ચોર અને ચકોરી - 38

(19)
  • 2.3k
  • 1
  • 1.2k

(બાને કપડા સુકવતા જોઈને. નાના બાળક જેવી વર્તુણક જીગ્નેશે કરી. ચકોરી. ચકોરી. જો.બા. બા.)... હવે આગળ વાંચો.. બે અજાણ્યા છોકરાઓને પોતાના ઘરની સામે ઊભા રહીને. પોતાને આમ નિહાળતા જોઈને ગીતામાં કપડાં સૂકવતા સુકવતા ઊભા રહી ગયા. હથેળીથી કપાળ ઉપર નેજવુ કરીને બન્નેને દૂરથી જ ઓળખવાની કોશિશ કરી જોઈ. પણ કમજોર થઈ ગયેલી આંખોથી એ બેવ માથી એકેયને ના ઓળખી શક્યા. જીગ્નેશને તો એ નવ વર્ષનો સાવ નાનો. અબુધ બાળક હતો ત્યારે જોયેલો. અને હવે અગિયાર વર્ષે આમ સામે આવીને ઊભો રહશે એવુતો ગીતમાએ વિચાર્યું પણ ના હોય.ભર યુવાનીમાં પહોંચેલો સશક્ત. અને કસરતથી શરીર વાળા જીગ્નેશ ને ઓળખવો એમના માટે મુશ્કેલ