શરત - 6

(11)
  • 3.1k
  • 1.7k

(બંને કુટુંબ ચર્ચા કરીને જવાબ આપીશું એમ કહી છૂટાં પડે છે.) ****************** "કેવી લાગી છોકરી?" મમતાબેને ઉતાવળે પૂછ્યું. "સારી છે." "તો હું તારી હા સમજું ને!" "મારી શરત પરવડતી હોય તો હા." "એટલે?" "એટલે એ જ કે મેં સ્પષ્ટતા કરી દીધી છે. મારી શરત કહી દીધી છે." "શું જરૂર હતી!" મમતાબેન ચિંતિત સ્વરે બોલ્યાં. "જરૂર હતી મમ્મી. કોઈ પણ સંબંધમાં પારદર્શિતા ખૂબ જરૂરી છે. કાલ ઊઠીને છેતરપીંડી થઈ એવો આક્ષેપ ન થવો જોઈએ." "પણ... આ રીતે તો.. કદાચ." "જે થશે એ સારું થશે અને દુનિયા વિશ્વાસ પર ચાલે છે તો ચિંતા શાની?" "પણ તારી હા છે ને?" "હા મારી મા.