કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5

(13)
  • 4.1k
  • 3
  • 1.4k

**********************************************1.**************************************તું કહે એટલી બધી સરળ નથી...અને હું સમજુ એટલી કદાચ અઘરી પણ નથી...તો પણ ભટકાવે વારંવાર એવી છેતરામણી તો ખરી...સીધા ચાલતા હોય એને હંફાવે એવી આડકતરી પણ ખરી....પ્રયત્નો કરવામાં બસ ઢીલાશ જો મૂકી દીધી..રસ્તો જ ભુલાવી દે એવી ભૂલકણી પણ ખરી...એતો જિંદગી છે સાહેબ......પકડવા મથો તો કદાચ પકડાઈ પણ જાય...પણ,હાથમાંથી સરકી પડે એવી લપસણી તો ખરી...**************************************2.**************************************આ હૃદય થી મ્હોં સુધી નો રસ્તો કેટલો લાંબો રહ્યો હશે...માણસ પણ ઘણીવાર એના લીધે હાર્યો હશે...કેટલીય લાગણીઓ શબ્દો સુધી પહોંચતાં ભૂલી પડી હશે...ક્યાંક બેસી કોઈ સથવારા ની રાહ જોતી હશે...કેટલીક થાકી ને વિખરાય ગઈ હશે...ને કેટલીક તો સમયના પ્રહરે ચગદાઈ ગઈ હશે...પણ,કેટલીક એટલી અક્કડ