ચક્રવ્યુહ... - 39

(60)
  • 5.2k
  • 3k

પ્રક્રરણ-૩૯ “હેલ્લો મેડમ, રોહન સ્પીકીંગ.” રોહનનો અવાજ સાંભળતા જ કાશ્મીરા ખુશીથી ઉછળી પડી.   “યસ રોહન.” કાશ્મીરાએ કહ્યુ.   “મેડમ, ઇફ યુ આર ફ્રી, આપણે મળી શકીએ?”   “યા શ્યોર, વ્હાય નોટ?” “હું મારા ફ્લેટ પર ટેરેસ પર છું, તમે અહી આવી શકશો?”   “ઓ.કે. આવુ છું.” ફોન કટ કરતા જ તે ઉછળવા લાગી અને કીકીયારીઓ કરવા લાગી.   “કાલ્મ ડાઉન કાશ્મીરા, રોહનને મળવા જવુ છે તો આ રીતે નહી જવાય, કાંઇક સ્પેશીયલ તૈયાર થઇને જવુ પડશે. રોહનને ઇમ્પ્રેસ જો કરવાનો છે.” મીરર સામે જોતા કાશ્મીરા પોતાની સાથે જ વાતો કરવા લાગી અને તૈયાર થવા માટે ડ્રેસ ચુઝ કરવા લાગી.