પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૮

(19)
  • 2.6k
  • 3
  • 1.4k

"આવો કાકા! આવો.... આ બાજુ પાર્ક કરી દઈએ ગાડી, અહી છાયડો છે." નયને મહેશકાકાને ગેટ પાસે જોતાં વેત કહ્યું. "ભલે...ભઈલા, એન્ટ્રી કરાવવાની હશે ને?"- મહેશભાઈએ ગાડીનો કાચ ખોલતાં કહ્યું. "જી, એ તો હું કરાવી દઉં છું તમે આવતાં રહો." નયને સન્માનભેર તેઓને આવકાર્યા. "ભલે, શ્યામા...આવી જાઓ તમે આ બાજુ, નયનભાઈ ગાડી પાર્ક કરાવી દે છે." શ્યામા અને સરલાકાકી ગાડીમાંથી ઉતર્યા, શ્યામાનો સફેદ દુપટ્ટો બહાર આવતાની સાથે પવનની લહેરખીમાં લહેરાવા માંડ્યો, એની જૂલ્ફો જાણે ગરમીમાં પવન ચાળીને એને શીતળતા આપવા માંડી, લાઈટગ્રીન કમીઝ અને એના પર ખૂબ સુંદર લાગી રહ્યું હતું. સરલાકાકી અને શ્યામા નયન આવે ત્યાં સુધી બાજુમાં પડેલા બાંકડે