અંગત ડાયરી - તકલીફોને આવકારો

  • 2.7k
  • 1.1k

શીર્ષક : તકલીફોને આવકારો લેખક : કમલેશ જોષીલાઈફ ઇઝ અ ગેમ. જીવન એક રમત છે. શેરીમાં બાળકો રોજ અવનવી રમતો રમતા હોય છે. રમતમાં કેટલાક ફિક્સ બનાવો બનતા હોય. બે ટીમ પડે. એક ટીમ દાવ લે, બીજી આપે. એક જીતે બીજી હારે. મારો ભાણીયો ક્રિકેટમાં આઉટ થાય એટલે ભારે નિરાશ થઈ જાય. બેટ અને દડા ઉપર ગુસ્સો ઉતારે. એક દિવસ એને ક્રિકેટ રમવા જવું હતું. એ દડો શોધતો હતો. મેં કહ્યું: "આ દડો ન હોય તો કેવું સારું નહિ! ન ગુગલી પડે કે ન દાંડી ડુલ થવાનો ડર લાગે." એ મારી સામે તાકી રહ્યો. થોડી વાર કલ્પના કરી એ બોલ્યો,