ગુજરાતી મારી માતૃભાષા

  • 1.3k
  • 2
  • 460

લેખ :- ગુજરાતી મારી માતૃભાષાલેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆજે 21મી ફેબ્રુઆરી એટલે કે 'વિશ્વ માતૃભાષા દિવસ' છે, તો વિચાર્યું કે આજે કંઈક લખવું જોઈએ માતૃભાષા વિશે. માતૃભાષાની શાળાની દુર્દશા વિશે તો હુ અગાઉ એક કાવ્ય લખી જ ચૂકી છું. આજે માતૃભાષાનો મહિમા લવા જઈ રહી છું. આજે જ્યારે લોકોનો, ખાસ કરીને વાલીઓનો, અંગ્રેજી ભાષા પ્રત્યે પ્રેમ વધ્યો છે ત્યારે સહજભાવે અનુભવાય છે માતૃભાષા પ્રત્યેનો ખોવાયેલો પ્રેમ. આજકાલ બાળક બોલતું થાય ત્યારથી એને માટે સફરજન 'એપલ' બની જાય છે અને વ્હાલી મા 'મોમ'. પપ્પા તો સીધા 'ડેડ'. ખુદ માતા પિતાને જ શરમ આવે છે, જો બાળક અંગ્રેજી ન બોલતું હોય