જીવંત રહેવા એક મ્હોર - 1

(11)
  • 3.8k
  • 2
  • 2.1k

પ્રકરણ પ્રથમ/૧લું આખો હોલ ખચોખચ ભરેલો, માનવમહેરામણ અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા. સંગીત તો જોરદાર હતું પણ લાગી રહ્યું હતું કે કોઈને સાંભળવાની ઈચ્છા ન હતી. થોડું ઉંચા સ્વરે બોલીએ ત્યારે માંડ માંડ સંભળાય. નાનું એવું ગેટટુગેધર હતું પણ શોરબકોર એટલો બધો હતો કે લાગતું હતું પાંચસો માણસો મધ પૂડાની માખીઓ માફક અંદરોઅંદર બણબણતા હતા. રૂપાલીની નજર બસ મને જ શોધતી હોય એમ છકળવકળ જોઈ મારું ધ્યાન ન હોય તેમ મારી સામે જોઈ લેતી. મારી નજર પણ ન ચાહવા છતાં ત્યાં જ અટકી જતી. રૂપાલી ઘડીક આંખોથી ઓઝલ થાય તો મારું મન પણ વ્યાકુળ થઈ ઊઠતું અને મારી નજર એમને