ચક્રવ્યુહ... - 7

(53)
  • 5.7k
  • 4
  • 3.8k

ભાગ-૭ “ઓ.કે. મેડમ.” સુબ્રતો રોયે કાશ્મીરાને માઇક આપ્યુ અને તેઓ પાછળ ખસી ગયા.   “ત્રીજુ અને આખરી નામ જે ખન્ના ગૃપ સાથે જોડાવાનુ છે તેના વિશે થોડુ કહેવા ઇચ્છું છું. એ વ્યક્તિ ખુબ મહેનતુ, એક્સ્ટ્રા ઓર્ડીનરી પર્શનાલીટી ધરાવે છે. સાચી વાત કહેવામાં જરા પણ અચકાઇ તેમ નથી. સમયનું મહત્વ તેના માટે ખુબ જ છે. મળતાવડો સ્વભાવ અને પોતાની વાત કોન્ફીડન્સથી કહેવાની ખાસીયત અને કાંઇક કરી છુટવાની ભાવના ધરાવે છે તે વ્યક્તિ.”   “રોશની નાઉ આઇ હેવ ટુ ક્વિટ. છેલ્લો દિવસ છે મારો ખન્ના ગૃપ સાથે. મને નથી લાગતુ કે લાસ્ટ નામ મારુ એનાઉન્સ થાય.” રોહનના ચહેરા પર ગભરાહટ સાફ સાફ