તેજાબ - 1

(84)
  • 9.8k
  • 8
  • 5.2k

કનુ ભગદેવ ૧. સેન્ટ્રલ જેલનો કેદી...!  સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ અત્યારે મુંબઈની સેન્ટ્રલ જેલના જેલર સામે બેઠો હતો.  જેલરના ચહેરા પર ચિંતામિશ્રિત વ્યાકુળતાના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.   એની આશાભરી નજર દિલીપના ચહેરા સામે જ મંડાયેલી હતી.  ‘એનું નામ શું છે ?’ દિલીપે ગજવામાં સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢીને તેમાંથી એક સિગારેટ પેટાવ્યા બાદ પૂછ્યું.  ‘અત્યારે તો એણે પોતાના વિશે કશું જ નથી જણાવ્યું મિસ્ટર દિલીપ....!’  ‘તે કયા ત્રાસવાદી સંઘઠન સાથે સંકળાયેલો છે, એની પણ હજુ સુધી ખબર નથી પડી...? દિલીપે સીગારેટનો કસ ખેંચતાં ગંભીર અવાજે પૂછ્યું.  ‘નાં....’ જેલરે નકારાત્મક ઢબે માથું