ ખુશ હતો. આપણે તો નક્કી કરી
  • Read Free
પ્રેમ - નફરત - ૨૫
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫ રચનાએ રાજીનામું આપવાની વાત કરી એટલે સંજનાને નવાઇ લાગી:'રચના, 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીમાં હું જોડાઇને એક મહિનોને થોડા દિવસ થયા છે અને તું રાજીનામું આપવાની વાત કેમ કરે છે?' 'કેમ? ત્યાં કોઇ ...Read Moreપર દિલ આવી ગયું કે શું?!' કહીને રચનાએ મજાક કરી.'તારી જેમ હું થોડી બોસને પ્રભાવિત કરવા નોકરી પર રહી છું!' સંજનાએ પણ નેહલા પર દેહલા જેવો જવાબ આપ્યો. 'મેં એને પ્રભાવિત જ કર્યો નથી. એનું દિલ પણ ચોરી લીધું છે! તું લખી રાખ થોડા દિવસોમાં અમારા લગ્નની શરણાઇ પણ તને સાંભળવા મળશે...' રચના મનોમન ગણતરી કરતી બોલી.'શું વાત કરે છે?
  • Read Free
પ્રેમ - નફરત - ૨૬
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬રચના બોલતાં તો બોલી ગઇ પણ હવે એ વાતને પકડી રાખવી જરૂરી હતી. આરવને તેની યોજનાની વાત સાંભળીને રાહત થઇ હોય એવું ચહેરા પરથી રચના જોઇ રહી. તે બોલ્યો પણ ખરો:'મને ખાતરી જ ...Read Moreકે તું બીજો કોઇ રસ્તો શોધી કાઢીશ... પહેલી વખત તેં જે રીતે સફળતા અપાવી હતી એવી જ હવે પછી અપાવીશ.''હા સર!' રચના વધારે બોલી શકી નહીં.'તારી નવી યોજના શું છે? મારી મદદની જરૂર હોય તો કહી દે...' આરવ તેની સામે પ્રેમભરી નજરે જોતાં બોલ્યો. જી...હમણાં તો કોઇ મદદની જરૂર નથી. મેં જે યોજના વિચારી છે એને પહેલાં હું ચકાસી લઉં
  • Read Free
પ્રેમ - નફરત - ૨૭
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭સંજના આવવાની નથી એ જાણી આરવને મનોમન ખુશી થઇ. પોતાના મનની વાત કહેવાનો આજે સરસ મોકો મળી જવાનો છે. આ મોકો આપવા બદલ પાછળથી સંજનાનો ખાસ આભાર માનવો પડશે. આરવના મનમાં એક તબક્કે ...Read Moreવિચાર આવી જ ગયો હતો કે પોતે જ ખાનગીમાં સંજનાને આવવાની ના પાડી દે તો કામ થાય એમ છે. પછી એ યોગ્ય લાગ્યું ન હતું. સંજના પોતાની મિત્ર ન હતી કે એને આ રીતે કહી શકાય! આરવ મેનુ જોતો હતો ત્યારે રચનાએ ચેટીંગથી સંજના સાથે વાત કરી લીધી.'રચના! બોલ શું મંગાવવું છે?' આરવ મેનુમાં નજર રાખીને બોલ્યો. 'તમારી પસંદની કોઇપણ
  • Read Free
પ્રેમ - નફરત - ૨૮
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮એ અવિનાશ હતો. આરવ અને રચનાના પ્રેમના શબ્દો સાંભળીને એના રુંવે રુંવે આગ લાગી હોય એમ એ મનોમન ગુસ્સો વ્યક્ત કરી રહ્યો હતો. આરવના ભાઇ કિરણે તેના સાળા સચિનને આરવની જાસૂસીનું કામ સોંપ્યું ...Read Moreકિરણને શંકા થઇ રહી હતી કે આરવ અને રચના વચ્ચે કોઇ ચક્કર ચાલી રહ્યું છે. બંને વચ્ચેની મુલાકાતો એક કંપનીના માલિક અને કર્મચારી તરીકેની જ રહેતી હતી પણ એમની વાતો અને વલણ બે મિત્રો વચ્ચેની મુલાકાત જેવા લાગી રહ્યા હતા. કિરણે પોતાના દાંડ ગણાતા સાળા અવિનાશને એમની જાસૂસીનું કામ સોંપ્યું હતું. આરવ અવિનાશને ઓળખતો હતો એટલે એણે પોતાના એક મિત્ર
  • Read Free
પ્રેમ - નફરત - ૨૯
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯રચનાએ રિક્ષા ઊભી રાખી ત્યાં સંજના ઊભી જ હતી.'ચાલ જલદી...મને ભૂખ લાગી છે. તું વાતો કરજે અને હું ખાતી રહીશ!' કહી સંજના એનો હાથ પકડી એક ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં દોરી ગઇ.સંજનાએ ઓર્ડર આપીને કહ્યું:'જલદી ...Read Moreશું થયું?'રચનાએ વેઇટરને બોલાવ્યો અને બે આઇસ્ક્રીમનો ઓર્ડર આપી સંજનાને કહ્યું:'મેં તને કહ્યું હતું ને કે લગ્નની શરણાઇ જલદી વાગશે! એ ખુશીમાં પહેલાં આઇસ્ક્રીમ ખાઇએ...''વાહ! તું તો ખરેખર જાદૂગરની લાગે છે. શું જાદૂ કરી દીધો છે આરવ પર...' સંજના ખુશ થઇને બોલી.'મારી વાતો, મારા નખરાં અને આંખોમાં એના માટેનો છલકાતો પ્રેમ એના પર જાદૂ કરવા માટે કાફી હતા. તને ખબર
  • Read Free
પ્રેમ - નફરત - ૩૦
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૦સચિને ફોન કરીને અવિનાશને આરવ અને રચનાની મુલાકાતની વાત પહોંચાડી દીધી. અવિનાશે તરત જ કિરણને ફોન કરી એમાં મરી-મસાલો નાખીને કહી દીધી. સાળા અવિનાશની વાત સાંભળી કિરણ વિચારમાં પડી ગયો હતો. ઘરમાં તપાસ ...Read Moreઆરવ હજુ આવ્યો ન હતો. તેણે હિરેનના કમરામાં જવાને બદલે ફોન કરીને બંગલાની પાછળના બગીચામાં બોલાવ્યો.'ભાઇ, શું વાત છે? કંપનીની કોઇ ખાનગી વાત છે કે શું?' હિરેન નવાઇ સાથે પ્રશ્ન પૂછી રહ્યો. બંનેને આ રીતે કોઇ વખત વાત કરવા ભેગા થવાની જરૂર પડી ન હતી.'મારી શંકા સાચી પડી છે. પેલી છોકરીનો ડોળો આપણી કંપની પર લાગે છે. તેણે આરવને ફસાવ્યો
  • Read Free
પ્રેમ - નફરત - ૩૧
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૧લખમલભાઇનો અવાજ સાંભળી હિરેન અને કિરણ ઊભા થઇ ગયા. હિરેન બોલ્યો:'આવો પપ્પા! ખિચડી તો આજે મમ્મીએ સરસ બનાવી હતી પણ રાયતું ફેલાવાની જે વાત છે એની ચિંતા કરી રહ્યા છે...!'લખમલભાઇ હિન્દી કહેવત 'રાયતા ...Read Moreનો અર્થ સારી રીતે સમજતા હતા. હિરેને એમને ખિચડીની વાતે પણ ક્લીન બોલ્ડ કરી દીધા હતા. છતાં એમણે પણ વાતને હળવાશથી લીધી હતી એટલે ખોટું લગાવ્યા વગર ગંભીર થઇ બોલ્યા:'કંપનીની કોઇ ચિંતાની વાત છે?''હા પપ્પા, 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના નામની જ નહીં આપણા પરિવારના નામની પણ ચિંતા ઊભી થઇ છે. આરવ વિશે અમે જે વાત સાંભળી છે એ કદાચ
  • Read Free
પ્રેમ - નફરત - ૩૨
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૨'રચના?' લખમલભાઇએ નવાઇથી પૂછ્યું.'હા, પપ્પા...' આરવે ઋજુ સ્વરે કહ્યું. 'એ જ રચના જેણે 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી માહિતી મેળવી હતી અને આપણા મોબાઇલના લોન્ચિંગને સફળ બનાવ્યું હતું...?''હા એ જ રચના...' આરવે ઉત્સાહથી કહ્યું.લખમલભાઇ હિરેન ...Read Moreકિરણ સામે જોઇ રહ્યા. આછા અજવાસમાં બંનેએ પિતાના ચહેરા પરથી એમના મનોભાવ કળવાનો પ્રયત્ન કર્યો પણ અંદાજ આવી શક્યો નહીં. એમને રચનાનું નામ સાંભળીને પહેલાં નવાઇ લાગી હતી. બંનેના મનમાં એકસરખા જ વિચાર ચાલી રહ્યા હતા કે હવે તે આરવ પર ખીજવાશે.લખમલભાઇએ બંને તરફ જોઇને કહ્યું:'તમે કહેતા હતા કે આપણી કંપનીની એક સામાન્ય કર્મચારી છોકરી છે. પણ એ કંપનીના માલિકનો
  • Read Free
પ્રેમ - નફરત - ૩૩
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૩'મા, મેં લાંબું વિચારીને જ આ નિર્ણય લીધો છે...' રચના મક્કમ સ્વરે બોલી.મીતાબેનને લખમલભાઇનું નામ સાંભળ્યા પછી ભૂતકાળ યાદ આવી રહ્યો હતો. દીકરી લખમલભાઇના પરિવારની વહુ બનવા જઇ રહી છે એ વાત પહેલાં ...Read Moreએમના માન્યામાં જ આવતી ન હતી. જ્યારે એ વાત મન સ્વીકારી રહ્યું ત્યારે રચના એક મોટું જોખમ લઇ રહી હોવાનો ખ્યાલ આવી રહ્યો હતો. રચનાનો નિર્ણય જાણીને તેના મનમાં વર્ષોથી કોઇ યોજના આકાર લઇ રહી હોય એવું મીતાબેનને સમજાતું હતું. તેમનું મન એક બાજુ કહેતું હતું કે દીકરી હવે એક દીકરાનો ધર્મ નીભાવવા જઇ રહી છે ત્યારે બીજી તરફ તેની
  • Read Free
પ્રેમ - નફરત - ૩૪
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૪કિરણ એ જાણવા ઉત્સુક હતો કે આરવના લગ્ન કોણ રોકી શકે છે? લખમલભાઇનો જવાબ મળી ગયો હતો. એમણે આરવના રચના સાથેના લગ્ન સામે કોઇ વાંધો- વિરોધ વ્યક્ત કર્યો ન હતો. આરવના લગ્ન કોઇ ...Read Moreછોકરી સાથે થાય એની સામે પોતાને અને ભાઇ હિરેનને વાંધો હતો. કેમકે જો કોઇ પૈસાદાર બાપની છોકરી સાથે લગ્ન થાય તો મિલકતમાં ભાગ વધુ પડી શકે નહીં. સામાન્ય ઘરની છોકરી હોવાથી એ કંઇ લઇને આવવાની નથી અને કંઇ આપવાની નથી.હિરેન કંઇ જવાબ આપતો ન હતો એટલે કિરણ અકળાયો:'ભાઇ, તું કંઇ કહેતો હતો...ખરેખર એવું કોઇ છે જે આરવના રચના સાથેના લગ્ન
  • Read Free
પ્રેમ - નફરત - ૩૫
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૫ આરવ પોતે પણ રાહત અનુભવતાં બોલ્યો:'રચના એક કામ પૂરું કર્યા પછી લગ્ન કરવા માગે છે.''કયું કામ?' લખમલભાઇએ નવાઇથી પૂછ્યું ત્યારે હિરેન અને કિરણ એકબીજા સામે જોઇ જાણે કહી રહ્યા હતા:'આપણાને ડૂબાડવાનું કામ.' ...Read Moreએ આપણી કંપનીનો નવો મોબાઇલ લગ્ન પહેલાં લોન્ચ કરવા માગે છે. અગાઉ એણે આ માટે કહ્યું હતું. લગ્ન લેવાનું નક્કી કરીશું તો મોબાઇલ લોન્ચિંગ લંબાઇ જશે. તે લગ્ન પહેલાં કંપનીને વધુ ઉપર લાવવા માગે છે...' આરવ ખુશ થતાં બોલ્યો. એના સ્વરમાં રચનાના વિચારને સમર્થન મળતું હતું.હિરેન મનોમન બબડ્યો:'કંપનીને નહીં એ પોતાને ઉપર લાવવા માગે છે.'કિરણના મનમાં પણ એવો જ વિચાર
  • Read Free
પ્રેમ - નફરત - ૩૬
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૬પુરાવાની વાત સાંભળીને આરવને ચક્કર આવી ગયા હોય એમ સ્થિર થઇને ઊભો રહી ગયો. અજાણી યુવતીનું મોં હજુ સુધી જોયું ન હતું. તે શિવાની હોવાની શક્યતાઓ વધી ગઇ હતી. કોલેજમાં ભણતો હતો ત્યારે ...Read Moreકેટલાક મિત્રોની સાથે ગૃપમાં હતી. એની સાથે બહુ પરિચય ન હતો પણ 'હાય અને હેલો' નો સંબંધ જરૂર હતો. જો એ જ આ નટખટ યુવતી હશે તો ભારે કરશે. આરવને એ દિવસ યાદ આવી ગયો જ્યારે શિવાનીએ એની સાથે....'જોયું બહેન? બોલતી બંધ થઇ ગઇ ને?' યુવતીએ પોતાનો મોબાઇલ પાછો પર્સમાં મૂકી દીધા પછી અભિમાનથી કહ્યું.આરવ એની વાત સાંભળીને શિવાનીના વિચારમાંથી
  • Read Free
પ્રેમ - નફરત - ૩૭
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૭આરવ વચ્ચેનો રસ્તો કાઢતો હોય એમ બોલ્યો:'આપણે મારી ઓફિસ પર જઇએ અને ત્યાં શાંતિથી વાત કરીએ. સંજનાએ અમારી કંપની જોઇ નથી. એ ચાહે તો અમારી કંપનીમાં જોડાઇ શકે છે!'રચનાને થયું કે આરવે તેની ...Read Moreકરવાને બદલે સમય લઇ લીધો છે. શું એ કોઇ વાત મારાથી છુપાવી રહ્યો હશે? તેના ચહેરા પર ગંભીરતા જોઇ સંજના હસીને કહે:'રચના, તું ના ઇચ્છતી હોય તો હું ના આવું!''હં...ના-ના, હું તને શા માટે ના પાડું? મારા કરતાં પહેલાં આરવની એ કંપની છે. એણે તને આમંત્રણ આપ્યું છે. તારે આવવું જ પડશે...''હું ચોક્કસ આવી રહી છું. પણ આરવજી, તમારી કંપનીમાં
  • Read Free
પ્રેમ - નફરત - ૩૮
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૮ રચનાને જલદી કોઇએ જવાબ ના આપ્યો એટલે એ ઊભી રહી ગઇ. હિરેન અને કિરણ એવી અપેક્ષા રાખીને બેઠા હતા કે લખમલભાઇ એને ખખડાવી નાખશે. લખમલભાઇએ કોઇ જવાબ આપવાને બદલે આરવ સામે જોયું. ...Read Moreઆંખોમાં પ્રશ્નાર્થ હતો કે,'આ અહીં કેમ આવી છે?'આરવે બધાંને સંબોધીને કહ્યું:'મેં રચનાને બોલાવી છે. આપણે નવા તૈયાર કરવા ધારેલા મોબાઇલનું પ્રેઝન્ટેશન જોઇ લઇએ...'આરવે કોઇના જવાબની રાહ જોયા વગર ટેબલ પર રહેલા કોમ્પ્યુટર તરફ ઇશારો કરતાં રચનાને કહ્યું:'રચના, મારા કોમ્પ્યુટરના ફોલ્ડરમાં તેં મૂક્યું છે એ પ્રેઝન્ટેશન બતાવી દે....'હિરેન અને કિરણ કંઇ બોલી શક્યા નહીં. લખમલભાઇએ મૂક સંમતિ આપી.રચનાએ કોમ્પ્યુટર પાસે જઇને
  • Read Free
પ્રેમ - નફરત - ૩૯
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૯ કિરણ પણ હિરેનના મનના ગુસ્સાનો મનમાં જ પડઘો પાડવા લાગ્યો:'હજુ તો લગ્ન થયા નથી એ પહેલાં જ આ પરિવારની કંપનીમાંથી ખર્ચ કરવા લાગી છે. પપ્પાએ પહેલી વખત ખોટો નિર્ણય લીધો છે.'હિરેન અને ...Read Moreપરિવારના જ સભ્યો હોવાથી જાહેરમાં કંઇ બોલી શકે એમ ન હતા. પરંતુ મનમાં જ પોતાની ભડાશ કાઢી રહ્યા હતા. બીજા બે ડિરેક્ટરો એમ વિચારીને શાંત હતા કે પરિવારની બહુમતિ છે અને અનુભવી લખમલભાઇ છે એટલે વચ્ચે બોલવાની જરૂર નથી. બંને ડિરેક્ટરોની મૂક સંમતિ દર વખતે રહેતી હતી.રચના ત્રણ હજારના માર્જિનનો ખુલાસો કરતાં અટકી ગઇ હતી. એને થયું કે પોતાને નવા
  • Read Free
પ્રેમ - નફરત - ૪૦
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૦ આરવ મીટીંગ પૂર્ણ કરીને પોતાની ઓફિસમાં આવ્યો ત્યારે રચના કોમ્પ્યુટરમાં મગ્ન બનીને કોઇ કામ કરી રહી હતી. આરવે હસીને કહ્યું:'રચના, આપણી મહેનત રંગ લાવી રહી છે. આપણો નવા મોબાઇલનો વિચાર બધાંને જ ...Read Moreઆવ્યો છે અને એ માટેની બધી જ છૂટ મને આપવામાં આવી છે. હું વિચારું છું કે આ મોબાઇલ દસ દિવસમાં લોન્ચ કરી દઇએ...''સર, મને લાગે છે કે તમને મોબાઇલ લોન્ચ કરવાની ઉતાવળ નથી...' રચના હસીને બોલી.'કેમ? આટલા દિવસમાં મુશ્કેલ કામ છે? મને મોબાઇલ લોન્ચ કરવાની બહુ ઉતાવળ છે. આપણે રાત-દિવસ કામ કરવું પડશે...' આરવ ચિંતા સાથે બોલ્યો. 'મારા કહેવાનો મતલબ
  • Read Free
પ્રેમ - નફરત - ૪૧
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૧લખમલભાઇની શરતની વાત સાંભળીને રચના ચમકી ગઇ. પોતાની બાજી એ બગાડશે કે શું? એવી શંકા મનમાં ઉદભવી. લખમલભાઇએ એને પરિવારની વહુ બનાવવાની બધાં તરફથી સંમતિ આપી દીધી હતી. પરંતુ એ મીતાબેન માટે શરત ...Read Moreકેમ કહી રહ્યા હતા એ સમજાતું ન હતું.'શરત...? મારા માટે?' મીતાબેન એક આંચકો ખમીને પૂછી રહ્યા.'મારી શરત એવી છે કે આરવ અને રચનાના લગ્ન થયા પછી તમારે રહેવાનું સ્થળ બદલવાનું છે...' લખમલભાઇએ પોતાની વાત જાહેર કરી.મીતાબેનને થયું કે તે વેવાઇના ઘરમાં કેવી રીતે રહી શકે? એમના ચહેરા પરની મૂંઝવણ જોઇને લખમલભાઇ કહેવા લાગ્યા:'તમારે વધારે વિચારવાની જરૂર નથી. તમારા માટે એક
  • Read Free
પ્રેમ - નફરત - ૪૨
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૨ નવા મોબાઇલનું બધું જ નક્કી થઇ ગયા પછી એને બધાંની સામે રજૂ કર્યા બાદ જ લોન્ચ કરવાનો ઇરાદો આરવનો હતો. આરવે મોબાઇલનો સેમ્પલ તૈયાર કરી રચના સાથે બેસીને પોતે ચકાસી લીધો હતો. ...Read Moreપોતાની કામગીરીથી સંતુષ્ટ હતા. આરવે એ મોબાઇલનો એક સેમ્પલ ઇ કોમર્સ વેબસાઇટને મોકલી આપ્યો હતો. હવે એમના તરફથી સંમતિ મળી જાય એટલે પ્રોડકશન શરૂ કરી દેવાનું હતું.આરવનો વિચાર હતો કે બધાંને એક વખત ડેમો આપી દેવો જોઇએ. એણે રચનાને આ વાત કરી ત્યારે એનો વિચાર અલગ હતો. તે બોલી:'આપણે એનો ડેમો બતાવીશું તો બધાં પોતાના તરફથી કંઇને કંઇ સૂચન કરશે...'
  • Read Free
પ્રેમ - નફરત - ૪૩
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૩ રચનાએ કંઇક વિચારીને કહ્યું:'મને બે કલાકનો સમય આપો. હું ઇન્ટરનેટ પર કોઇ વિકલ્પ શોધીને જણાવું છું.'રચના આરવના જવાબની રાહ જોયા વગર જ પોતાની જગ્યાએ આવીને બેસી ગઇ અને ગૂગલ પર સર્ચ શરૂ ...Read Moreદીધું. તે ઇ કોમર્સ કંપનીને જવાબ આપવા માગતી હતી. લગભગ એક કલાકની મહેનત પછી એણે પાંચ એવા સ્ટાર્ટઅપના સરનામા અને ફોન નંબર મેળવી લીધા જે મોબાઇલ વેચવા માટે એક અલગ પ્રકારની જ વેબસાઇટ ચલાવી રહ્યા હતા. રચનાએ બે જગ્યાએ ફોન કર્યો પણ સંતોષકારક માહિતી કે જવાબ મળ્યા નહીં. રચનાને થયું કે યુવાનો સરકારી સહાય મેળવવા સ્ટાર્ટઅપ ચાલુ કરીને બેસી જાય
  • Read Free
પ્રેમ - નફરત - ૪૪
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૪ રચનાએ આરવને એમના લગ્નમાં જ નવો મોબાઇલ લોન્ચ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. રચનાનું કહેવું હતું કે આમ પણ જે લોકોને લગ્નમાં બોલાવવાના છે એમાંથી મોટાભાગનાને મોબાઇલ લોન્ચિંગ કાર્યક્રમમાં બોલાવવાના જ છે. ...Read Moreલગ્ન પૂર્ણ થાય કે તરત જ મોબાઇલ લોન્ચ કરી દેવાનો. લોકોનો સમય બચશે અને આપણો ખર્ચ ઘટશે. અને એક અલગ રીતે મોબાઇલ લોન્ચ થયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા થશે. લગ્ન પ્રસંગે મોબાઇલની જાહેરાત થતાં એનો સારો પ્રચાર પણ થઇ શકશે. આપણે કોઇની પાસે ચાંદલો લેવાના નથી. એના બદલે નવો મોબાઇલ ઓનલાઇન ખરીદવા એક કોમ્પ્યુટર સાથેનું કાઉન્ટર ગોઠવી દઇશું. જ્યાં બેઠેલો
  • Read Free
પ્રેમ - નફરત - ૪૫
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૫ રચનાએ પોતાની કંપની હોય એવી ધગશથી 'ઓલ ઇન વન મોબાઇલ' માટે કામ શરૂ કર્યું હતું. તે કોઇને શંકા જાય એવું કંઇ જ કરતી ન હતી. તેને આનંદ એ વાતનો હતો કે લખમલભાઇનું ...Read Moreએણે જીતી લીધું હતું. જો અત્યારે જ એ એનાથી પ્રભાવિત છે તો લગ્ન પછી એમની વહુ તરીકે એ વધારે વિશ્વાસ રાખશે અને મારું કામ વધારે આસાન થઇ જશે. રચનાનું ધ્યાન હવે લગ્નની તૈયારીઓ કરતાં મોબાઇલ પર વધુ હતું. તે કોઇપણ રીતે મોબાઇલને એટલો જબરદસ્ત રીતે લોકપ્રિય અને સફળ બનાવવા માગતી હતી કે 'ઓલ ઇન વન મોબાઇલ' નું નામ ઘરેઘરે ગુંજવા
  • Read Free
પ્રેમ - નફરત - ૪૬
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૬ રચના વધારે કંઇ વિચાર કરે અને પૂછે એ પહેલાં જ આરવે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢીને રૂમની બાજુમાં એક મોટો દરવાજો હતો એને ચાવીમાંના રીમોટથી ખોલ્યો. એ કારનું ગેરેજ જેવું હતું. એમાં બે ...Read Moreજાતની કાર મૂકાયેલી હતી. આરવે જમણી તરફની લાલ કાર તરફ ઇશારો કરી ખુશીથી કહ્યું:'રચના, આજથી તારે આ કાર વાપરવાની છે. હવે તારો સમય બચી જશે અને તને સુવિધા રહેશે...' 'ઓહ! આરવ, થેન્ક યુ!' રચના ખુશીથી ઊછળી પડી. રોજ રીક્ષામાં કે કેબમાં અવરજવર કરીને એ આમ પણ કંટાળી હતી. તેણે સપનામાં વિચાર્યું ન હતું કે આવી કોઇ કાર ખરીદી શકશે. તેણે
  • Read Free
પ્રેમ - નફરત - ૪૭
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૭ રચનાના સ્થાન પર બીજી કર્મચારી લેવાની વાત લખમલભાઇને સામાન્ય લાગી. એમણે હિરેનની વાતને સમર્થન આપતાં કહ્યું:'તારી વાત બરાબર છે. એ વાત મારા ધ્યાન પર આવી ન હતી. રચના ઘર- પરિવારને સંભાળવા સાથે ...Read Moreતો આવશે જ પણ અત્યારે જેટલો સમય આપી શકે છે એટલો આપી શકશે નહીં. અને એ આઇ.ટી. ની જગ્યા પર કામ કરે એ આપણા પરિવારને શોભે નહીં. એણે હવે મેનેજમેન્ટ પર ધ્યાન આપવું પડશે... આરવ, તું નવી જાહેરાત આપીને બીજી કોઇ છોકરીને નોકરીએ રાખી લેજે...'હિરેન મનોમન વિચારતો હતો કે હવે એ પોતાના એક ઓળખીતાની છોકરીને નોકરીએ રખાવીને આરવ અને રચનાની
  • Read Free
પ્રેમ - નફરત - ૪૮
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૮ રચના પાવર બેંકના લાભો બતાવી રહી હતી એ સાંભળીને આરવ પણ નવાઇમાં ડૂબી ગયો હતો. લખમલભાઇ પણ મૌન બેઠા હતા. રચનાને પોતાના વિચારની તરફેણમાં વાત કરતાં જોઇ કિરણ ઉત્સાહથી બોલી ઊઠ્યો:'હા, આવા ...Read Moreફાયદા છે. આપણા માટે આમ આ નવું ક્ષેત્ર છે પણ આપણા મોબાઇલ હોવાથી એના વેચાણનું કામ સરળ છે. આપણા ધંધાનો ઓછા રોકાણથી વિસ્તાર થઇ શકે એમ છે. હું બરાબર કહું છું ને રચના?'રચનાને થયું કે હજુ તેનું બોલવાનું પૂરું થયું નથી અને તેની પાસેથી સમર્થન માગી રહ્યા છે. તે પોતાના સ્વરને વધુ મૃદુ કરતાં બોલી:'કિરણભાઇ, તમારી વાત સાચી છે. હું
  • Read Free
પ્રેમ - નફરત - ૪૯
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૯ આરવના રચના સાથેના ધામધૂમથી લગ્ન થયા. એની સાથે નવા મોબાઇલને પણ લોન્ચ કરી દેવામાં આવ્યો. લગ્ન સાથે મોબાઇલ લોન્ચ કરવાના નવા વિચારની મિડિયાએ ઘણી નોંધ લીધી હતી. સોશિયલ મિડિયામાં આરવ-રચનાના લગ્નની સાથે ...Read Moreમોબાઇલ છવાયેલો રહ્યો હતો. કેટલાકે લખ્યું હતું કે નવા ફેમિલી સાથે 'ફેમી' લોન્ચ થયો. લોકોને મોબાઇલનું નામ 'ફેમી' પસંદ આવી ગયું હતું. પરિવાર માટે વ્યાજબી કિંમતમાં આવો મોબાઇલ મળે એમ ન હતો. યુટ્યુબ ઉપર મોબાઇલનો રીવ્યુ કરનારાઓએ એને એક સારો અને પારિવારિક મોબાઇલ ગણાવ્યો હતો. રચનાનો વિચાર સફળ રહ્યો હતો. હવે એનું વેચાણ કેવું થાય છે એના પર બધો આધાર
  • Read Free
પ્રેમ - નફરત - ૫૦
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૦ આરવ પહેલી વખત દિલ ખોલીને નાચ્યો હતો. તેના દિલમાં ખુશીનો એટલો ઊભરો હતો કે નાચીને વ્યક્ત કરી રહ્યો હતો. રચનાના મનમાં પોતે આયોજન મુજબ જ આગળ વધી રહી હોવાની ખુશી હતી. એક ...Read Moreએક કદમ એકદમ વ્યવસ્થિત મૂકી રહી હતી. કોઇ અવરોધ આવી રહ્યો ન હતો. સાપસીડીની રમતમાં ઘણા નસીબદાર હોય છે જેમને સીડી જ મળે છે અને મંઝિલ પર ઝડપથી પહોંચી જાય છે. રચના પોતાને એવી જ ભાગ્યશાળી માની રહી હતી. જ્યારે મિત્રોએ બીજા એક ગીત પર ડાન્સ કરવાની ફરમાઇશ કરી ત્યારે આરવે હાંફતા- હાંફતા ના પાડી દીધી. પણ એ માન્યા નહીં.
  • Read Free
પ્રેમ - નફરત - ૫૧
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૧ રચનાની વાતથી આરવ ચોંકી ઊઠ્યો હતો. જે સુખ અને આનંદની અનુભૂતિ માટે તેને ઇંતજાર હતો એના પર રચનાએ ઠંડું પાણી રેડી દીધું હતું. તે રચના સાથેની સુહાગરાતની કેટલાય દિવસથી રાહ જોઇ રહ્યો ...Read Moreતેણે કલ્પના કરી ન હતી કે રચના છેલ્લી ઘડીએ આમ અટકી જશે. આરવે લગ્ન પહેલાં એના શરીરને સ્પર્શ કરવાનું પણ ટાળ્યું હતું. લગ્ન પછી તેનો અધિકાર હતો અને રચનાની સાથ આપવાની ફરજ હતી ત્યારે એ ઇન્કાર કરી રહી છે. તે કારણ જાણવા અધીરો થઇ ગયો હતો. તેણે શાંત સ્વરે પૂછ્યું:'રચના, આપણે સુહાગરાત મનાવવા આવ્યા છે અને તું કહી રહી છે
  • Read Free
પ્રેમ - નફરત - ૫૨
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૨ આરવ હસીન સપનાઓ જોઇ રહ્યો હતો એ સાકાર થઇ શક્યા નહીં એનો મનમાં રંજ હતો પણ રચના પ્રત્યેની લાગણીને કારણે એને કંઇ કહી શક્યો ન હતો. તેણે રચનાને 'શુભરાત્રિ' કહ્યું ત્યારે એના ...Read Moreઅચાનક એક અશુભ વિચાર ચમકી ગયો. તે આંખો બંધ કરીને પડી રહ્યો. તેના મનમાં સવાલોની ઝડી લાગી ગઇ... રચના સાથે લગ્ન કરવામાં ઉતાવળ તો કરી નથી ને? માત્ર તેના સારા સ્વભાવ અને એની કામગીરીને જોઇને જ લગ્ન કરવા તૈયાર થઇ ગયો ન હતો ને? હા, રચના વિશે એણે પૂરતી માહિતી મેળવવાની દરકાર રાખી નથી. પરિવારમાં ખરેખર માત્ર એની માતા જ
  • Read Free
પ્રેમ - નફરત - ૫૩
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૩રચનાએ સંજનાને મળવા જવાનું ગોઠવી દીધું હતું. એ માટે આરવને કોઇ કારણ આપવું જરૂરી હતું. સંજના સાથે એ બહુ મહત્વની વાત કરવા જવાની હતી. તેની આગળની યોજનાને આગળ ધપાવવા સંજનાનો સાથ જરૂરી હતો. ...Read Moreસાથે તે હનીમૂન મનાવવા આવી હતી. બંને ફાર્મહાઉસમાં બે દિવસ રોકાવાના હતા. તે આજે શહેરમાં કોઇ કામથી જવાની વાત કરે તો આરવને શંકા જાય એમ હતી. આખરે તેને મમ્મીને મળવાનું બહાનું હાથવગું લાગ્યું. આરવ એ માટે ના પાડી શકશે નહીં.આરવ ઊઠ્યો એટલે રચનાએ મમ્મીની તબિયતની ખબર લેવા જવા માગતી હોવાનું કહી જ દીધું. આરવને નવાઇ લાગી કે હજુ ગઇકાલે જ
  • Read Free
પ્રેમ - નફરત - ૫૪
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૪રચના બે કલાકમાં જ આરવ પાસે પરત આવી ગઇ હતી. આરવે એને ખાસ કંઇ પૂછ્યું નહીં એટલે એને રાહત થઇ હતી. રચનાએ એની સાથે પરિવાર વિશે વાતો કરી અને લખમલભાઇના ઇતિહાસ વિશે જાણ્યું. ...Read Moreકેવી રીતે ધંધાને નાના પાયા પરથી શરૂ કરીને કંપની બનાવી અને દેશ- વિદેશ સુધી મોબાઇલ પહોંચાડી રહ્યા છે એની યશ ગાથા આરવે કહી. લખમલભાઇ એક લારી ઉપર મોબાઇલની એકસેસરી વેચતા હતા એ જાણીને રચનાને બહુ તાજ્જુબ થયું. એણે અકારણ જ પોતાની એમની સાથે સરખામણી કરી દીધી! પોતે એક સામાન્ય કામદારની પુત્રી છે અને આજે એક કંપનીના માલિકની પુત્રવધૂ બની ચૂકી
  • Read Free
પ્રેમ - નફરત - ૫૫
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૫રચનાને થયું કે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની પર પોતાનું પ્રભુત્વ સ્થાપવામાં સફળ થઇ રહી છે પરંતુ આરવ થોડો નારાજ નજર આવી રહ્યો છે. તેનું વર્તન પ્રેમભર્યું હતું. છતાં આરવને પોતાની કોઇ વાતથી ...Read Moreહોય એવો અંદેશો આવી રહ્યો હતો. તે ભલો પતિ સાબિત થઇ રહ્યો હતો. પરિવારમાં હજુ એ બીજા સભ્યો સાથે સામંજસ્ય બેસાડી શકી ન હતી પરંતુ લખમલભાઇ અને આરવ તેને માન આપતા હતા. તેના માટે લાગણી ધરાવતા હતા. સાસુ સુલોચનાબેન એમની ભક્તિમાં અને સંતાનોના બાળકોને સાચવવામાં જ રહેતા હતા. એમણે રચના સમક્ષ એમના સંતાનની ઇચ્છા પણ પ્રગટ કરી દીધી હતી. તે
  • Read Free
પ્રેમ - નફરત - ૫૬
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૬રચનાએ આરવની વિદેશ જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. આરવનું એકલા જવા મન માનતું ન હતું. લખમલભાઇનું સૂચન હતું કે આરવે વિદેશમાં સેમિનારમાં ભાગ લેવો જ જોઈએ. એમણે પણ રચનાને આગ્રહ કર્યો. રચનાએ ...Read Moreમાતાની તબિયત સારી ન હોવાની વાત કરવા સાથે આરવને વિદેશનો અનુભવ હોવાથી તે વધુ સારી માહિતી મેળવી શકશે જેવા કેટલાક કારણો રજૂ કરી મનાવી લીધા. રચનાને શંકા હતી કે હિરેન કે કિરણ વિદેશ ફરવા જવાના આશય સાથે પણ એની સાથે જવા તૈયાર થઇ જાય તો આખું આયોજન માથે પડે એમ હતું. રચના એક તીરથી બે શિકાર કરવા માગતી હતી. આરવને
  • Read Free
પ્રેમ - નફરત - ૫૭
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૭રચના શાંતિથી મીતાબેનની વાત સાંભળી રહી હતી. અગાઉ તેણે પોતાના બાળપણ વખતની પિતાની ઘણી વાતો સાંભળી હતી. એ બધી જ વાતો ટુકડે ટુકડે સાંભળી હતી. હવે તે એકસાથે આખી વાત સાંભળવા માગતી હતી. ...Read Moreકંપની અને પરિવારમાં એ એવો પ્રવેશ મેળવી ચૂકી હતી કે હવે પોતાના ધ્યેયમાં સફળ થવાનું સરળ સમજી રહી હતી. એ માટે મા-બાપની આખી જીવનકથા સાંભળવી જરૂરી હતી. એ પિતાને થયેલા અન્યાયનો બદલો લેવા માગતી હતી. તે લખમલભાઇના પગ જ નહીં કંપનીના પાયા પણ ધ્રૂજાવતા માગતી હતી. કેમકે એ કંપનીના પાયામાં એમનો પરસેવો નહીં કોઇનું રક્ત છે. લખમલભાઇ અને એમનો પરિવાર
  • Read Free
પ્રેમ - નફરત - ૫૮
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૮ મીતાબેન રણજીતલાલની લખમલભાઇ સાથેની એ પહેલી મુલાકાતની વાત કરી રહ્યા હતા:'લખમલભાઇની વાત સાંભળી તારા પિતાને નવાઇ લાગવા સાથે એ ન સમજાયું કે બીજા મજૂરોને પોતાના કામથી શું વાંધો હોય શકે? ઉલટાનું એ ...Read Moreબીજા મજૂરો સાથે સારો સંબંધ રાખતા હતા. એમને કંપનીના કે પરિવારના કોઇપણ કામમાં મદદરૂપ થતા હતા. મને મજૂર તરીકે ના રાખવાનું બીજું કોઇ કારણ હશે? તારા પિતાને એક ડર લાગ્યો કે આ નોકરી છૂટી જશે તો બીજી જલદી મળતાં વાર લાગશે અને ભૂખ્યા દિવસો કાઢવાનો વખત આવશે.એ ગભરાઇને કહેવા લાગ્યા:"સાહેબ, મારો વાંક-ગુનો શું છે? એમણે શું ફરિયાદ કરી છે? મને
  • Read Free
પ્રેમ - નફરત - ૫૯
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૯ મીતાબેન રચનાને ભૂતકાળમાં ડૂબકી મરાવી રહ્યા હતા ત્યારે મોબાઇલ રણક્યો. રચનાએ પોતાના મોબાઇલમાં જોયું કે આરવનો કૉલ હતો. રચનાએ ઇશારાથી જ મીતાબેનને અટકવા કહ્યું અને બીજા રૂમમાં જઇને આરવ સાથે વાત શરૂ ...Read Moreકેમ છે? પહોંચી ગયો?''હા, હું અહીં આવી તો ગયો છું પણ મારું મન ત્યાં જ છે, તારી સાથે! શરીરથી સહીસલામત છું પણ મનથી નિરાશ. તું આવી હોત તો કેટલી મજા આવી ગઇ હોત...' એમ નિરાશાના સૂરમાં બોલ્યા પછી આરવને મીતાબેનની તબિયતનો ખ્યાલ આવી ગયો એટલે સંયમ રાખીને આગળ કહ્યું:'તારા માટે મમ્મીને સાચવવાની ફરજ પણ હતી એટલે હું વધારે દબાણ કરી
  • Read Free
પ્રેમ - નફરત - ૬૦
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૦ રચના મોબાઇલમાં દુબઇનો સમય જોઇ થોડે દૂર જઇને કોઇને ફોન કરવા લાગી. એણે કહ્યું:'અચ્છા! બધી વ્યવસ્થા બરાબર થઇ ગઇ છે ને? આરવને કોઇ વાતની ખબર પડવી ના જોઇએ. બસ એટલું સંભાળી લેજે. ...Read Moreસમય પર મને રિપોર્ટ આપતી રહેજે.' સામેથી કોઇ મહિલાનો એવો જવાબ આવ્યો કે એ મનોમન ખુશ થઇ ને એના ચહેરા પર હાસ્ય આવી ગયું.દુબઇ કોઇ મહિલા સાથે વાત કરીને તે મીતાબેન પાસે ગઇ અને બોલી:'મમ્મી, લખમલભાઇ સાથે જે સંઘર્ષ થયો એ મજૂરોને કારણે જ હતો ને? મને આખી વાત શરૂઆતથી કરો...'મીતાબેન શાંત સ્વરે એ સંઘર્ષની કથા માંડતા બોલ્યા:'લખમલભાઇની નવી કંપનીમાં
  • Read Free
પ્રેમ - નફરત - ૬૧
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૧ મીતાબેનની વાત સાંભળી રચનાના ચહેરા પર એ ઘટના હમણાં બની હોય એમ એના પ્રત્યાઘાત ઉદાસી બનીને લીંપાઇ ગયા. તે બોલી ઊઠી:'મા, કાશ એ બધું ના બન્યું હોત તો કેટલું સારું? એ વાત ...Read Moreકરવી એટલે જૂના ઘા ખણવા જેવી વાત છે. મા, મારે એ વાતને ફરી યાદ કરવી છે. એનો બદલો લેવો છે. મારે એ દુ:ખને ફરી જાણવું છે અને એ લખમલભાઇને અને એના પરિવારને આપવું છે. આપણે ઘણા વર્ષ સુધી એ દુ:ખ ભોગવ્યું છે. જાણે અગનભઠ્ઠીમાંથી પસાર થયા છે. તેં એ દુ:ખ સહન કરવા સમયના મોટા ખંડમાં તારી જાતને હોમી દીધી હતી...'મીતાબેનની
  • Read Free
પ્રેમ - નફરત - ૬૨
પ્રેમ-નફરત- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૨ મીતાબેનનું અસ્ખલિત બોલવાનું ચાલું જ હતું. એમના શબ્દોમાં એ સમયની ઘટના જીવંત થઇ રહી હતી:'દેવનાથભાઇ તારા પિતાને આમતેમ શોધી રહ્યા હતા ત્યારે પોલીસ એની કાર્યવાહીમાં વ્યસ્ત હતી. કંપનીના કેટલાક કર્મચારીઓએ ફરિયાદી બનીને એક ...Read Moreએક મજૂરના નામ લઇ કેસ નોંધાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે મજૂરોના નામ લઇ એમને બાજુમાં ઊભા કરવાનું શરૂ કરી દીધું હતું. મજૂરો બહુ મોટા ગુનેગાર હોય એમ એમની સાથે વર્તન થઇ રહ્યું હતું. એક- બે મજૂરે આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી ત્યારે એક પોલીસે કહ્યું:'ભાઇ, જેલમાં જવાની બહુ ઉતાવળ છે? પોલીસની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ બીજો કેસ
  • Read Free
પ્રેમ - નફરત - ૬૩
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૩ મીતાબેનની વાત બહુ મહત્વના મુદ્દા પર આવી ચૂકી હતી. રચનાએ આ વાત વર્ષો અગાઉ જાણી હતી. ત્યારે એ નાની હતી. આ ઘટનાની તીવ્રતા આજે અનેકગણી વધારે અનુભવી રહી હતી. તેને પિતા વિશેની ...Read Moreક્ષણની વાત જાણવી હતી. એટલે જ તે શાંતિથી મીતાબેન પાસે બેઠી હતી. કંપનીમાં પિતા ગૂમ થયા છતાં મજૂરો કે કર્મચારીઓએ એમની નોંધ લીધી નહીં હોય? શું એ જાણીને અજાણ બન્યા હશે? દેવનાથભાઇના હૈયે એમનું હિત અને લાગણી હતા એ સારું થયું. નહીંતર રણજીતરાય એક રહસ્ય બનીને રહી ગયા હોત કે શું?રચનાની વિચારધારાને અટકાવતો મીતાબેનનો અવાજ આવ્યો:'બેટા, દેવનાથભાઇની હિંમતને હું આજે
  • Read Free
પ્રેમ - નફરત - ૬૪
પ્રેમ નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૪ આરવ અનેક વખત વિદેશ જઇ આવ્યો હતો. તે વિદેશમાં ભાણ્યો હતો. પરંતુ ભારતીય સંસ્કૃતિને છોડી ન હતી. આજે તે વિદેશની ધરતી પર ઉતર્યો ત્યારે એક અજીબ લાગણી થઇ રહી હતી. રચના ...Read Moreલગ્ન કર્યા પછી પહેલી વખત એક એક્સ્પોમાં દુબઇ આવવાનું થયું હતું. અહીં લાઇટોની ઝાકઝમાળ અને ઊંચી બિલ્ડિંગોની હારમાળાઓ જોઇ આંખો અંજાઇ જતી હતી. તે ટેકસીમાં હોટલ પર આવ્યો અને થોડા કલાક માટે આરામ ફરમાવી રહ્યો. ભારતના અને દુબઇના સમયમાં માંડ દોઢ કલાકનો ફરક હતો. જેટલેગ જેવું કંઇ અનુભવાયું નહીં. અને પૂરતો આરામ મળી જતાં તે તાજગીનો અનુભવ કરી રહ્યો હતો.
  • Read Free
પ્રેમ - નફરત - ૬૫
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર પ્રકરણ-૬૫ આરવ એક બંધ કમરામાં પોતાની સામે એક અજાણી યુવતીને જોઇને ચોંકી ગયો હતો. હોટલની સુરક્ષા વ્યવસ્થા અંગે તેને શંકા ગઇ. કમરાની ચાવી પોતાની પાસે હતી છતાં આ અજાણી ડાન્સર જેવી યુવતી ...Read Moreકેવી રીતે આવી ગઇ. એનો આશય શું હશે? શું હોટલની આ પરંપરા હશે? એમના પેકેજમાં એવું તો કંઇ લખ્યું ન હતું કે રાત્રે એક ડાન્સરનો ડાન્સ માણવા મળશે? અને પોતે પણ હોટલના બુકિંગ પર ધ્યાન આપ્યું ન હતું. બધું જ કામ રચનાએ કરાવ્યું હતું. એણે વળી બીજા કોઇ પર ભરોસો મૂક્યો હશે. આરવે વધારે વિચાર કરવાને બદલે અંગ્રેજીમાં કહ્યું:'આ ડાન્સ
  • Read Free
પ્રેમ - નફરત - ૬૬
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૬ આરવને નવાઇ લાગી રહી હતી. પોતે ભારતથી એકલો આવ્યો હતો. અહીં પણ એકલો જ રહેતો હતો અને ફરતો હતો. કોઇ સ્ત્રી એની સાથે ન હતી. એ અહીં આવીને કોઇ ભારતીય કે વિદેશી ...Read Moreમળ્યો નથી. રિસેપ્શનિસ્ટ કયા આધારે કહી રહી છે કે મારા રૂમમાં જે છોકરી છે એને મેં બોલાવી હતી. આરવને ગુસ્સાથી સવાલ કરતો જોઇ રિસેપ્શનિસ્ટને આંચકો લાગ્યો હતો. તેને સમજાતું ન હતું કે આ ગ્રાહક આવું વર્તન કેમ કરી રહ્યો છે. એણે આરવનું માન જાળવતાં કહ્યું:'સર, આપની રૂમ બે જણ માટે એટલે કે કપલ માટે બુક થયેલી છે. અને એ રૂમના
  • Read Free
પ્રેમ - નફરત - ૬૭
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૭ આરવ વિચારમાં ડૂબી ગયો હતો. તેણે રચનાને ફોન કરી અપડેટ આપવાનું વિચાર્યું ત્યાં ડોરબેલ વાગ્યો. તેને આશા જાગી કે હોટલવાળા કોઇ ખબર લઇને આવ્યા હશે. તેણે દરવાજો ખોલ્યો.સામે કોઇ ન હતું. તેને ...Read Moreકે આ શું બની રહ્યું છે? કોઇ ભૂત- પ્રેત તેનો પીછો કરી રહ્યું છે કે શું? બેલ કોણે માર્યો હશે? અહીં વિદેશની હોટલમાં કોઇ મજાક કરતું નથી કે કોઇને કારણ વગર ડિસ્ટર્બ કરતું નથી. તેને થયું કે રચનાએ હોટલ પસંદ કરવામાં ભૂલ કરી છે. આ કહેવા પૂરતી જ ફાઇવ સ્ટાર હોટલ છે. એનું મેનેજમેન્ટ બરાબર નથી. તે વિચારમાં હતો ત્યારે
  • Read Free
પ્રેમ - નફરત - ૬૮
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૮ આરવને કલ્પના ન હતી કે લગ્નનું સુખ આટલું જલદી માણવા મળશે! આરવ લગ્ન પછી રચનાની પરિસ્થિતિને સ્વીકારીને સહયોગ આપી રહ્યો હતો. રચનાએ એક વખત કહ્યા પછી એણે ક્યારેય લગ્નસુખ માટે જીદ કરી ...Read Moreહતી કે દબાણ કર્યું ન હતું. એ લગ્નસુખના દિવસની શરૂઆત થવાની રાહ જોઇ રહ્યો હતો. દુબઇ આવ્યો ત્યારે એકલતા કનડતી હતી. એક કુંવારા વિદેશી બિઝનેસમેન સાથે જ્યારે મુલાકાત થઇ ત્યારે એણે હમણાં જ લગ્ન કરીને એકલા આવેલા આરવને દુબઇમાં થાઇ મસાજ બહુ મશહૂર હોવાનું કહી લાભ લેવા કહ્યું હતું. આરવને ખબર હતી કે એનો ઇશારો શું છે. આરવ દુબઇ આવીને
  • Read Free
પ્રેમ - નફરત - ૬૯
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૯ આરવ રચના સાથે સુહાગરાત માણ્યા પછી સહેજ અળગો થઇને બોલ્યો:'તેં આજે મને ન્યાલ કરી દીધો છે. મને કલ્પના ન હતી કે તું વિદેશ સુધી દોડી આવીશ. તારા અંગેઅંગની મસ્તીનો રોમાંચ મારા શરીર ...Read Moreઓછો થયો નથી... પણ હવે એ કહે કે આ બધું અચાનક કેવી રીતે ગોઠવી દીધું?' 'આરવ, તું જે રીતે સુહાગરાત માણવા તડપતો હતો એ રીતે હું પણ એ સુખની ઘડીના ઇંતજારમાં હતી. મમ્મીની કેન્સરની બીમારીએ આપણા મિલન પર બ્રેક લગાવી દીધી હતી. મને પણ કલ્પના ન હતી કે મમ્મીનું કેન્સર આટલું જલદી મટી જશે. તમારા જવાના બે દિવસ અગાઉ જ
  • Read Free
પ્રેમ - નફરત - ૭૦
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૦આરવ માટે દુબઇની યાત્રા યાદગાર બની ગઇ હતી. તેને મોબાઇલની તકનીક કરતાં રચનાને નવી નવી રીતથી પ્રેમ કરવાની તકનીક વધારે આનંદિત કરી ગઇ હતી. રચનાએ જે રીતે એને પોતાની આગોશમાં લઇ પ્રેમના સરોવરમાં ...Read Moreદીધો હતો એનો આનંદ સર્વોપરી હતો. ત્યારે એને ખબર ન હતી કે રચના એના પરિવારને બીજી રીતે પણ નવડાવવાની હતી! રચના દુબઇથી પરત ફરીને તરત જ મોટો ધડાકો કરવાની હતી.દુબઇથી પરત ફરી પોતાના ઘરે પહોંચીને આરવ અને રચનાએ પિતા લખમલભાઇને મોબાઇલના નિર્માણમાં કેવા પરિવર્તન આવી રહ્યા છે એની માહિતી આપી ત્યારે એમની આંખો આશ્ચર્યથી ફાટી ગઇ. રચના મનોમન જ બબડી
  • Read Free
પ્રેમ - નફરત - ૭૧
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૧ રચના બહાનું બનાવીને આજે આરવ પહેલાં ઘરેથી નીકળી ગઇ હતી. એ માના બંગલા પર પહોંચી ગઇ હતી. એમની પાસેથી પિતાની પૂરેપૂરી વાત સાંભળવાની બાકી હતી. એ પોતાના મનમાં પિતા સાથે થયેલા વર્તનનો ...Read Moreલેવાનું ઘૂંટી રહી હતી. એ પિતાની વાતો સાંભળીને પોતાની જાતને વધારે મજબૂત બનાવવા માગતી હતી.રચના પહોંચી ત્યારે મીતાબેન પરવારીને એની રાહ જોતા હતા. રચનાએ મનોમન ખુશી વ્યક્ત કરી કે આરવ સામે માને કેન્સર હોવાની વાત ઊભી કરી અને સારું થઇ ગયું એવો અહેવાલ આપીને એ પ્રકરણ પૂરું કરીને પોતાનું કામ કાઢી લીધું હતું. માને પણ આ યોજનાનો કોઇ અણસાર આવવા
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Mital Thakkar Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Mital Thakkar

Mital Thakkar Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.