વાંઝિયાપણું, વંધ્યત્વ, ઇન્ફર્ટિલિટી – ચાલો ,સમજીએ એના કારણો..

  • 5.3k
  • 1.9k

જ્યારે દંપતી કોઇ પણ ગર્ભનિરોધકોના ઉપયોગ વગર નિયમિતપણે શારીરિક સમાગમ કરતા હોય ને છતાં ૧૨ મહિના કે તેથી વધારે સમય વીતવા છતાં સ્ત્રીને ગર્ભ ન રહે તો તેને ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ કહી શકાય. જો દંપતી ગર્ભનિરોધકોના ઉપયોગ વગર નિયમિતપણે શારીરિક સમાગમ કરતા હોય તો ૮૦ થી ૮૫ % દંપતીઓમાં સ્ત્રી લગ્નના એક વર્ષની અંદર જ ગર્ભ ધારણ કરે છે. દર છ દંપતીઓમાંથી એક દંપતી(અથવા ૨૦% પરિણીત મહિલાઓ)ને ગર્ભ ધારણ કરવા અથવા ગર્ભને ટકાવી રાખવામાં મુશ્કેલી પડતી હોય છે. દુનિયામાં જેટલા કિસ્સાઓમાં વંધ્યત્વ જોવા મળે છે તેમાંથી ૪૦% કિસ્સાઓમાં સ્ત્રી જવાબદાર્ હોય છે, ૪૦% કિસ્સાઓમાં પુરુષ જવાબદાર હોય છે, જ્યારે