પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૨

(13)
  • 2.5k
  • 1.7k

"સરલાવહુ...આરામ થઈ ગયો?"- સામેથી આવતી સરલાકાકી અને શ્યામાને જોઈને દાદાએ પૂછ્યું. "જી દાદાજી, સારું છે એટલે આવી!" સરલાએ એના રણકાદાર અવાજ સાથે કહ્યું. "ભલે,જોઈ લેજો તમારા ભાણિયાને બધા બરાબર જમાડે તો છે ને?"- દાદાએ સરલાને શ્રેણિક સાથેનું સગપણ કહેતાં કહ્યું. "હા...તમે હોવ તો મારે ક્યાં જોવાનું આવે? તમારી મહેમાનનવાજી અવ્વલ જ હોય!"- સરલાએ પાણી ચડાવતા કહ્યું. "મહેમાન તો આપણો દેવ કે'વાય!"- દાદાએ એમની મૂછોને તાવ દેતાં કહ્યું. "હા તો મહેમાનને તકલીફ નો પડે એનું ધ્યાન પણ રાખવું પડે ને!" સરલાએ શ્રેણિક સામે જોતા કહ્યું. "એમાં શેની તકલીફ? આપણે ક્યાં એમની જોડે ભારા ઉપડવ્યા સે? હાસુ કીધું ને નયન?"- દાદાએ અમસ્તા