Prem no Purn Santosh - 25 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૫

કોલેજના લેક્ચર પૂરા કરીને કોમલ ઘરે આવી ત્યારે રાજલ પલંગ પર બેઠી હતી પણ કોમલ આવી એટલે રાજલ સૂવાનો ઢોંગ કરવા લાગી. આ જોઈને કોમલ સમજી ગઈ રાજલ મારાથી કઈક તો છૂપાવી રહી છે, નહિ તો આવી રીતે તેનું વર્તન ક્યારેય હોય નહિ.!

રાજલ ની પાસે બેસીને કોમલ બોલી.
રાજલ હવે કેમ છે.?
"સારું છે."
બસ એટલું બોલી. પણ તેના અવાજમાં દુઃખ છૂપાયેલું હોય તેવું કોમલ ને લાગ્યું. તરત કોમલ બોલી.

રાજલ જે હોય તે મને કહે.
તને કોઈ તકલીફ છે.?
હું તારી સાથે જ છું અને તારી દરેક પરિસ્થિતિ હું સામનો કરવા બેઠી છું. બસ તું જે હોય તે મને કહે.

રાજલ રડવા લાગી.
રડતી રાજલ ને ગળે લગાડી ને કોમલ બોલી.
તું ચિંતા ન કર, હું છું ને..

રાજલ ને ખબર હતી જો હું કોમલ ને વિરલ વિશે વાત કરીશ તો તે મારી મદદે જરૂરથી આવશે અને રાજ ની જેમ તેને પણ દૂર કરી દેશે. એટલે વિરલ ની વાત કરતા પહેલા રાજલ કહે છે.
જો કોમલ તું એવું કોઈ કામ નહિ કરે જેનાથી તારી અને મારી કારકિર્દી પર અસર થાય. રાજ નું તે શું કર્યું તે મને ખબર નથી. પણ જે થયું તે મારા માટે તો સારું જ થયું.

"કોણ શું કરી રહ્યું છે,
કેવી રીતે કરી રહ્યું છે,
શું કામ કરી રહ્યું છે.
એ બધાથી જેટલા દૂર રહેશો.
તેટલા વધુ ખુશ રહેશો.."
પણ આવું રાજલ ન કરી શકે ને.! અહી તો સ્વાભિમાન ખાતર હથિયાર પણ ઉઠાવવા પડે છે.

વિશ્વાસ આપતી કોમલે કહ્યું.
તું પહેલા વાત તો કર શું મુસીબત છે તેને પછી જોઈ લઈશું.

રાજલે પોતાના ફોનમાં રહેલ વિરલ નાં મેસેજ વંચાવી ને વાત કરે છે.
મને ખબર નથી મારા ખરાબ વિડિયો તેની પાસે છે કે નહિ પણ એટલું કહીશ તે મારા વિશે બધું જ જાણે છે અને તે રાજ ની જેમ કઈ પણ કરવા સક્ષમ પણ છે એટલે વિરલ ને કેવી રીતે હેન્ડલ કરવો તે કોમલ તારે જોવાનું છે. સાથે એટલું કહીશ તે એટલો હોશિયાર છે કે કોઈ પણ માણસ ને પોતાની જાળમાં ફસાવી શકે છે. હું પણ તેના પ્રેમઝાળ માં ફસાઈ હતી પણ આતો પ્રેમ ને બદલે હવસ પર આવી ગયો.

રાજલ સાથે બીજી વાર આવું થયું અને ફરી તે શિકાર થવા જઈ રહી છે એ સાંભળીને કોમલ ને પુરુષ જાત પર નફરત આવવા લાગી. હવે દર વખતે આવા માણસો ને સીધા કરવા ક્યાં સુધી.! આ વિચાર કોમલ નાં મગજમાં ઘૂમવા લાગ્યો પણ હવે રાજલ પર આફત આવી છે તો દૂર તો કરવી રહી. પણ એટલું ખરું રાજ જેટલો પૈસાવાળો હતો તેટલો વિરલ હતો નહિ તે તારણ કોમલે કોલેજ ની અંદર કાઢી નાખ્યું હતું. રાજ ત્યારે તેની કાર લઈને કોલેજ આવતો હતો ત્યારે વિરલ પોતાની સ્પોર્ટ બાઈક લઈને આવતો હતો. પણ એક બાજુ જોઈએ તો રાજ કરતા વિરલ ઘણો હોશિયાર અને ચાલાક લાગી રહ્યો હતો.

કોમલ વિચારવા લાગી કે વિરલ ને કઈ રીતે સમજાવવો.? તેને ધમકી આપવી કે કોઈ માણસ દ્વારા તેને માર ખવડાવવામાં આવે. કે પછી ફરી નાથુભાઈ ને કહીને તેને મારી નાખવામાં આવે. પણ તે ફરી નાથુભાઈ પાસે જઈ શકે તેમ હતી નહિ. રાજ નાં કામનાં હજુ તે એક રૂપિયો પણ ચૂકવી શકી ન હતી અને એક ડર પણ હતો જો નાથુભાઈ ને ખબર પડશે તો તેના પૈસા ગમે તે ભોગે મારી આગળ કઢાવી ને જ રહેશે.

કોમલ કોઈ નિર્ણય લે તે પહેલા એકવાર વિરલ ને મળીને સમજાવવાની કોશિશ કરવાનું વિચાર્યું. તે માટે રાજલ ને કહ્યું.

રાજલ તું વિરલ ને મેસેજ કર.
હું તને ક્યાં મળવા આવું.? એવું પૂછ.

કોમલ નાં કહેવાથી રાજલે મેસેજ કર્યો ત્યાં તો તરત સામેથી મેસેજ નો રિપ્લે આવ્યો.
"રાજ નાં ફાર્મ હાઉસમાં આવી જા હું ત્યાં જ તો તારી રાહ જોવ છું."

મેસેજ વાંચીને રાજલ શોંકી ઉઠી.
વિરલ મને રાજ નાં ફાર્મ હાઉસમાં કેમ બોલાવી.? શું ખરેખર હજુ રાજ જીવતો હશે.!!! આ વિચારથી તેનું શરીર માં કાપવા લાગ્યું.

વિચારમાં પડેલી રાજલ ને કોમલ સમજાવે છે.
તું ચિંતા ન કર. આપણે બંને ત્યાં જઇશું. હું છૂપી રીતે પાછળ આવીશ અને જોઇશ તેની સાથે બીજું કોઈ છે તો નહિ ને. અને જો એકલો હશે તો હું જોઈ લઈશ.
આ એક સરસ મોકો છે તેને પાઠ ભણાવવા નો. અને તેને સજા આપવાનો. ત્યાં કોઈ નહિ હોય તો એને એવો સમજાવીશ કે ક્યારેય આવી રીતે કોઈ છોકરી ને હેરાન કરવાની વાત તો દૂર રહી કોઈ છોકરી પર નજર પણ નહિ કરે.

પણ કોમલ પહેલા તેની પાસેથી મારા ખરાબ વિડિયો લઈ લેજે અને પછી બધા ડિલીટ કરી નાખશે. જેથી તે પાછળ થી મને વિડિયો ના નામે બ્લેકમેઇલ ન કરી શકે.

તું ચિંતા ન કર હું બધું સંભાળી લઈશ અને આજ પછી તને ક્યારેય હેરાન નહિ કરે. વિશ્વાસ આપતી કોમલ બોલી.

કોમલ નાં વિશ્વાસથી રાજલ જવા તૈયાર થઈ. જે સમય વિરલે આપ્યો હતો તે સમય પર રાજલ અને કોમલ નીકળ્યા અને રાજ નાં ફાર્મ હાઉસનાં ગેટ પાસે પહોંચતા કોમલ નીચે ઉતરી ગઈ ને ત્યાં દીવાલ પાસે સંતાઈ ગઈ.

રાજલ ધીમે ગતિએ સ્કુટી ચલાવીને ફાર્મ હાઉસના ગેટ ની અંદર દાખલ થઈ. તેને ડર સતાવી રહ્યો હતો. જે ભયાનક ઘટના જે સ્થળે તેની સાથે બની હતી તે સ્થળે ફરી આવી હતી .પણ કોમલે આપલી નીડરતા મહદઅંશે થોડી હિંમત આપી રહી હતી.

ફાર્મ હાઉસનાં ગેસ્ટ રૂમમાં પહોંચતા જોયું તો વિરલ બેઠો હતો. રાજલ ને જોઈને વિરલ ખડખડાટ હસવા લાગ્યો. જાણે તેણે જે ધાર્યું હોય તે થઈ જાય છે તેવા વહેમ થી તે પોતાની પર અભિમાન કરવા લાગ્યો.

રૂમના દરવાજા પાસે રાજલ ઊભી રહીને વિચારવા લાગી. હું શું કરીશ હવે. અહી તો આવી ગઈ.!
કોમલ હવે શું કરશે.?
હજુ ઊભી રહીને રાજલ વિચારી રહી હતી ત્યાં વિરલ તેની પાસે આવીને તેનો હાથ પકડીને બેડ પર બેસાડી દીધી.

કોમલ ફાર્મ હાઉસ ને જોઈ વળી હતી. વિરલ ની બાઈક સિવાય આ ફાર્મ હાઉસની બહાર કોઈ હતું નહિ. કોમલ ધીમે પગલે ફાર્મ હાઉસના ગેસ્ટ રૂમ તરફ આગળ વધી.

વિરલ હજુ આગળ વધીને રાજલ પર ટુટી પડે તે પહેલાં કોમલ તે રૂમમાં દાખલ થાય છે. કોમલ ને અચાનક જોઈને વિરલ ઊભો થઈ જાય છે. પણ કોમલ થી ડરતો નથી.

આવ કોમલ તું પણ થોડી સહભાગી બની જા. કોમલ પાસે જઈને વિરલ બોલ્યો.

હા.. હા.. કેમ નહિ સહભાગી તો થવા આવી છું. પણ તારી સહભાગી નહિ રાજલ ની. એમ કહીને કોમલ પણ હસવા લાગી.

વિરલ સમજી ગયો હતો કે મારી પાસે એવું અથીયાર છે જેનાથી એ બન્ને મારું કંઇજ બગાડી નહિ શકે અને હું જે કહીશ તે કરવા પણ તૈયાર થઈ જશે.

શું વિરલ પોતાના મનસૂબા માં કામયાબ થશે.? શું રાજલ અને કોમલ વિરલ નો શિકાર થઈ જશે.? વિરલ ને કોમલ પહોચી વળશે કે વિડિયો વાયરલ ની ધમકી આપીને વિરલ પોતાનું કામ પતાવી લેશે. આખરે કોમલ શું કરશે તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ....