પ્રેમનું રહસ્ય - 9

(42)
  • 4.2k
  • 1
  • 2.5k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૯ અખિલ સારિકા સાથેની મુલાકાતનું સપનું જોઇ રહ્યો હતો ત્યારે પોલીસને જોઇ ચોંકી ગયો હતો. કાળો કાચ ખૂલવાની સાથે કારમાં લાઇટ થઇ અને એમાં પોલીસ અધિકારીને બેઠેલા જોઇ જાણે તેની વાચા હણાઇ ગઇ હતી. પોલીસ અધિકારીએ કારમાંથી જ પૂછ્યું:'મિસ્ટર, કોણ છો? આટલી રાત્રે અહીં અંધારામાં ઊભા રહી શું કરો છો? કોઇની રાહ જુઓ છો?' 'જી...જી સર, મારે ઘરે જવું છે...' અખિલ પોતાની વાત કહેવા જઇ રહ્યો હતો. 'ચાલો, હું તમને ઘરે મૂકી દઉં? એ પહેલાં તમારો પરિચય આપી દો.' પોલીસ અધિકારીએ એની વાતને વચ્ચેથી જ કાપતાં કહ્યું. 'આભાર સાહેબ!' કહી અખિલે ખિસ્સામાંથી કંપનીનો ઓળખકાર્ડ કાઢીને બતાવ્યો અને કહ્યું:'સાહેબ,