ચક્રવ્યુહ... - 20

(47)
  • 4.1k
  • 3.1k

પ્રકરણ-૨૦ “મિસ્ટર રોહન, ઇમીડ્યેટ્લી કમ ઇન માય ચેમ્બર.” કાશ્મીરાએ આવતાવેંત જ ઇન્ટરકોમથી રોહનને બોલાવ્યો.   “યસ મેડમ, કમીંગ.”   “મે આઇ કમ ઇન મેડમ?”   “યસ કમ ઇન એન્ડ ગીવ મી ક્લેરીફીકેશન અબાઉટ ડ્યુ પેમેન્ટ.”   “જી મેડમ, આ રહી ફાઇલ. આ ફાઇલ્સમાં તમામ રિસીપ્ટ સામેલ કરી છે.” રોહને ફાઇલ આપતા કહ્યુ.   “આ ફાઇલ્સની મારે આરતી ઉતારવાની?” ફાઇલને હવામાં ફંગોળતા કાશ્મીરા ખુરશી પરથી ઊભી થઇ ગઇ.   “સોરી મેડમ, લાસ્ટ ડ્યુ પેમેન્ટ હળબળીમાં ભરવાનુ ચુકાઇ ગયુ. મે આજે જ નિરવને મોકલ્યો છે બ્રાન્ચ પર આ બાબતે ઇંક્વાયરી માટે, બસ એ હમણા આવતો જ હશે.”   “નિરવ આવે એ પહેલા