Tezaab book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tezaab is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તેજાબ - Novels
by Kanu Bhagdev
in
Gujarati Thriller
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ અત્યારે મુંબઈની સેન્ટ્રલ જેલના જેલર સામે બેઠો હતો.
જેલરના ચહેરા પર ચિંતામિશ્રિત વ્યાકુળતાના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.
એની આશાભરી નજર દિલીપના ચહેરા સામે જ મંડાયેલી હતી.
‘એનું નામ શું છે ?’ દિલીપે ગજવામાં સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢીને તેમાંથી એક સિગારેટ પેટાવ્યા બાદ પૂછ્યું.
‘અત્યારે તો એણે પોતાના વિશે કશું જ નથી જણાવ્યું મિસ્ટર દિલીપ....!’
‘તે કયા ત્રાસવાદી સંઘઠન સાથે સંકળાયેલો છે, એની પણ હજુ સુધી ખબર નથી પડી...? દિલીપે સીગારેટનો કસ ખેંચતાં ગંભીર અવાજે પૂછ્યું.
‘નાં....’ જેલરે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.
આજે મુંબઈની સેન્ટ્રલ જેલમાં ખૂબ જ ધમાચકડી જેવું વાતાવરણ હતું.
બધા ચોકિયાતો એકદમ સજાગ અને સાવધાન હતા.
આજે આ જેલમાં એક અત્યંત ખતરનાક ત્રાસવાદીને લાવવામાં આવતો હતો.
‘શું બન્યું હતું, એ જરા મને વિગતથી કહો.......!’ દિલીપ ખુરશી પર પાસું બદલતાં બોલ્યો.
કનુ ભગદેવ ૧. સેન્ટ્રલ જેલનો કેદી...! સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ અત્યારે મુંબઈની સેન્ટ્રલ જેલના જેલર સામે બેઠો હતો. જેલરના ચહેરા પર ચિંતામિશ્રિત વ્યાકુળતાના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. એની આશાભરી નજર ...Read Moreચહેરા સામે જ મંડાયેલી હતી. ‘એનું નામ શું છે ?’ દિલીપે ગજવામાં સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢીને તેમાંથી એક સિગારેટ પેટાવ્યા બાદ પૂછ્યું. ‘અત્યારે તો એણે પોતાના વિશે કશું જ નથી જણાવ્યું મિસ્ટર દિલીપ....!’ ‘તે કયા ત્રાસવાદી સંઘઠન સાથે સંકળાયેલો છે, એની પણ હજુ સુધી ખબર નથી પડી...? દિલીપે સીગારેટનો કસ ખેંચતાં ગંભીર અવાજે પૂછ્યું. ‘નાં....’ જેલરે નકારાત્મક ઢબે માથું
૨ હસીનાનું ખૂન અત્યારે પણ જેલરની ઓફિસમાં એન્ટી ટેરરિસ્ટના બધા ઓફિસરો મોજુદ હતા. ‘અડધો કલાક પૂરો થવાની તૈયારીમાં છે......!’ એક ઓફિસરે વ્યાકુળ અવાજે કહ્યું, ‘અત્યાર સુધીમાં તો મિસ્ટર દિલીપ આવી જવા જોઈતા હતા...!’ ‘તેઓ તો હવે એ ત્રાસવાદીનું મોં ...Read Moreપછી જ આવશે.’ બીજો ઓફિસર બોલ્યો. એના અવાજમાં રહેલો કટાક્ષનો સૂર સ્પષ્ટ રીતે પરખાઈ આવતો હતો. ‘અને ઘડીભર માની લો કે જો એ ત્રાસવાદી મોં નહી ઉઘાડે તો શું થશે...? તો તો મિસ્ટર દિલીપની હાલત જોવા જેવી થશે...’ ઓફિસરની વાત પૂરી થતાં જ મોજૂદ સૌ કોઈ હસી પડ્યા. ‘તમે લોકો મિસ્ટર દિલીપ જેવા માણસની ઠેકડી ઉડાવો છો...?’ જેલર સહેજ કઠોર
૩ નાગપાલની ચિંતા... મુંબઈ સ્થિત સી.આઈ.ડી. હેડકવાર્ટરની ચેમ્બરમાં નાગપાલ ગંભીર ચહેરે પાઈપના કસ ખેંચતો બેઠો હતો ચેમ્બરમાં પ્રિન્સ હેનરી તમાકુની કડવી-મીઠી મહેક પથરાયેલી હતી. નાગપાલના કપાળ પર ચિંતાને કારણે ત્રણ-ચાર કરચલીઓ ઊપસી આવી હતી. એની સામે દિલીપ ગંભીર ચહેરે ...Read Moreહતો. ‘દિલીપ...!’ ખુરશીની બેક સાથે પીઠ ટેકવીને પાઈપમાંથી કસ ખેંચ્યા બાદ એ ગંભીર અને વ્યાકુળ અવાજે બોલ્યો, ‘સંજોગો ખૂબ જ વિકટ થતાં જાય છે. અત્યાર સુધી તો ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે માત્ર પાકિસ્તાનની સરહદમાં જ તાલીમકેમ્પો ખુલ્યા હતા અને ત્યાં જ ત્રાસવાદીઓને તાલીમ અપાતી હતી. ત્યાં જ તેમણે ભારતમાં હિંસા ફેલાવવા માટે તૈયાર કરવામાં આવતાં હતા.પરંતુ પાકિસ્તાન ભારતની જ ધરતી
૪ ત્રાસવાદીઓનું બંકર તે આશરે એક કિલોમીટરના વિશાલ ક્ષેત્રફળમાં ફેલાયેલું ખૂબ જ મોટું બંકર હતું. આ બંકર જ ત્રાસવાદીઓ માટેનું તાલીમકેન્દ્ર હતું. ત્રાસવાદીઓએ ખૂબ જ મહેનતથી ‘ટાઈગર હિલ’ની નીચે ભૂગર્ભમાં આ બંકર બનાવ્યું હતું. બંકર એકદમ સલામત હતું. ‘ટાઈગર ...Read Moreપાસે જ એક ઝૂંપડી હતી, જેમાં સુરદાસ વૃદ્ધા રહેતી હતી. એ ઝૂંપડીમાંથી જ વાસ્તવમાં બંકરમાં આવવા-જવાનો માર્ગ હતો. ઝૂંપડી બે ભાગમાં વહેંચાયેલી હતી. પાછલા ભાગમાં આવેલ લાકડાની એક સીડી નીચે બંકર સુધી પહોંચતી હતી. ત્રાસવાદીઓ આ સીડી મારફત જ આવ-જા કરતાં હતા. બહારથી સુરદાસ દેખાતી એ વૃદ્ધા વાસ્તવમાં સુરદાસ નહોતી, એ માત્ર સુરદાસ હોવાનું નાટક જ કરતી હતી અને ત્રાસવાદીઓની
૫. દિલીપની ચાલ...! ફોજીચોકીના કેદખાનાના એક ખૂણામાં બેડીથી જકડાયેલો સલીમ રઝા બેઠો હતો. ઠંડીને કારણે એનો દેહ કંપતો હતો. કેદખાનાની દીવાલો લાલ ઈંટોની બનેલી હતી અને જમીન પથરાળ હતી. કોઈક પહાડીને ચીરીને આ ફોજીચોકી બનાવવામાં આવી છે તે સ્પષ્ટ ...Read Moreદેખાઈ આવતું હતું. દિલીપ કેદખાનામાં પ્રવેશ્યો ત્યારે એના હાથમાં ગરમાગરમ ચાનો એક મોટો કપ જકડાયેલો હતો. ‘હલ્લો, જેન્ટલમેન !’ એણે સલીમ પાસે પહોંચીને કહ્યું. સલીમે કંઈ જવાબ ન આપ્યો. કડકડતી ઠંડીને કારણે એની હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી. ‘ચા પીવી છે ?’ દિલીપે ચાનો કપ એની સામે લંબાવતા પૂછ્યું. સલીમ રઝાએ સહેજ ખમચાઈને દિલીપ સામે જોયું. પહેલાં તો તેને