અંગત ડાયરી - નિષ્ફળતાને સફળ થવા દો

  • 2.7k
  • 892

શીર્ષક : નિષ્ફળતાને સફળ થવા દો ©લેખક : કમલેશ જોષીએક મિત્રે વિચિત્ર વાક્ય કહ્યું: ‘નિષ્ફળતાને આપણે સફળ થવા દેતા નથી એટલે આપણે સફળ થતા નથી.’ કોઈ પણ નિષ્ફળતા, પછી એ પરીક્ષામાં ફેલ થવાની હોય, હરીફાઈમાં હારી જવાની હોય, ઇન્ટરવ્યુ ક્લીયર ન થવાની હોય, ચૂંટણી ન જીતી શક્યાની હોય કે જીવનનો એક આખો દસકો કાળો ડીબાંગ ગયો હોય એની હોય, કોઈ પણ નિષ્ફળતા આપણને મળે ત્યારે આપણું રિએક્શન શું હોય છે? ‘સિલેબસ બહારનું પેપર હતું’, ‘જજીસે પક્ષપાત કર્યો’, ‘લાગવગ કે પૈસા ખવડાવે એને જ નોકરી મળે છે’, ‘ઈ.વી.એમ.માં ગરબડ થઈ’ કે ‘મારા ગ્રહો કે નસીબ જ ખરાબ છે’ વગેરે વગેરે વગેરે...!