તેજાબ - 7

(52)
  • 4.7k
  • 3
  • 3.1k

૭. બંકરમાં યુદ્ધ.....!  બંકરની ઉપર બનેલી ઝૂંપડીમાં રહેલી અને સૂરદાસ હોવાનું નાટક ભજવતી વૃદ્ધ ડોશીના કાને પણ શ્રીનગર-લેહ રાજમાર્ગ પર થયેલ ગોળીબારનો અવાજ અથડાયો હતો.  આ ઉંમરે પણ એ ખૂબ જ ચુસ્ત, તંદુરસ્ત અને સ્ફૂર્તીલી હતી.   ગોળીઓનો અવાજ સાંભળતા જ એ પોતાની લાકડી લઈને ઝૂંપડીના પાછળના ભાગમાં પહોંચી.  ત્યાં પુષ્કળ માત્રામાં સૂતરની આંટીઓ પડી હતી જેના દ્વારા તે આખો દિવસ હાથવણાટનું કામ કરતી હતી.  એણે તાબડતોબ આંટીઓ એક તરફ ખસેડીને તેની નીચે રહેલો લાકડાનો તખ્તો સરકાવ્યો.  તખ્તો ખસતાં જ ખાલી જગ્યામાં નીચે બંકરમાં જવાની સીડી દેખાવા લાગી.  ડોશી ઝાપટાબંધ પગથિયાં ઊતરીને નીચે પહોંચી ગઈ.  બંકરમાં હજુ પણ દોડધામ ચાલુ હતી.