પ્રેમનું રહસ્ય - 10

(43)
  • 3.6k
  • 2.3k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦ અખિલ હવે લિફ્ટને અટકાવી શકે એમ ન હતો. પહેલા માળ પરથી લિફ્ટ પસાર થઇ ત્યારે એને સંગીતાનો ખ્યાલ આવી ગયો. હવે લિફ્ટ સારિકાના સાતમા માળ પર જઇને જ અટકવાની હતી. અડધી રાત્રે એક એકલી સુંદર સ્ત્રીને ત્યાં જવામાં જોખમ હતું એ અખિલ જાણતો હતો. લિફ્ટમાં ગરમી લાગતી હતી છતાં તેના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. અખિલે સ્વસ્થ થતાં પૂછ્યું:'મારે પહેલા માળે ઉતરવાનું હતું...' 'મને ખબર છે...' સારિકા હસીને બોલી. 'તો પછી તમે સાતમા માળનું બટન કેમ દબાવી દીધું?' અખિલને નવાઇ લાગી રહી હતી. એ સાથે એક અજાણ્યો ડર વધી રહ્યો હતો. સારિકાનો ઇરાદો શું હશે?