પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૫

(13)
  • 2.9k
  • 1
  • 1.4k

કોલેજના લેક્ચર પૂરા કરીને કોમલ ઘરે આવી ત્યારે રાજલ પલંગ પર બેઠી હતી પણ કોમલ આવી એટલે રાજલ સૂવાનો ઢોંગ કરવા લાગી. આ જોઈને કોમલ સમજી ગઈ રાજલ મારાથી કઈક તો છૂપાવી રહી છે, નહિ તો આવી રીતે તેનું વર્તન ક્યારેય હોય નહિ.!રાજલ ની પાસે બેસીને કોમલ બોલી.રાજલ હવે કેમ છે.?"સારું છે."બસ એટલું બોલી. પણ તેના અવાજમાં દુઃખ છૂપાયેલું હોય તેવું કોમલ ને લાગ્યું. તરત કોમલ બોલી.રાજલ જે હોય તે મને કહે.તને કોઈ તકલીફ છે.?હું તારી સાથે જ છું અને તારી દરેક પરિસ્થિતિ હું સામનો કરવા બેઠી છું. બસ તું જે હોય તે મને કહે.રાજલ રડવા લાગી.રડતી રાજલ ને ગળે