શરત - 3

(11)
  • 2.8k
  • 1.7k

(મમતાબેને આદિને ગૌરી વિશે વાત કરતાં એ મળવાની સ્પષ્ટ ના પાડી દે છે અને ચિંતિત મમતાબેનથી એક ડૂસકું લેવાઇ જાય છે.) ________________________________ આદિ મમતાબેનનું ડૂસકું સાંભળી દાદરેથી પાછો વળ્યો. એમ પણ દિકરાને મા સાથે વધું લગાવ હોય અને દીકરીના મૃત્યુ બાદ આદિએ એમને તૂટતાં જોયાં હતાં. એણે ત્યારે જ એક નિર્ણય લીધો હતો કે મમ્મીની આંખમાં આંસું નહીં આવવા દે. આદિ પીગળ્યો એણે મમતાબેનનો હાથ હાથમાં લઈ કહ્યું, "મમ્મી હું જાણું છું કે તમે મારું સારું જ ઇચ્છો છો પણ દુનિયા તમે માનો છો એટલી સરળ નથી રહી એ તમે પણ જાણો છો. તમે હજી જેને એક જ વાર મળ્યા