OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Chor ane chakori by Amir Ali Daredia | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. ચોર અને ચકોરી - Novels
ચોર અને ચકોરી by Amir Ali Daredia in Gujarati
Novels

ચોર અને ચકોરી - Novels

by Amir Ali Daredia Matrubharti Verified in Gujarati Fiction Stories

(706)
  • 55.8k

  • 99.6k

  • 35

એ વીસ વર્ષનો ફૂટડો નવજવાન હતો. જીગ્નેશ ભટ્ટ નામ. જન્મ તો બ્રાહ્મણ પરિવારમાં થયો. પણ નવ વર્ષની ઉમરે કેશવ ઉઠાવગીર ના હાથે ચડી ગયો. અને એના નસીબે એને પુજા અર્ચના કરનાર પુજારી ને બદલે અવ્વલ નંબરનો ચોર બનાવ્યો. ...Read More એની ચકોર દ્રષ્ટિ અને લાજવાબ હિંમત ના કારણે. એ ગમે તેવી અટપટી જગ્યાએ ચોરી કરવા જતો અને ચોરી કરી ને આબાદ સફળતા પુર્વક પાછો ફરતો. એની એ આવડત ના કારણે કેશવ એને હથેળીમાં રાખતો.

Read Full Story
Download on Mobile

ચોર અને ચકોરી - Novels

ચોર અને ચકોરી - 1
એ વીસ વર્ષનો ફૂટડો નવજવાન હતો. જીગ્નેશ ભટ્ટ નામ. જન્મ તો બ્રાહ્મણ પરિવારમાં થયો. પણ નવ વર્ષની ઉમરે કેશવ ઉઠાવગીર ના હાથે ચડી ગયો. અને એના નસીબે એને પુજા અર્ચના કરનાર પુજારી ને બદલે અવ્વલ નંબરનો ચોર બનાવ્યો. ...Read More એની ચકોર દ્રષ્ટિ અને લાજવાબ હિંમત ના કારણે. એ ગમે તેવી અટપટી જગ્યાએ ચોરી કરવા જતો અને ચોરી કરી ને આબાદ સફળતા પુર્વક પાછો ફરતો. એની એ આવડત ના કારણે કેશવ એને હથેળીમાં રાખતો.
  • Read Free
ચોર અને ચકોરી - 2
( દૌલનગર ના અંબાલાલ પાસે એના પૂર્વજોનો ખજાનો છે એવી એક લોકવાયકા છે અને એ લોકવાયકા સાંભળીને અત્યાર સુધીમાં ચાર ચોરોએ અંબાલાલની હવેલીમાં હાથ સાફ કરવા ની કોશિશ કરી. જેમાંથી ફક્ત કાળુ કોળી જ સહી સલામત છટકવા.મા કામયાબ થયો. ...Read Moreબીજા ત્રણ ક્યાં લાપતા થયા કોઈ નથી જાણતું. અને હવે એ ખજાનો મેળવવા આપણો જીગ્નેશ દૌલતનગર રવાના થાય છે..હવે આગળ.) દૌલતનગર મા બે માર્ગે દાખલ થવાય છે. એક અનંતનગર ના ગાઢ અને વિકરાળ જંગલ વટાવીને. અને બીજો માર્ગ ધર્મપુરી નો. ધર્મપુરીથી તમારે દાખલ થવું
  • Read Free
ચોર અને ચકોરી - 3
(દૌલતનગર માં ખજાનાની ચોરી કરવા આવેલા જીગ્નેશને અંબાલાલ નો મુખ્ય નોકર અંબાલાલની હવેલી માજ નજરબંધ કરવાનો મનસુબો બનાવે છે. હવે આગળ)................. ...Read More સુખદેવ ના જતાં જ એણે સોમનાથ ને કહ્યું "વાહ સોમનાથ ભાઈ. બરાબર ટાઈમે તમે આવ્યા. નહીં તો આ બારોબાર મને કાઢી મુકત. પણ તમે મને ઓળખ્યો કેવી રીતે?" જવાબમાં સોમનાથ સ્મિત કરતા બોલ્યો.
  • Read Free
ચોર અને ચકોરી - 4
(અંબાલાલ નો ખજાનો કઈ રીતે સાફ કરવો એનો આખો પ્લાન જીગ્નેશના દિમાગમાં ફીટ થઈ ચૂક્યો હતો. હવે એ એને અમલ માં મૂકે એ પેહલા અંબાલાલ નો મુખ્ય ચાકર સુખદેવ એને હવેલીએ લય જાવા આવે છે...) ...Read More સાંજે સાત વાગ્યા ન વાગ્યા ત્યા. સોમનાથની ઝૂંપડીએ સુખદેવ પોહચી ગયો."સોમનાથ. એય સોમનાથ." અવાજ સાંભળીને સોમનાથ અને જીગ્નેશ બન્ને બાહર આવ્યા. જીગ્નેશને જોઈને કતરાતા સુખદેવ બોલ્યો."હાલો મેમાન. હવે અમારી મેમાનગતી માણો.""હા.હા.હાલો.હુ તૈયાર જ છુ.""મારો વાલો બોવ ડાયો. હાલ ત્યારે મોર થા." જીગ્નેશનુ બાવડું ઝાલીને પોતાની આગળ ધકેલતા સુખદેવ બોલ્યો. જીગ્નેશને ક્રોધતો ધણો આવ્યો. એણે દાંત કચકચાવ્યા. ડાબા હાથની અડબોથ સુખદેવના ડાચા ઉપર
  • Read Free
ચોર અને ચકોરી - 5
(સુખદેવના સુવાની રાહ જોતો જીગ્નેશ મહાદેવના નામનું રટણ કરતો પડ્યો હતો અને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મહાદેવે જાણે એની પ્રાથના સાંભળી અને સુખદેવ સુખની નિંદ્રામાં ઘેરાયો......) હવે આગળ વાંચો..... ...Read More હવેલીમાથી એ લપાતો છુપાતો બાહર આવ્યો. અને ધીમા પગલે ગેસ્ટહાઉસ તરફ ચાલ્યો. ગેસ્ટહાઉસની પાછલી દીવાલને અડીને જે પીપળાનું ઝાડ એણે સવારે પસંદ કર્યું હતું. એ ઝાડ પર ચઢીને પહેલાં તો એ દીવાલ પર આવ્યો. બારેક ફુટ ઉંચી દીવાલ હતી. એણે સોમનાથને કહી રાખ્યું હતું એમ સોમનાથે દીવાલ ઉપર એક ડાંગ અને એક નાની એવી કોદાળી મુકી રાખી હતી. કોદાળી ને
  • Read Free
ચોર અને ચકોરી - 6
(અંબાલાલની હવેલીમાં ખજાનો છે એવી લોકવાયકા સાંભળીને જીગ્નેશ એ ખજાનો લૂંટવા દૌલતનગર આવે છે. ગેસ્ટહાઉસમાં ખોદકામ કરે છે પણ કંઈ હાથ નથી લાગતું. અને ગેસ્ટહાઉસથી પાછો જતો હોય છે ત્યાં અંબાલાલને ચકોરી ઉપર જુલ્મ કરતા જુવે છે...હવે આગળ.....) ...Read More અંબાલાલની આવી ક્રૂર વાણી સાંભળીને જીગ્નેશનું લોહી ઉકળી ઉઠ્યું. એકજ ઝાટકે એણે છાપરા પરથી ચાર નળિયાં ઉડાડયા. નીચે અંબાલાલ અને એના બેવ ચાકરો કંઈ સમજે એ પહેલા.'જય મહાદેવ' નો એણે જય ઘોષ કરીને એણે છાપરેથી સીધી અંબાલાલ ઉપર છલાંગ લગાવી.એનું શરીર એણે અંબાલાલ ઉપર પાડ્યું અને એના પગ બન્ને રાખેવાળો ની છાતીમાં એણે ફટકાર્યા. રાખેવાળો ઓરડાના દરવાજા સાથે જઈ ભટકાયા.
  • Read Free
ચોર અને ચકોરી - 7
(અંબાલાલનો ખજાનો લૂંટવા આવેલા જીગ્નેશને. ખજાનાના બદલે ચકોરી મળી આવી. એને અંબાલાલના ચંગુલ માંથી છોડાવવા.પહેલા અંબાલાલ અને એના ચાકરો નો સામનો કરવો પડ્યો.પછી સુખદેવનો.) હવે આગળ વાંચો.... ...Read More હવેલીમાં જીગ્નેશ ની બાજુમાં સૂતેલા સુખદેવ ની જ્યારે આંખ ખુલી. અને એણે જીગ્નેશ ની પથારી તરફ દ્રષ્ટિ નાખી તો જીગ્નેશ ની પથારી ખાલી હતી. એ વખતે લગભગ ત્રણ વાગવા આવ્યા હતા જીગ્નેશ ની ખાલી પથારી જોઈને સુખદેવ ઝાટકા સાથે ઉભો થયો. અને હાથમાં કટાર લઈને એ હવેલી ની બહાર આવ્યો. તેણે ગેસ્ટ હાઉસ તરફ નજર નાખી તો ત્યાં એક એને માનવ આકૃતિ ઊભેલી દેખાણી. અંધારામાં
  • Read Free
ચોર અને ચકોરી - 8
(ચકોરીને મૂકીને ચાલતા થયેલા.જીગ્નેશ અને સોમનાથની પાછળ ચકોરી દોડી. અને ખિજાતા બોલી. ' એક અબળાને આ રીતે રઝળતી મૂકીને ચાલ્યા જતા વિચાર નથી આવતો?.')....હવે આગળ... ... ' વિચાર તો ઘણો આવે છે. પણ તમારી સાથે ...Read Moreકરવા માં રોકાશું.તો તમારી સાથે અમે પણ સપડાઈ જશુ. એટલે ઉતાવળ રાખવી જરૂરી છે.' જીગ્નેશ ચાલતા ચાલતા કહ્યું. એ ત્રણે દોલત નગર ના જેટી ઉપર આવ્યા. જ્યાં સાંજે સોમનાથે એક નાવડી તૈયાર કરીને રાખી હતી. એમાં બેસી ગયા અને હોડકાને જવા દીધું ખાડીમાં. જીગ્નેશે હલેસા હાથમાં લીધા.તો સોમનાથ બોલ્યો.' જીગ્નેશ તું રહેવા દે. હું હલેશા મારું છું.' ' ના સોમનાથ
  • Read Free
ચોર અને ચકોરી - 9
(જીગ્નેશ હળવે હળવે હોડકાને હલેસા મારી રહ્યો હતો. અને એની ચકોરી સાથે મીઠી નોક્ઝોક ચાલી રહી હતી.)...હવે આગળ..... એકાદ કલાક સતત એણે હલેસા ચલાવ્યા તેથી હવે એના બાવડા દુખવા લાગ્યા ...Read Moreએટલે એણે સુતેલા સોમનાથને સાદ પાડ્યો. ' સોમનાથ ભાઈ. ઓ સોમનાથ ભાઈ ઉઠો હવે.' સોમનાથ ઉઠીને બેઠો થયો. અને એણે આંખ ચોળતા ચોળતા પુછ્યુ. ' થાકી ગયો હોઈશ તું બરાબર?' ' હા ભાઈ.પહેલા કોદાળી ચલાવી.પછી હલેસા. બાવડા દુખવા મંડ્યા હો.' 'ઠીક ત્યારે. હવે તુતારે આરામ કર. હુ હલેસા હંકારું છુ.' કહીને સમનાથે હોડકા ના હલેસા હાથમાં લીધા. જીગ્નેશ ચકોરીના સામેના બાંકડે આવીને બેઠો. ' હવે તમે ક્યાં જશો.?' ' હમણાં તો
  • Read Free
ચોર અને ચકોરી - 10
(ગયા અંક નો સારાંશ=તમારા પૌત્રનું ફકત એકવીસ દિવસનુ જ આયુષ્ય છે. આમ જ્યોતિષે કરેલી ભવિષ્ય વાણી થી હેબતાઈને પશા સરપંચ અને એમના દિકરા રમેશથી રાડ પડાઈ ગઈ." હે.!"......હવે આગળ.......) "એલા ભ્રામણ. શુ બોલે છે એનુ ...Read Moreછે તને?."પશાકાકા ક્રોધથી ધ્રુજતા બોલ્યા. "બરાબર ભાન છે મને અને એટલે જ હુ કેતો તો. કે બાળકનું ભવિષ્ય જાણવાનું રેવા દો." બાપુએ ગંભરતાપૂર્વક કહ્યુ. રમેશે બાપુનું બાવડુ ઝાલીને એના ઘરની બહાર ધકેલ્યા. "યાદ રાખજે ભામટા. મારા દિકરાને કંઇ પણ થયુ છે તો તારી ખેર નથી." "બાપુ ચિંતાતુર ચહેરે ઘેર આવ્યા. બાપુને ચિંતામાં જોઈને મે પૂછ્યું. " શુ થયુ બાપુ? આજે કેમ તમારા ચેહરા ઉપર ચિંતા દેખાય છે?"
  • Read Free
ચોર અને ચકોરી - 11
(પંડિતે જોયેલા જોષ અનુસાર પશાકાકા ના પૌત્ર નુ એના જન્મ ના એકવીસ મા દીવસે મૃત્યુ થયુ.આથી ક્રોધે ભરાયેલા પશા સરપંચ અને એમનો દિકરો રમેશ કેટલાક ગુંડાઓ ને લઈને પંડિત ના ઘેર પોહચ્યા.) હવે આગળ વાંચો..... "એય. જોષિડા. બારો નીકળ." ...Read Moreત્રાડ પાડી. "બાપુ બાજુના ગામ ધુમાલ નગર મા કોઈ કામસર ગયેલા. રમેશ ભાઈ ની ત્રાડ સાંભળીને હુ ધુર્જતા ધૂર્જતા બાર આવી. " શુ.. શુ. છે?" મે બીતા બીતા પુછ્યુ. "શુ છે ની હવાદણી. તારો ડોહો કયા ગુડાણો છે. બાર કાઢ એને.' પશાકાકા ક્રોધથી નાખોરા ફૂલાવતા તાડુક્યા. "એ. એ. એ ઘરમાં નથી. ધુમાલનગર ગ્યા છે." બીકના માર્યા મારા શબ્દો મારા મુખમાંથી
  • Read Free
ચોર અને ચકોરી - 12
(વિધિના લખેલા વિધાન વાંચી શકવાનુ જ્ઞાન ચકોરીના બાપુને હતું. જેના કારણે એમણે પશા સરપંચના પૌત્ર નુ ભવિષ્ય જૉયું અને ઉપાધિ ઉભી થઈ. એમનું કથન સાચુ પડ્યું અને સરપંચનો પૌત્ર એકવીસમા દીવસે મૃત્યુ પામ્યો. રમેશ એના ગુંડાઓ સાથે એમના ઘેર ...Read Moreકિશોરે ચકોરી ને પોતાને ઘેર આસરો આપ્યો. સાંજે કિશોરનો પાડોસી તિવારી દોડતો દોડતો આવ્યો અને બોલ્યો. કિશોર ગામને સીમાડે જોષી ભાઈ ની લાશ પડી છે.) હવે આગળ વાંચો..... ધુમાલનાગર થી પાછા ફરતા બાપુને ગામના પાદરે જ ગભાએ આંતર્યા. આંખોમાંથી આંસુ ટપકાવતા ચકોરીએ પોતાનુ જીવન વૃતાંત આગળ ચલાવતા કહ્યુ. બાપુને એ ચારેય જણાએ મોટરમા નાખીને પશાકાકાના વાડે લઈ ગયા. પોતાના પૌત્ર
  • Read Free
ચોર અને ચકોરી - 13
(ગયા અંકમાં આપે વાંચ્યું કે...એક અબળાને નરાધમ ના પંજામાંથી છોડાવવા બદલ કાકા ચોક્ક્સ શાબાશી આપશે એમ જીગ્નેશ પોરસાતા બોલ્યો હવે આગળ.....) પાલીના બંદરે ઉતર્યા ત્યારે રોંઢો થવા આવ્યો હતો. નાવને બંદર પર લાંગરી ને ત્રણે નીચે ઉતર્યા. ઉતરતા વેંત ...Read Moreચકોરીએ સવાલ કર્યો. "આપણે ક્યા આવ્યા?"ચકોરી ના સવાલનો જવાબ આપતા સોમનાથ બોલ્યો. "આ પાલી ગામ છે. અને અહી મારો પરિવાર રહે છે. આપણે ઘરે જઈને. નાહી ને જમીશું. પછી આરામ કરીશું. પછી તમારે રોકાવું હોય તો રોકાવાની છુટ છે. પણ ચકોરી તમે ક્યા જશો?"સોમનાથે સવાલ પુછીને ચકોરી ને વિચાર મા મુકી દીધી. થોડોક વિચાર કરીને ચકોરી બોલી. "આ તો મનેય
  • Read Free
ચોર અને ચકોરી. - 14
(તમે અહી સોમનાથ ભાઈને ત્યાજ રોકાવ હુ ભાઈને ભલામણ કરી દઈશ કે એ તમને તમારા કાકાને ગામ સીતાપુર મુકી જશે..... ગયા અંકમાં તમે વાચેલું હવે આગળ.....) ચકોરી ને કીશોરકાકાને ત્યા પહોચડવાની જવાબદારી સોમનાથના માથે નાખીને જીગ્નેશ રામપુર જવા રવાના ...Read Moreજીગ્નેશને જોતાવેંત કેશવ ઉત્સાહથી બોલી ઉઠયો. "આવ્યો. આવ્યો મારો હાવજ આવ્યો." જીગ્નેશને જોશભેર છાતી સરસો ચાંપતા પુછ્યુ. "બોલ દિકરા. સિંહ કે શિયાળ?"જીગ્નેશ નિરાશા ભર્યા સ્વરે બોલ્યો."કાકા. શિયાળ. આ વખતે ખાલી હાથે પાછા ફરવું પડ્યું." જેટલા જોશથી કેશવે જીગ્નેશને છાતીએ ચાંપ્યો તો. એટલી જ ત્વરાથી એને અળગો કરતા નવાઈ ભર્યા સુરે પુછ્યુ. "શુ વાત કરે છે તુ? તુ અને ખાલી હાથે?
  • Read Free
ચોર અને ચકોરી. - 15
…..(ગયા અંકમાં વાંચ્યું કે એક જોરદાર થપ્પડ જીગ્નેશના ગાલ પર લગાવતા કેશવે પુછ્યુ."શુ કરી લેવાનો તુ." હવે આગળ વાંચો)...... "કાકા. તમે મારી જીંદગી તો બરબાદ કરી પણ સોગંધ મહાદેવની. હુ તમને એ માસુમ અને અનાથ છોકરીની જીંદગી નય બરબાદ ...Read Moreદવ." જીગ્નેશ ગાલ પંપાળતા બોલ્યો. જવાબમા કેશવે બીજા ધડાધડ ચાર લાફા એના ચેહરા ઉપર ફટકારતા કહ્યુ. "મારુ લુણ ખાઈને મારી સામે તારે શિંગડા ભરાવવા છે. કાં?" "લૂણ હુ તમારું નય. તમે મારુ ખાવ છો કાકા. મારી પાસે ચોરિયું કરાવીને તમે તમારું પેટ ભરો છો." જીગ્નેશે વરસોથી સંઘરી રાખેલો બળાપો આજે બાર કાઢ્યો. જીગ્નેશને આ રીતે પોતાની સામે તાણીને બોલતા જોઈને
  • Read Free
ચોર અને ચકોરી. - 16
.….(કેશવ ચકોરીને ફરીથી અંબાલાલ ને સોંપવા ઈચ્છતો હતો. જો અંબાલાલ સાથે સોદો પાર પડે તો. નહીતો કોઠાવાળીને વેચવાની એની તૈયારી હતી. અને આ બધુ જયારે એ સોમનાથને કહી રહ્યો હતો. ત્યારે દરવાજાની આડશે થી ચકોરીએ એ બધુ સાંભળી લીધુ ...Read Moreહવે આગળ.......... સોમનાથ ચકોરીને બોલાવવા પોતાના ઓરડામા દાખલ થયો. ઓરડાના દરવાજાની આડશે ઉભેલી ચકોરી. કેશવની બધી વાત સાંભળી ચુકી હતી. સોમનાથને જોઈને એ કંઈક કહેવા જઈ રહી હતી. પણ સોમનાથે પોતાના હોઠ ઉપર આંગળી મૂકીને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. અને પછી ચકોરીની નજદીક આવીને એકદમ ધીમા સાદે બોલ્યો. "મોટાભાઈની સામે એમજ વર્તજે જાણે તે કંઈ સાંભળ્યું જ નથી. એ
  • Read Free
ચોર અને ચકોરી. - 17
.....(અંબાલાલ સાથે ચકોરી નો સોદો કરવા ગયેલો કેશવ અંબાલાલ ને કહે છે"મારુ ખિસ્સુ ગરમ કરો તો હુ તેને તમારે હવાલે કરવા રાજી છુ.)...... હવે આગળ..... કેશવ સાઈઠ વર્ષનો. ચોરોનો ઉસ્તાદ હતો. અને વાતો ઉપજાવી કાઢવામા પણ એક્કો હતો. તો ...Read Moreઅંબાલાલ પણ જમાનાનો ખાધેલ. પંચાવન વર્ષનો આધેડ અને અનુભવી માણસ હતો. એ તરત પામી ગયો કે આ માણસ મારી સાથે બનાવટ કરી રહ્યો છે. એણે પણ એની સાથે રમત રમવાનુ નક્કી કર્યુ. એણે ચેહરા ઉપર કડવાશ ભર્યું સ્મિત ફરકાવતા કહ્યુ."હં. તો હુ તારુ ખિસ્સુ ગરમ કરુ તો તુ એ છોકરી મને સોંપી દેશે. બરાબર.?""હા શેઠ. મારે છોકરીનું શુ કામ? મારે
  • Read Free
ચોર અને ચકોરી. - 18
(ગયા અંક મા વાંચેલું.... લાલ્યા અને કાંતુને આગળ આવતા જોઈને કેશવ ધમ પછાડા કરવા લાગ્યો....).. હવે આગળ વાંચો. સોમનાથના ઘરેથી કેશવના દૌલતનગર જવા રવાના થયા પછી. ચકોરી એ સોમનાથને કહ્યુ. "સોમનાથ ભાઈ. આપણે તરત જીગ્નેશની મદદે જવુ જોઈએ. એ ...Read Moreકાલનો કોણ જાણે કઈ હાલતમા પડ્યો હશે." "તારી વાત બરાબર છે ચકોરી. પણ તુ ચિંતા ન કર. હુ હમણા જ રામપુર જવા રવાના થાવ છુ." સોમનાથને પણ જીગ્નેશની ચિંતા થતી હતી. "હુ પણ તમારી સાથે આવુ છુ ભાઈ. એમણે મુસીબતના સમયે મારી મદદ કરી હતી. હવે હુ શુ લેવાને પાછળ રહુ" ચકોરી બોલી તો સોમનાથે પુછ્યુ." તુ ત્યા આવીને શુ
  • Read Free
ચોર અને ચકોરી. - 19
(ગયા અંકમાં વાંચેલુ કે... અંબાલાલના ઈશારે કાંતુએ સટ્ટાક કરતુ ચાબુક કેશવ ની પીઠ પર ફટકાર્યું....) હવે આગળ "ઓય ઓય માડી.." કેશવના મુખમાંથી ચિત્કાર નીકળી ગયો. ચાબુક નો ફટકો એવો જૉરદાર હતો કે કેશવે જે પહેરણ પહેર્યું હતુ. એની ઉપર ...Read Moreજ ફટકે લોહીનો ડાઘ ઉપસી આવ્યો હતો. અને અંબાલાલ. કોઈ નાનો છોકરો બીજા છોકરાને ચીડવે એમ કેશવને ચીડવતા પુછ્યુ. "કાં. કેવુ લાગ્યુ. મારું ચાબુક? મારા ચાબુકે ઘણા દિવસે લોહી ચાખ્યું. હજી ખાવુ છે તારે હજી ખાવુ છે...?""ના.. ના.. શેઠ.. મને માફ કરી દો. મારે. મારે એક ફદિયું ય નથી જોઈતું. હુ જાતે વગર પૈસે ચકોરીને તમારે હવાલે કરી દઈશ. પણ
  • Read Free
ચોર અને ચકોરી. - 20
(ગયા અંકમાં તમે વાંચ્યું. કે તાળુ ખોલવાનો આવાજ આવતા જીગ્નેશ સાવધ થઈ ગયો. એને લાગ્યુ કે કેશવ પાછો આવ્યો છે. એને કેશવ ઉપર દાઝ ચડી હતી. એટલે બન્ને હાથે લાકડી પકડીને કેશવ દરવાજા માથી દાખલ થાય એની રાહ જોવા ...Read Moreહવે આગળ વાંચો..... બન્ને હાથે થી કચકચાવી ને એણે લાકડી પકડી રાખી હતી. અને દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ એણે મારવા માટે લાકડી ઉગામી. ત્યા."હ હ હ" કરતો પહેલા સોમનાથ દાખલ થયો. અને એની પાછળ પાછળ ચકોરી ઘરમા આવી. ચકોરી અને સોમનાથને જોઈને જીગ્નેશ ભોઠો પડ્યો. "મને એમકે કાકા છે. તમે બન્ને અહીં ક્યાંથી?"પોતાની ભોઠપને છુપાવવાનો પ્રયાસ કરતા એણે સોમનાથને
  • Read Free
ચોર અને ચકોરી. - 21
(જીગ્નેશને ખાતરી હતી કે કેશવ અંબાલાલને અહીંનુ જ સરનામુ આપશે અને એટલે એ અત્યારે કોઈ જૉખમ લેવા ઈચ્છતો ન હતો) હવે આગળ વાંચો.... જમી કરીને બે ત્રણ કલાક આરામ કરીને એ ત્રણે જણ ઘરમાથી બાહર આવ્યા. જીગ્નેશે દરવાજાને તાળુ ...Read Moreપછી જીગ્નેશે સોમનાથને કહ્યુ. સોમનાથ ભાઈ. તમે અહીથી પાલી જાવો. અને ત્યાથી મંદાભાભીને લઈને સીતાપુર આવી જજો. મંદાને લઈને શુ કામ? હુ હમણા જ તમારી સાથે આવુ છુ. તમને મુકીને ત્યાથી હૂ પાલી જતો રહીશ. સોમનાથે બોલવાનુ પુરુ કર્યુ ત્યા જીગ્નેશ ઉચાટ ભર્યા સ્વરે બોલ્યો.જીગ્નેશ મા એક ખાસીયત હતી કે જયારે એ મુશ્કેલી હોય ત્યારે એની છઠ્ઠી ઈન્દ્રિય સક્રીય થઈ
  • Read Free
ચોર અને ચકોરી. - 22
(તમે વાંચ્યું કે અંબાલાલ ના માણસોને કેશવ ના ઘરમાંથી કંઈ મળ્યુ નહી.આથી ગુસ્સામા લાલ્યો બોલ્યો કે દૌલતનગર જઈને હાહરા ની ખાલ ઉતરડવી પડશે)... હવે આગળ.... દૌલતનગર પહોચતા જ લાલ્યાએ બે અડબોથ કેશવના ચેહરા ઉપર લગાડી. લાલ્યાને આમ ગુસ્સામા જોઈને ...Read Moreપુછ્યુ. "કેમ ભાઈ શુ થયુ? કેમ આમ લાલચોળ છો?""આવડો આ ખોટાડીના પેટનો છે શેઠ. ખોટે ખોટો રામપુરનો ફેરો કરાવ્યો." અંબાલાલે કેશવની સામે જોયુ. ગઈ કાલે પોતે કેશવને ચાર પાંચ તમાચા માર્યા હતા પણ એની કોઈ અસર કેશવને કદાચ થઈ ન હતી. પણ આજે લાલ્યાની ફ્કત બે અડબોથે એના હોઠને ચીરી નાખ્યા હતા. અને એમાથી લોહી નીકળીને એની દાઢીએ દડીને એના
  • Read Free
ચોર અને ચકોરી. - 23
(સીતાપુર જવા નિકળેલા જીગ્નેશને પોતાનુ બચપણ. પોતાનો ભુતકાળ યાદ આવવા લાગ્યો હતો.)... રામપુર ના બસસ્ટેન્ડ ઉપર બેઠેલા. જીગ્નેશ અને ચકોરી. બસ ના આવવાની રાહ જોતા હતા. અને જીગ્નેશ પોતાના ભૂતકાળના વિચારો માં ખોવાયેલો હતો. અને ચકોરીએ જયારે એને પૂછ્યું ...Read Moreમે તમને બહુ તકલીફ આપકી કાં?" જવાબ માં જીગ્નેશ બોલેલો,"તમે મને તકલીફ નહિ. પણ મારો ભૂતકાળ મને આપ્યો છે" ત્યારે આશ્ચર્યથી જીગ્નેશને તાકતા ચકોરી એ પુછ્યુ. "હું કઈ સમજી નહિ?" અને બરાબર એજ સમયે બસ આવીને ઉભી રહી, બંને જણા બસ માં ચડ્યા. સીટ ઉપર ગોઠવાયા. અને બસ રામપુર થી સીતાપુર તરફ દોડવા લાગી. લગભગ દોઢ થી બે કલાક ની
  • Read Free
ચોર અને ચકોરી. - 24
(કાંતુ. ઓલી આંગળા કાપવાની છરી લઈ આવ.પછી જોઈએ કે ક્યા આ સુઘી મોઢુ નથી ખોલતો." અને આ શબ્દ સાંભળતા જ કેશવ ના પેટમા ધ્રાસકો પડ્યો.).. હવે આગળ..... કેશવને હજી એમજ લાગતુ હતુ કે અંબાલાલ એની સાથે ધોલધપાટ ભલે કરે. ...Read Moreબહુ તો ચાબુકના ફટકા મારશે. અને એ બધુ સહન કરવાની ત્રેવડ તો એનામા ઘણી ભરી પડી હતી અને જ્યારે અંબાલાલે આંગળા કાપવાની છરી કાંતુ પાસે મંગાવી ત્યારે પણ એને તો એમજ લાગતુ હતુ કે આતો મને બિવરાવવાનો પ્રયાસ થય રહ્યો છે. આંગળા કાપી નાખે એટલી ક્રુરતા એક વાણિયામા તો નોજ હોય. પણ એ નોતો જાણતો કે આ વાણિયો કોઈ નોખી
  • Read Free
ચોર અને ચકોરી - 25
(એક મરણતોલ ચિસ કેશવ ના મોંમાથી નીકળી અને એ બેહોશ થઈને ઢળી પડ્યો.).. હવે આગળ... કેશવ ભાન માં આવ્યો અને એની નજર સીધી પોતાની હથેળી તરફ ગઈ. તો ત્યાં પાટો બાંધેલો હતો. એ જે જગ્યાએ સૂતો હતો બરાબર એની ...Read Moreજે એક કાચ ની બાટલી પડી હતી. અને એમાં એની ચારેય કપાયેલી આંગળીયો મુકવામાં આવી હતી. એની નજર એ કપાયેલી પોતાની આંગળીયો પર પડતાજ એને ફરી થી એ આખું દ્રશ્ય યાદ આવી ગયું. એનુ કાંડુ ઝાલીને લાલ્યાએ એની હથેળીને જમીન સરસી દબાવી અને બીજી જ ક્ષણે કાંતુ એ છરી ફેરવીને એની આંગળીઓને એની હથેળી થી છુટ્ટી પડી દીધી. પીડા થી
  • Read Free
ચોર અને ચકોરી - 26
(જીગ્નેશ અને ચકોરી સીતાપુર પોહચે છે) હવે આગળ.... જીગ્નેશે એક ખેતરમાથી શેરડીનો સાઠૉ ખેંચી કાઢ્યો. " હં હં હં શું કરો છો?" ચકોરી એ એને રોકવાની કોશિશ કરી. "કોઈને પૂછ્યા વગર એના ખેતર માં થી શેરડી નો લેવાય." "કાં? ...Read Moreજીગ્નેશ એ હસતા હસતા પૂછ્યું. "એને ચોરી કહેવાય" ચકોરી નો એ ઉપદેશ સાંભળીને જીગ્નેશ ખડખડાટ હસી પડ્યો અને પછી હસતા હસતા પૂછ્યું. "તો હું કોણ છુ ?" જીગ્નેશ નો પ્રશ્ન સાંભળીને ચકોરી ગંભીર થઇ ગઈ. અને બોલી. "જીગા તું બ્રાહ્મણ નો દીકરો છો. તારા ભાગ્યે તને થોડાક સમય માટે ચોર જરૂર બનાવ્યો હતો. પણ એમાં વાંક તારો ન હતો.પણ હવે
  • Read Free
ચોર અને ચકોરી - 27
(કેશવને સો ટકા ખાતરી હતી કે ચકોરીનો પત્તો પોતે નહી બતાવે તો અંબાલાલને એના બીજા હાથની આંગળીઓ પણ કાપતા વાર નહી લાગે એટલે એ ચકોરીનો પત્તો દેખાડવા તૈયાર થયો.) હવે આગળ વાંચો... કેશવ કાંતુને લઈને પાલી સોમનાથના ઘરે જવા ...Read Moreચકોરી હજુ ત્યા જ છે એમ એ માનતો હતો. અનંતપુરના ગાઢ જંગલમાથી કાંતુનો ડ્રાઈવર મોટર ચલાવી રહ્યો હતો. અને ગાઢ જંગલને જોઈને કેશવના મનમા એક વિચાર આવ્યો કે આ જંગલમા આ લોકોને હાથતાળી દેવાનો સારો મોકો છે. એને હજુયે ચકોરીને અંબાલાલને સુપૃત કરવાની ઈચ્છા ન હતી. ચકોરીના ચક્કરમા હથેળીની આંગળીઓ ગઈ છતા એની લાલચ ગઈ ન હતી. ફરી એકવાર એનુ
  • Read Free
ચોર અને ચકોરી - 28
(જીગ્નેશે ચપળતાથી શેરડીનો સાઠો મોટરસાયકલના પૈડામા ભરાવ્યો અને તેજ ગતિથી દોડતી મોટરસાયકલ રસ્તો ભુલીને ખેતરમા ઘુસી ગઈ) .. હવે આગળવાંચો.. "ચકોરી તુ દાદા ની મદદ કર ને હુ આ લોકો ની થોડીક ખબર લઇ લવ" ચકોરી મેહેર દાદા ને ...Read Moreકરવા દોડી. અને જીગ્નેશ શેરડી નો તૂટેલો સાઠો લઇ ને ખેતર માં ઘુસ્યો. બાઈક ઉપર થી પડેલા બેમાથી એક.માજી સરપંચ પશાપટેલ નો દીકરો રમેશ હતો. અને બીજો એનો ભાઈબંધ જસ્સો હતો. બેઉં જણા કપડાં ખંખેરતા અને ભૂંડા બોલી ગાળ્યુ દેતા ઉભા થયા. ત્યાં સામે હાથમા સાઠો લઈને જીગ્નેશ ઉભો હતો.રમેશ ધૂંધવાતા સ્વરે બરાડ્યો. "તારી જાત્યના હમણાં તારી ખબર લઉ ઉભો
  • Read Free
ચોર અને ચકોરી - 29
(કાંતુએ મેઘલાને મોટર ઊભી રાખવા કહ્યુ "મેઘલા ઘડીક મોટર ઊભી રાખ આની હારોહાર આપણેય હળવા થઈ જાયી.) હવે આગળ વાંચો... મેઘલાએ ઘનઘોર જંગલમા મોટર ઊભી રાખી. કાંતુ. કાંતુના બે સાથી અને કેશવ. એમ ચાર જણા મોટરમાથી ઉતર્યા. નીચે ઉતરીને ...Read Moreમેઘલાને સાદ કર્યો. "અલ્યા. તારે નથ હળવા થવુ?" "ના બાપુ. મને નથ લાગી. તમતમારે પતાવો." મેઘાલાએ કાંતુના સવાલનો મોટરમા બેઠાબેઠા જ જવાબ દીધો. કાંતુ અને એના બેવ સાથી એક એક ઝાડ પાસે ઉભા રહી ગયા. અને કેશવ એ ત્રણેયથી ઉંધી દિશામા ચાલ્યો તો કાંતુએ એને તતડાવ્યો. "ન્યા ક્યા જાસ? આય અમારી પંગતમાં ઉભોરે." ઉસ્તાદ કેશવે ઉત્તર આપ્યો. "તમારી પંગતમા ઉભા
  • Read Free
ચોર અને ચકોરી - 30
(કાંતુ અને એના સાથીને હાથતાળી આપીને કેશવ ગાઢ જંગલમા વાંદરાની જેમ ઠેકડા મારતો ભાગ્યો).... હવે આગળ વાંચો..... કાંતુ એના સાથીઓ સાથે વીલા મોઢે દૌલતનગર પાછો આવ્યો. બેવ હાથના આંગળા એકબીજામાં ભેરવીને નીચુ માથુ રાખીને. ઠોઠ નિશાળિયો જેમ માસ્તરની સામે ...Read Moreરહે એમ એ ચારે જણ શેઠ અંબાલાલની સામે ઉભા હતા અને અંબાલાલ લાલપીળા થઈને એ ચારેયની ક્લાસ લઈ રહ્યા હતા. "અલ્યાવ. ચાર ચાર જણા હોવા છતા એક ડોહલાને નો સાચવી શક્યા? અને તમને હાથતાળી દઈને ઈ ભાગ્યો તો ભાગ્યો. પણ તમે પાડા જેવાવ. આવા ઉંચા કદાવર થઈને એને પકડી નો શક્યા? અને પાછા આવુ બુંદયાળ ડાચુ લઈને મારી સામે આવીને
  • Read Free
ચોર અને ચકોરી - 31
ગયા અંકમાં તમે વાંચેલુ...(દાદા કોણ છે આ લોકો રહેમાનના આ સવાલે ભૂતકાળમા ખોવાયેલા જીગ્નેશને ફરી એકવાર વર્તમાનમાં લઈ આવ્યો.).. હવે આગળ વાંચો... "હું ધુમાલનગર જતો હતો ત્યાં રસ્તામાં ઓલા રમેશે. બરાબર મારી બાજુ માંથી એનું બાઈક કાઢ્યું.પેહલા તો બાઈકની ...Read Moreથી હુ ગભરાયો.અને એમા રસ્તા ઉપર ભરાયેલા ખાબોચિયાનું પાણી. મારા ઉપર ઉડ્યુ. અને હું વધુ ગભરાયો અને ખેતરમાં જઈને પડ્યો. તો ત્યા આ છોકરી દોડીને મારી મદદે આવી. અને મને બેઠો કર્યો. મારા ઉપર ઉડેલો કાદવ સાફ કર્યો.અને રમેશ બેશરમ થઈને મારી હાલત ઉપર હસવા લાગ્યો.અને જ્યા એ બાઈક લઈને જવા લાગ્યો ત્યા આ બહાદુર યુવાને એને બાઈક ઉપર થી
  • Read Free
ચોર અને ચકોરી - 32
ગયા અંકમાં તમે વાંચ્યુ (આમ તો મે એને ક્યારેય ભૂલાવ્યો નથી પણ આજે એની યાદ.અનહદ આવી રહી છે.રહેમાન ગળગળા સાદે બોલ્યો)... હવે આગળ વાંચો... જીગ્નેશે ઊભા થઈને રહેમાનના ખભે હાથ મૂક્યો. દિલસોજી વ્યક્ત કરતા.અને દિલાસો આપતા પોતાના સ્વરમા. બને ...Read Moreકરુણતા લાવતા. દુઃખી અને ધીમા સ્વરે બોલ્યો." હિંમત રાખો રહેમાનભાઈ. જે ચાલ્યુ ગયુ છે.એની ખોટ તો કોઈ કાળે નથી પુરાવાની. અને એ પણ સત્ય છે કે એ પાછુ પણ તો નથી જ આવવાનુ. આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે. એ તમારા મિત્ર જીગાને સદગતિ આપે. જીગ્નેશ ની પ્રાર્થના સાંભળીને. રહેમાનનો મગજ સાતમા આસમાને પહોંચ્યો.".. એ ભાઈ,..એ ભાઈ.... મારો મિત્ર મર્યો
  • Read Free
ચોર અને ચકોરી - 33
(કેશવ ચાલી ચાલી ને થાકી ગયો હતો. શરાબી ની જેમ. વગર પીધે એ ચાલતા ચાલતા લથડિયા ખાઈ રહ્યો હતો. અચાનક એણે પોતાનુ સમતોલપણુ ખોયુ.અને ઘનઘોર જંગલમાં એ બેહોશ થઈને ઢળી પડ્યો) હવે આગળ વાંચો... કેશવ મૂર્છામાંથી જાગૃત અવસ્થામાં તો ...Read Moreપણ એને એની. આંખોની પાપણ ઉપર.જાણે કોઈએ મણ એકનો ભાર મુક્યો હોય એવો અનુભવ થઈ રહ્યો હતો. આંખોની પાંપણ એને ભારે ભારે લાગી રહી હતી. એણે કોશિશ કરીને. જેમ તેમ બળપૂર્વક આંખના પોપચા ઉઘાડ્યાં. એણે સુતા સુતા જ ચારે તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી. એને લાગ્યું કે પોતે કોઈ નાની એવી ઝુપડીમાં છે. એને ધ્રાસકો થયો. કે ક્યાંક. એ પાછો અંબાલાલના
  • Read Free
ચોર અને ચકોરી - 34
(ગયા અંકમા તમે વાંચ્યુ જેમ જેમ ઘર નજીક આવતું જતું હતું તેમ તેમ જીગ્નેશના હૃદયના ધબકારા બે કાબુ થઈને જોરશોરથી ધબકી રહ્યા હતા.) હવે આગળ વાંચો... ગામદેવીના મંદિર પાસે. જીગ્નેશ અને ચકોરી પહોંચ્યા. ગામદેવી માતાની મૂર્તિની સમક્ષ જીગ્નેશે મસ્ત ...Read Moreઅને પછી બંને હાથ જોડીને માતાને પ્રાર્થના કરતા મનમાં બોલ્યો. "અગિયાર વર્ષે મા હું ફરી એકવાર તારી સામે ઉભો છું. તારા સાનિધ્યમાંથી જ મને કેશવ કાકા ઉપાડીને લઈ ગયેલા એણે મને ચોર બનાવ્યો.પણ.એ તારી જ કૃપા હતી મારા ઉપર.કે હું ચોર બન્યો છતા. મારા સંસ્કાર હું ન ભૂલી શક્યો. અન્યાય અને જુલમનો સામનો કરવાની તે મને શક્તિ આપી. મા મને
  • Read Free
ચોર અને ચકોરી - 35
(તમે વાંચ્યું.... કેશવ વિચારવા લાગ્યો કે શું એ ત્રિકાળ જ્ઞાની હશે? ભૂતકાળ અને ભવિષ્યને જાણનારા હશે?આ ઘનઘોર જંગલમાં શું કરતા હશે? કેવી રીતે રહેતા હશે ?) હવે આગળ વાંચો...... મહાત્મા જમવાનો પ્રબંધ કરવા ગયા.અને કેશવ ને આશ્ચર્યમાં નાખતા ગયા. ...Read Moreઝૂંપડીની પછીતે જઈને મહાત્માએ રાખેલા ગરમ પાણીથી ખંખોળીયુ ખાઈને પાછો ઝૂંપડીમાં આવીને. પોતાની પથારીમાં બેઠો. અને બેઠા બેઠા. મહાત્માના વ્યક્તિત્વ વિશે એ વિચારવા લાગ્યો હતો કે આ બાપુએ મારુ નામ અને મારુ કામ કઈ રીતે જાણ્યા હશે?. શુ એ ખરેખર ત્રિકાળ જ્ઞાની હશે?. ત્યાં મહાત્મા એક થાળીમાં પુરી અને બટાકાનું શાક લઈને કેશવની પાસે આવ્યા. અને મમતાળુ સ્વરે બોલ્યા. "
  • Read Free
ચોર અને ચકોરી - 36
("હુ ગામદેવી માતાને સાક્ષી રાખીને તને વચન દવ છું કે જ્યા સુધી હુ પગભર નહી થાવ ત્યા સુધી હુ બા બાપુ ની સામે મારી જાતને એમના પુત્ર તરીકે છતી નહી કરું") હવે આગળ વાંચો.... ગામદેવીના મંદિરથી. જીગ્નેશનુ ઘર બહુ ...Read Moreન હતુ.જીગ્નેશ અને ચકોરી ઘર તરફ જઈ રહ્યા હતા.ગામદેવી મંદિર અને પોતાના ઘરની વચ્ચે આવતા એકેએક વૃક્ષ જીગ્નેશ ને પોતાના ઓળખીતા લાગતા હતા. દરેક વૃક્ષને પોતાની હથેળી અડાડીને જીગ્નેશ પોતાની આત્મીયતા વ્યક્ત કરતો હતો. "ચકોરી.આ જો. આ કાતરાનું ઝાડ. એના કેટલાય કાતરા આપણે તોડી તોડીને ખાધા છે. અને પેલી બોરડી જો ચકોરી.આ એ જ બોરડી છે ચકોરી તું કાંટો લાગવાની
  • Read Free
ચોર અને ચકોરી - 37
(કેશવને ગોતવા નીકળેલો કાંતુ ફરી એકવાર પાલી થી રામપુર આવે છે.) કાંતુએ પાલી પહોંચીને કેશવ વિશે ઘણી બારીકાઈથી તપાસ કરી. અનેક લોકોને એના વિશે પૃચ્છા કરી. પણ કેશવ પાલીમાં રહેતો હોય તો કોઈ એને ઓળખે ને? કાંતુને ખબર જ ...Read Moreહતી કે સોમનાથ પાલીમાં રહેતો હશે. સવારથી લઈને બપોર સુધી એણે કેશવ વિશે આખા ગામમા શોધ ખોળ કરી જોઈ. પણ કોઈ પરિણામ ન મળ્યું ત્યારે પોતાના સાથીઓ સાથે રામપુર આવ્યો ત્યાં ફરી એકવાર કેશવના ઘરમાં તાળુ તોડીને ઘૂસ્યો. પણ કેશવ અહીં પણ આવ્યો ન હતો. એક ચા ની રેકડી પર કાંતુ ગયો." એ રામ રામ ભાઈ. ત્રણ ચા આલજો રેકડીવાળા
  • Read Free
ચોર અને ચકોરી - 38
(બાને કપડા સુકવતા જોઈને. નાના બાળક જેવી વર્તુણક જીગ્નેશે કરી. ચકોરી. ચકોરી. જો.બા. બા.)... હવે આગળ વાંચો.. બે અજાણ્યા છોકરાઓને પોતાના ઘરની સામે ઊભા રહીને. પોતાને આમ નિહાળતા જોઈને ગીતામાં કપડાં સૂકવતા સુકવતા ઊભા રહી ગયા. હથેળીથી કપાળ ઉપર ...Read Moreકરીને બન્નેને દૂરથી જ ઓળખવાની કોશિશ કરી જોઈ. પણ કમજોર થઈ ગયેલી આંખોથી એ બેવ માથી એકેયને ના ઓળખી શક્યા. જીગ્નેશને તો એ નવ વર્ષનો સાવ નાનો. અબુધ બાળક હતો ત્યારે જોયેલો. અને હવે અગિયાર વર્ષે આમ સામે આવીને ઊભો રહશે એવુતો ગીતમાએ વિચાર્યું પણ ના હોય.ભર યુવાનીમાં પહોંચેલો સશક્ત. અને કસરતથી શરીર વાળા જીગ્નેશ ને ઓળખવો એમના માટે મુશ્કેલ
  • Read Free
ચોર અને ચકોરી - 39
(ગયા અંકમાં તમે વાંચ્યું કે ગીતમાને પોતાનો જીગ્નેશ યાદ આવી ગયો.આજે મારો જીગ્નેશ સાથે હોત તો આવડો જ હોત.).. હવે આગળ વાંચો. "કોણ આવ્યું છે મહેમાન?"કહેતાક ને જીગ્નેશ ના પપ્પાએ ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમા પગ મુકતા જ.પહેલી નજર એમની ...Read Moreઉપર પડી. પણ ગીતામાની જેમ એ પણ. જીગ્નેશને અગિયાર વર્ષે જોતા હોવાથી એને ઓળખી ન શક્યા. પછી એમણે પોતાની નજર ચકોરી ઉપર સ્થિર કરી. ત્યાં ગીતામાં બોલવા ગયા. " એ આતો આપણી...." પણ ત્યાં હાથના ઇશારા થી ચકોરીએ તેમને રોક્યા. એ જોવા માંગતી હતી કે કિશોર કાકા પોતાને ઓળખે છે કે નહી.પણ કાકા ચકોરીને બરાબર ઓળખી ગયા હતા." આ તો
  • Read Free
ચોર અને ચકોરી - 40
( ગયા અંકમાં આપે વાંચ્યુ... માસીએ કહ્યુ કે દૌલતનગરમા ઍક શેઠની હવેલીએ તારે કામ કરવા જવાનુ છે.)... હવે આગળ વાંચો."માસી.આ દૌલત નગર ક્યાં આવ્યું?" મે માસીને પૂછ્યુ" બેટા છે તો આઘુ. ન્યાં હોડકામાં બેસીને જવું પડે એમ છે.પણ ત્યાના ...Read Moreશેઠ છે ને એ બહુ સારો એવો પગાર આપે એમ છે.."" તમે મારી ભેગા ત્યાં આવશો ને?"" હા હું તારી સાથે તને ત્યાં મૂકવા આવીશ ખરી."" પછી?"" પછી શુ? તને મૂકીને પાછી વય આવીશ."" મને એકલી મૂકીને?" મેં બીતા બીતા કહ્યુ. "હા તો હું થોડી તારી ભેગી ન્યા રેવાની હતી." માસી કરડકાઈ થી બોલ્યા." પણ હુ ત્યા એકલી સાવ અજાણ્યાઓની
  • Read Free
ચોર અને ચકોરી - 41
(ચકોરી પોતાનુ જીવન વૃતાંત ગીતામાં અને કિશોરકાકાને સંભળાવી રહી હતી.).... "પછી શું થયું બેટા?"ગીતામાં એ ઉચક જીવે પૂછ્યું."મને એક ઓરડામાં અંબાલાલે પૂરી દીધી. પણ મેં મનોમન નક્કી કરી લીધુ હતુ કે. મરી ભલે જાવ પણ હું કોઈ કાળે આ ...Read Moreશેઠિયા સાથે તો લગ્ન નહીં જ કરું. એ કાળ કોટડીમાં મેં શિવજીનું રટણ ચાલુ કર્યું. હુ સતત. એક ધારું. શિવ. શિવ. શિવ. શિવનો જાપ રટતી હતી. રાત્રે ચાર વાગે અંબાલાલ શેઠ પોતાના બે રખેવાળો સાથે મને બંધ કરી હતી એ ઓરડામાં આવ્યો. અને ફરી એકવાર મને દબડાવવા લાગ્યો." મારી ધીરજની કસોટી કરવાનું રહેવા દે ચકોરી. અને લગ્ન માટે હા પાડી
  • Read Free
ચોર અને ચકોરી - 42
( "ચોર? પણ તુ તો સંસ્કારી છોકરો લાગે છે? બાએ કહ્યુ.). હવે આગળ વાંચો.. "બા. એની મજબૂરીએ એને ચોર બનાવ્યો છે." જીગ્નેશ ના બદલે ચકોરીએ બાને જવાબ આપ્યો. પછી આગળ કહ્યુ." તમે કહ્યું તેમ એ સંસ્કારી જ છે બા. ...Read Moreતમને એના સંસ્કારની વાત કહું છુ સાંભળો." બા અને બાપુ બંને જીગ્નેશ વિશે વધુ જાણવા અધીરા થયા. બાને તો હૃદયમાં ઊંડે ઊંડે એમ થતું હતું કે. હો ન હો આ મારો જીગલો જ છે. એમણે ઉત્સુતાપૂર્વક ચકોરીની વાત સાંભળવા કાન માંડ્યા." હા બોલ ચકોરી. મને આ છોકરા વિશે જાણવું છે બેટા." ચકોરીએ આગળ બોલવાનું શરૂ કર્યું." અંબાલાલ ના પંજામાંથી મને
  • Read Free
ચોર અને ચકોરી - 43
(અગિયાર વર્ષથી ચોરી કરતો હોવાથી ચોરી પોતાની આદત તો નહી થય ગઈ હોયને આમ જીગ્નેશ વિચારતો હતો.હવે આગળ વાંચો..) ચકોરીને પોતાના બા બાપુ ને સોંપીને જીગ્નેશ જવા માટે ઉભો થયો કે. ગીતામાએ એને ટપાર્યો."બેટા ક્યાં જઈશ તુ?."" અહીં ગામમા ...Read Moreછુ.ક્યાંક રહેવાનો બંદોબસ્ત થઈ જાય તો જોઉં." કહીને જીગ્નેશે ઉંબરાની બહાર પગ મૂક્યો. તો એની પાછળ પાછળ ચકોરી પણ બહાર આવી." જીગ્નેશ ક્યાં જઈશ તુ?." એણે ચિંતાતુર સ્વરે પૂછ્યું." હમણાં તો રહેમાન પાસે જાઉં છુ. જો અહીયા રહેવાનો બંદોબસ્ત થઈ જાય તો પછી કોઈ નાનું મોટું કામ પણ શોધી લઈશ.પણ..."પણ કહીને જીગ્નેશ અટક્યો. અને આ પણ ચકોરીને ખટકયો. "પણ શુ
  • Read Free
ચોર અને ચકોરી - 44
("ચકોરી તમારી પાસે નથી આવી તો એ ક્યા જઈ શકે છે?" કાંતુના પ્રશ્નનો માસીએ ત્વરિત ઉત્તર આપ્યો." સીતાપુર") હવે આગળ વાંચો.... "માસી તમે એક કામ કરો અમારી સાથે દોલત નગર અંબાલાલ શેઠ પાસે ચાલો. અને એમને જ તમે જે ...Read Moreજાણતા હો એ કહો." કાંતુએ માસીને કહ્યુ." પણ તું જ મારી પાસેથી જાણી લેને જે જાણવું હોય એ.મને ક્યાં ઠેઠ દોલતનગર નો ધક્કો ખવરાવે છે." માસીએ કંટાળાજનક અવાજે કહ્યુ. પણ કાંતુએ તરત મેણું માર્યું." કા પૈસા જોતા તા ત્યારે દોલત નગર નો ધક્કો ધક્કો નહોતો લાગ્યો?હાલ છાની માની."કાંતુએ કરડાકી થી કહ્યુ.પછી માસી પાસે ગાડીમાં બેસવા સિવાય બીજો કોઈ રસ્તો ન
  • Read Free
ચોર અને ચકોરી - 45
(ગયા અંકમાં તમે વાંચ્યું કે જીગ્નેશ રહેમાનને કહે છે "જ્યારે મને લાગશે કે ચોરી એ મારી આદત નહી પણ મજબૂરી હતી ત્યારે હુ બા બાપુ ને પગે લાગી ને કહીશ કે હુ જ તમારો જીગલો છુ.") હવે આગળ.. "ઠીક ...Read Moreહું દરેક રીતે તને સાથ સહકાર આપીશ. જીગ્નેશ.હવે કહે કે તું મારી પાસે મદદ માંગતો હતો ને? શું મદદ જોઈએ છે બોલ તને?" રહેમાને પૂછ્યુ." મને રહેવા માટે એક ઓરડીનો બંદોબસ્ત કરી દે દોસ્ત. અને પછી કોઈ કામ પણ મને શોધી આપ. જે પણ કામ હશે એ હું કરીશ."જીગ્નેશે કહ્યુ."તારે ઓરડી લેવાની કોઈ જરૂર નથી જીગા. તું અમારી સાથે રહેજે.
  • Read Free
ચોર અને ચકોરી - 46
(કાંતું માસીને લઈને દૌલત નગર જાય છે...) ચકોરીની માસીને જોઈને અંબાલાલે અણગમા ભર્યા સ્વરે કાંતુને પૂછ્યુ."આ ડોસ્લીને કેમ અહીંયા લાવ્યો છો?" જવાબમાં કાંતુએ કહ્યું "શેઠ. કેશવને અમે ખુબ ગોત્યો. પણ ક્યાંય એનો પતો ન લાગ્યો. અમે એને.એના ગામ. રામપુરમાં ...Read Moreઘેર જઈને શોધ્યો. અને પાલીમાં પણ એને સોમનાથના ઘેર શોધ્યો. પણ કોણ જાણે એ ક્યાં અલોપ થઈ ગયો. પછી મને થયું કે આ માસીને કદાચ ચકોરી ક્યાં જઈ શકે એની જાણ હોય. એટલે અમે એને તમારી પાસે લઈને આવ્યા." કાંતુએ માસીને અહી શું કામ લાવ્યો એનો ખુલાસો કર્યો. એટલે અંબાલાલે માસીની સામે જોઈને એને કરડાકી થી પૂછ્યું."બોલ એ ડોશી. શું
  • Read Free
ચોર અને ચકોરી - 47
(બચાવો બચાવો ની ચીસ સાંભળતા જ એક પળનો પણ વિલંબ કર્યા વગર જીગ્નેશ ચીસની દિશામાં દોડયો) હવે આગળ વાંચો.. એ નવેક વર્ષની છોકરી હતી. એણે લાલ રંગનુ ફરાક પહેર્યું હતુ.અને એના એ લાલ રંગ જોઈને જ આખલો ભુરાયો થઈને ...Read Moreપાછળ દોડી રહ્યો હતો. અને એ આખલાની પાછળ પાછળ એ છોકરીની માં દોડી રહી હતી. અને. "બચાવો... બચાવો... કોઈ મારી દીકરીને બચાવો...,"એ રીતની એ બુમો પાડતી આખલાની પછવાડે દોડી રહી હતી."બા આ... બા આ..."કરતી એ નાની બાળકી પણ ચીસો પાડતી. મુઠ્ઠીઓ વાળીને દોડી રહી હતી. એ સ્ત્રીની અને એની છોકરીને ચીસો સાંભળીને ગામના ઘણા લોકો તમાશો જોવા દોડી આવ્યા હતા.
  • Read Free
ચોર અને ચકોરી - 48
(એ સ્ત્રીનો ધણી દોડાદોડ આવ્યો અને ઉચ્ચક જીવે પૂછ્યુ શુ થયુ પૂર્વીને) હવે આગળ વાંચો.... એ સ્ત્રી કે જેનું નામ રમીલા હતુ. એ પોતાના ધણીને જોઈને એકદમ એને વળગી પડી. અને ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી.અને રડતા રડતા બોલી."પ્રભુનો ...Read Moreમાનો કે આપણી પૂર્વી બચી ગઈ." એના ધણીએ રમીલાને પોતાનાથી અળગી કરતા ઉચ્ચકજીવે પૂછ્યુ. "માંડીને વાત તો કર કે થયુ શુ?" "તમે પૂર્વીના જન્મદિવસે લાલ રંગનું ફરાક લાવ્યાતા ને.એ પહેરાવીને હું એને નિશાળે મુકવા આવતી તી.ત્યાં એક આખલો એનુ લાલ ફરાક જોઈને ભૂરાયો થઈને.એની પાછળ દોડ્યો. પૂર્વી આગળ અને આખલો એની પાછળ. અને હું આખલાની પાછળ.મારી છોડીને બચાવો.મારી છોડીને બચાવો.એમ
  • Read Free
ચોર અને ચકોરી - 49
(જીગ્નેશે રમેશની દીકરીનો આખલાથી જીવ બચાવ્યો) હવે આગળ વાંચો.. નાના એવા સીતાપુર ગામમાં વાત ફેલાતા બહુ વાર ના લાગી કે.ગામમા નવા આવેલા એક યુવાને રમેશ ની દીકરી નો આખલાથી જીવ બચાવ્યો. રમેશ ને તો આખું ગામ એક માથાભારે માણસ ...Read Moreઓળખતુ હતુ. પણ આખા ગામને આ બહાદુર અને પરાક્રમી જુવાનને જોવાની જાણે ઘેલછા જાગી. લોકો દોડી દોડીને નિશાળ પાસે ભેગા થવા લાગ્યા.એમા રહેમાન અને એના દાદા પણ આવ્યા.રહેમાને જીગ્નેશને આવીને ચિંતાતુર સ્વરે પૂછ્યુ. "જીગ્નેશ તને ક્યાંય લાગ્યું તો નથી ને?" "ના.ના.કાંઈ નથી થયું મને.ચિંતા ના કર" જીગ્નેશે રહેમાનને સાત્વના આપતા કહ્યું રહેમાનને જોઈને રમેશે પૂછ્યુ. "દાદા ક્યાં છે રહેમાન?" "શું
  • Read Free
ચોર અને ચકોરી - 50
(ખિસ્સામાંથી ચાવી કાઢી ને રમેશે જીગ્નેશના હાથમાં મુકી) હવે આગળ વાંચો..... ગામદેવી મંદિરની બાજુમાં આવેલા તળાવને કાંઠે ચકોરી અને જીગ્નેશ બંને બેઠા હતા.ચકોરીએ એક નાનો સ્ટીલનો ડબો કાઢ્યો અને જીગ્નેશ ની સામે ધર્યો.જીગ્નેશે જોયું કે એમા બાફેલી શીંગ હતી.એ ...Read Moreજોઈને એણે આંખો મીંચી લીધી.અને એ ભૂતકાળમાં સરી પડ્યો. "બા.. બા. શીંગ ખલાસ થઈ ગઈ. હજી આપને." પોતાની કાલીઘેલી ભાષામાં એણે બાને કહ્યુ.તો બા એ થોડો મીઠો ગુસ્સો દેખાડતા કહ્યુ. "બસ હો બસ.ખાલી બાફેલી શીંગથી પેટ ના ભરાય હો.બપોરે રોટલા પણ ખાવાના હોય." "પણ બા મને શીંગ બાફેલી બહુ ભાવે છે હજી આપ ને" એણે જીદ કરતા કહ્યુ. "તને કહ્યું
  • Read Free
ચોર અને ચકોરી - 51
(કેશવ તારી અગ્નિપરીક્ષા છે. બાપુએ કહ્યું.) હવે આગળ વાંચો... સોમનાથ અને મંદા સીતાપુર આવી ગયા હતા.અને રમેશે આપેલા ઓરડામાં જીગ્નેશ ની સાથે રહેતા હતા. જીગ્નેશ અને સોમનાથ સવારે નાસ્તો પાણી કરીને રમેશ ની વાડીએ જતા રહેતા.અને રમેશની વાડીમાં કામ ...Read Moreરમેશમા ઘણો સુધારો આવી ગયો હતો એનામા જે તુમાખી અને અક્કડપણું હતું એને એણે તિલાંજલી આપી દીધી હતી.અને બધા સાથે એ મીઠાશ અને પ્રેમથી વર્તતો હતો.ગામના લોકો રમેશ માં આવેલા આ પરિવર્તનથી ઘણા જ ખુશ હતા. રમેશ ની દીકરી પૂર્વી.જીગ્નેશની હેવાઈ થઈ ગઈ હતી.નિશાળેથી આવીને એ જીગ્નેશ પાસે આવી જતી. અને સાંજ સુધી જીગ્નેશ ની સાથે રમ્યા કરતી.અને જીગ્નેશને પોતાના
  • Read Free
ચોર અને ચકોરી - 52
(કેશવ બાપુના ચરણસ્પર્શ કરી પોતાના પાપોનુ પ્રાયશ્ચિત કરવા સીતાપુર જવા રવાના થયો.) હવે આગળ વાંચો.. માસીએ જ્યારે કહ્યુ કે.ચકોરી સીતાપુર એના બાપુના ભાઈબંધ કિશોર પૂજારીના ધરે હોવી જોઈએ. ત્યારે અંબાલાલ પોતાના માણસો સાથે સીતાપુર જવા તૈયાર થયો. અંબાલાલશેઠ.એના ચાર ...Read Moreસેવકો સાથે સીતાપુર પહોંચ્યો. સીતાપુર ગામમાં દાખલ થતા જ સૌથી પહેલા રહેમાનનુ ગેરેજ એમને દેખાયુ. ગેરેજ પાસે ગાડી ઉભી રાખીને મેઘલાએ મોટરની બારીમાથી હાંક મારી. "એય જુવાન.પૂજારીનું ઘર કઈ તરફ આવેલું છે.?" ઇકો ગાડીનું બોનેટ ખોલીને એમાં શું ખરાબી છે એ રહેમાન શોધી રહ્યો હતો. ત્યાં એના કાને મેઘલાનો પ્રશ્ન ટકરાયો. એણે બોનેટમાંથી માથું ઊંચું કર્યું અને મેઘલા તરફ જોઈને
  • Read Free
ચોર અને ચકોરી - 53
(અંબાલાલે કાંતુને આદેશ આપતા કહ્યુ."તોડી નાખ બારણુ") હવે આગળ વાંચો. " આ તારા દાદાનુ દોલતનગર નથી અંબાલાલ કે તું કોઈના પણ ઘરના બારણા તોડી નાખે." એક રોફદાર અને પડકાર ભર્યો સ્વર અંબાલાલના કાને અથડાયો.એણે એ સ્વરની દિશામાં પોતાની ગરદન ...Read Moreતો ત્યાં હાથમાં કડીયાળી ડાંગ લઈને એણે જીગ્નેશને ઉભેલો જોયો.એની સાથે હાથમાં ડાંગ લઈને સોમનાથ અને રહેમાનને પણ ઉભેલા જોયા. ચકોરી ના કાને પણ જીગ્નેશનો જોશ ભર્યો જોરદાર અવાજ અથડાયો. "આ તારા દાદાનુ દૌલતનગર નથી અંબાલાલ"અને એ રોફદાર અવાજ સાંભળતા જ ચકોરીની ઓસરી ગયેલી હિંમતમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો.બાથી અળગી થતા એ હરખભેર બોલી. "બા..બા..જીંગો આવી ગયો બા.." અને જીગ્નેશના
  • Read Free
ચોર અને ચકોરી - 54
(કાંતુએ છરો કેશવ ના પેટમા ઉતારી દીધો) હવે આગળ વાંચો.. પોતાની બરાબર પીઠની પાછળથી જીગ્નેશને કેશવનો ચિત્કાર સંભળાયો. એણે પાછળ ફરીને જોયું તો કેશવ લોહીથી લથપથ પેટ પકડીને. " હે પ્રભુ"કહીને જમીન પર બેસી પડ્યો હતો. જીગ્નેશે પોતાની ડાંગનો ...Read Moreભરપૂર વાર કાંતુના માથા પર કર્યો.અને જેમ નાળિયેર ફૂટે એમ કાંતુની ખોપડી ફાટી ગઈ.કાંતુ તમ્મર ખાઈને ભોંય ભેગો થયો જીગ્નેશ ને આ વાત સમજાતા વાર ન લાગી કે.પોતાની પીઠ ઉપર થયેલા હુમલાને કેશવે પોતાના શરીર ઉપર ઝીલી લીધો હતો. "કાકા.. કાકા. આ તમે શું કર્યું?"જવાબમા એક દર્દીલુ સ્મિત કેશવે જીગ્નેશ ની સામે ફરકાવ્યુ. "મારા ઉપર થયેલા ઘાને તમારે ઝીલવાની શું
  • Read Free
ચોર અને ચકોરી - 55
(કેશવે ચકૉરીનો હાથ જીગ્નેશના હાથમા મુક્યો. અને ચકોરી અને જીગ્નેશ જાણે હિબકે ચડ્યા.) હવે આગળ વાંચો.. કેશવે કણસતા સ્વરે ટોળા તરફ નજર ફેરવતા પૂછ્યુ. "અહીં ગા..મદેવી મંદિ..રના પૂજારી પણ છે..?"જીગ્નેશના બાપુ અને બા બંને કેશવની નજીક આવ્યા અને કેશવની ...Read Moreસાથે નજર મિલાવતા કિશોરપૂજારીએ કહ્યુ."બોલો ભાઈ હું છુ ગામદેવીનો પુજારી. તમારે. મને કંઈ કહેવું છે ?" "અને આ બે..ન?"ગીતામાં તરફ પ્રશ્નાર્થ ભરી નજર નાખતા કેશવે પૂછ્યુ. "આ મારા ધર્મ પત્ની છે." કિશોરભાઈએ ગીતામાનો પરિચય આપતા કહ્યુ.ગીતામાની નજર સાથે નજર મળતા કેશવ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. જીગ્નેશ અને ચકોરી બન્ને આ જાણતા હતા કે કેશવ શા માટે રડી રહ્યો છે..પણ
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | Amir Ali Daredia Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Amir Ali Daredia

Amir Ali Daredia Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.