ભગવાન શંકર ને વહાલો શ્રાવણ માસ..

(12)
  • 3.6k
  • 1
  • 1.7k

ભગવાન શિવજીના શ્રાવણ માસનો મહિમા અધ્યાત્મની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છેહિંદુ ધર્મ શાસ્ત્રોમાં ધર્મ ધ્યાન, અધ્યાત્મની દૃષ્ટિએ શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. શ્રાવણ માસ ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે. આખરે શા માટે?સનતકુમારોએ ભગવાન શિવજીને શ્રાવણ માસ પ્રિય હોવાનું રહસ્ય પૂછ્યું ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે દેવી સતીએ પોતાના પિતા દક્ષના ઘરમાં યોગશક્તિ દ્વારા શરીરનો ત્યાગ કર્યો હતો. તેના પહેલા દેવી સતીએ દરેક જન્મમાં હું પતિ રૂપે એમને મળું એવું સંકલ્પ કર્યું હતું અને બીજા જન્મમાં હિમાલય અને રાની મેનાના ઘરે પાર્વતીના નામથી એમનો જન્મ થયો અને યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કઠોર ઉપાસના કરી પતિ સ્વરૂપે મને પ્રાપ્ત કર્યો.