સથવારો.....સંબંધો ભાગ્યનાં - 11

  • 1.7k
  • 1k

પારકાં- પોતાનાં ●●●●●○○○○○●●●●●●●○○○○ સાકરમા જેવી સ્થિતપ્રગ્ન સ્ત્રી ,આજે ડહોળાયેલાં મનને શાતા નહોતી આપી શકતી. પાછલી રાતોનાં ઉજાગરા,અમોઘાની ચિંતા એમાય વળી છઠ્ઠી ઈન્દ્રીયનાં અણસારો. જે સપનું હવે આશિર્વાદ જેવું લાગતું હતું એ પાછું ડરાવી ગયું જાણે જુદાઈનો અણસાર,મનમાં ખબર જ હતી કે જરૂર કોઈ મોટું કારણ હોવું જોઈએ માસ્તરાણીનાં ગુસ્સા પાછળ ,તોય ઉભરો ઠલવાઈ ગયો.અસલ મિજાજમાં "આપણી દિકરી બીવાંમાં (ડરમાં) સમજતી નહોતી..એને તે દબડાવી. હવે એ ડરવાનું શીખી ગઈ".. અશ્ર્વિનીબહેન થોડીવાર ચૂપ રહ્યાં,એમણે શાળામાં ફોન કરી જાણ કરી કે પોતે આજે જરૂરી કામ સબબ આવી નહીં શકે.પછી હાથથી દોરીને સાકરમાંને અંદર લઈ ગયાં અને કબાટ ખોલી આઠ-દસ પત્રનો ઢગલો કરી દીધો.