શત્રુંજયનો ઇતિહાસ

  • 3k
  • 2
  • 998

શત્રુંજયનો ઇતિહાસશત્રુંજયનો ઇતિહાસ પૌરાણિક-ઐતિહાસિક કાળથી ઘટના પ્રધાન રહ્યો છે.પૌરાણિક કાળ એટલે કે ઇતિહાસના વર્ષોની ગણતરી અને આલેખન પહેલાના યુગમાં આ જાજરમાન તીર્થની ભવ્યતા અને પ્રભાવકતા ચરસસીમાં ઉપર હતી ભગવાન ઋષભદેવ સ્વયં અહીં પૂર્વ નવ્વાણુ વાર પધાર્યા હતા. એમની ચરણ રજથી આ તીર્થ પાવન બન્યું. ત્યારબાદના યુગમાં સમયે સમયે આ તીર્થના જિર્ણોદ્ધાર થતા રહ્યા. વિક્રમસંવત 100 અથવા 108માં યુગપ્રધાન આચાર્ય વજ્રસ્વામી વરદ હસ્તે મધુમતી-મહુવાના રાજવી શ્રેષ્ઠિ જાવડશા (જાવડિશા) એ અપાર સંપત્તિનો સદ્વ્યય કરીને શ્રીશત્રુંજય મહાતીર્થનો જિર્ણોદ્ધાર કરાવવા પૂર્વક સુંદર દેરાસર બનાવી ને તક્ષશિલા નગરીમાંથી રાજા જગમલ્લની ધર્મચક્ર સભાના ભોયરામાંથી પ્રાપ્ત આદિનાથના જિનબિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ ઘટના શત્રુંજયના ઇતિહાસમાં 14માં ઉદ્ધાર