પ્રેમનું રહસ્ય - 16

(34)
  • 3.1k
  • 1.7k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ અખિલ એકદમ ઊભો થઇ ગયો. સારિકા અટકી ગઇ અને નવાઇથી એને જોવા લાગી. અખિલ હવે ગંભીર થઇને બોલ્યો:'તને ખબર છે તું શું કરી રહી છે? આ રીતે કોઇ પરાયા પુરુષ સાથે પ્રેમચેષ્ટા કરવી એ તને શોભતું નથી. અને તને ખબર છે ને કે હું પરિણીત છું? કોઇ પર સ્ત્રી સાથે સ્પર્શ તો શું એની સાથે પ્રેમનો વિચાર કરી શકું નહીં...' 'મને બધી જ ખબર છે. તમે સંગીતા નામની યુવતીના પતિ છો. પણ જો તમારી પત્ની જ તમને છૂટ આપે તો તમે ના પાડશો?' સારિકા હસીને બોલી. 'શું? સંગીતા મને બીજી સ્ત્રી સાથે પ્રેમલીલા કરવાની છૂટ આપશે? એ