ધ સ્કોર્પિયન - પ્રકરણ-89

(64)
  • 3.4k
  • 5
  • 2k

વલો અને રોહીણી બ્રહ્મમૂહૂર્તમાં કુળદેવતાની પૂજા કરવા માટે ટેકરી (ડુંગર) નજીક પહોંચ્યાં બંન્ને ખૂબ ઉત્સાહમાં હતાં સાથે સશસ્ત્ર સિપાહીઓની ટુકડી પણ હતી. એ લોકો ડુંગર નજીક પહોચ્યાં ત્યાંથી હવે ઉપર ચઢાણ કરવાનું હતું સેવકોનાં હાથમાં પૂજા સામગ્રી ત્થા દેવને ચઢાવવાનાં ભોગ સાથે એમને ખુશ કરવા ભૂંડનો વધ કરવા તગડું ભૂંડ સાથે લીધુ હતું આગળ વધી રહ્યાં હતાં ત્યાં ચઢાણની કેડી પર મોટાં દૈવી નાગની જોડી બેઠી હતી. ચઢાણની કેડી ઉપર વચ્ચો વચ્ચ આ નાગ નાગણની જોડી એમનાં પ્રણયમાં મસ્ત હતી. સૌથી આગળ ચાલતો રાવલો એમને જોઇ ગયો એણે બધાને રોકાઈ જવા કહ્યું... કોઇ અવાજ અવરોધ ના થાય એની કાળજી લીધી.